सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

હું તો તમારા આંગણાની તુલસી

નિર્મલાબેન સોની | કર્ણાટક

Play podcast
parivartan-img

પહેલાં લગ્ન.  પછી લગ્નનું સોનેરી સ્વપ્ન દુઃસ્વપ્નમાં ફેરવાય અને પછી છૂટાછેડાની મર્મછેદી પીડા.  ....અને પછી ફરીથી ગાંઠ બાંધવા માટે ફરીથી એક માણસ પર વિશ્વાસ કરવો.  જીવનના આ ઉતાર-ચઢાવ એક દૃઢ મનોબળ ધરાવતી છોકરીને પણ તોડી નાખે છે. વળી સુનીતા (નામ બદલ્યું છે) અનાથ હતી,  પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં, તેણી ભાંગી ન હતી,  એટલા માટે કે તેણીનો અનોખો પરિવાર તેના દરેક પગલા સાથે મજબૂત રીતે ઉભો હતો. તે કુટુંબ બેંગલુરુના બસવનગુડી નગરમાં આવેલું અબળાશ્રમ હતું. સંઘના સ્વયંસેવકોના સહયોગથી ચાલતો આ આશ્રમ એકલવાઇ, પીડિત અને અસહાય બહેનોને સમાજમાં ફરી સન્માન જીવન જીવવામાં મદદ કરે છે. આજે ગીતાના લગ્ન અમેરિકાના એક પ્રતિષ્ઠિત મંદિરના યુવાન પુજારી સાથે થયા છે અને તે પોતાની લાડકી દીકરી સાથે ખૂબ ખુશ છે.

આ અનન્ય પરિવારે ગીતા જેવી ઘણી અત્યાચારથી પીડિત અને અનાથ છોકરીઓના જીવનમાં માતાના સ્વાભાવિક સ્નેહ અને પિતાની જાગરૂક સંભાળ બંનેના અભાવની ભરપાઈ કરી છે.

હવે મનીષાની (નામ બદલ્યુ છે)વાત કરીએ જે બળાત્કારની અમાનવીયતા બાદ  કુંવારી માતા બનવા જઈ રહેલી આ છોકરીને ગંભીર માંદગીની સ્થિતિમાં આ અબળાશ્રમમાં લાવવામાં આવી. મનીષા આવી ત્યારે કોઈની સાથે વાત પણ કરતી ન હતી, ન કોઇ પ્રતિક્રિયા આપતી હતી. સાવ શૂન્યમનસ્ક હતી.  પરંતુ અબળાશ્રમના સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહીને તે માત્ર જીવનને ફરીથી જીવવાનું શીખી  નથી, પરંતુ અહીં એક કાર્યક્ષમ ઓફિસ સ્ટાફ તરીકે કામ કરીને આજે તે અન્ય બહેનોના જીવનને દિશા આપવાનું કામ કરી રહી છે. આશ્રમની બહેનોને ભણાવવાની સાથે તેમને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે, એટલું જ નહીં, તેમના પ્લેસમેન્ટ માટે પણ પ્રયાસો કરવામાં આવે છે.

અબળાશ્રમ વ્યવસ્થાપન સમિતિના સચિવ અને બસવનગુડી નગરના સંઘચાલક બી.વી. શેષાજી કહે છે કે અબળાશ્રમનો પાયો સો (100)થી વધુ વર્ષ પહેલા 1905 માં ઉત્સાહી આર્યસમાજી યુવક ચક્રવર્તી વેંકટ વરદા આયંગર દ્વારા નાખવામાં આવ્યો હતો. તેમણે પોતે બાળ વિધવા સાથે લગ્ન કરીને રૂઢિચુસ્ત સમાજને જબરદસ્ત ફટકો આપ્યો હતો. આયંગરના ઘરેથી વિધવા પુનરુત્થાનના વ્રત સાથે શરૂ થયેલ અબળાશ્રમ આજે કર્ણાટકમાં એક વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરી ચુક્યું છે જેની છાયાએ સેંકડો બહેનોને સુખી અને સ્વતંત્ર બનાવી છે.


શ્રી શેષાજી આજે પણ તે ક્ષણ યાદ કરે છે જ્યારે તેઓ પ્રથમ વખત અહીં આવ્યા હતા, તે દિવસથી શેષાજી અબળાશ્રમમાં રહ્યા હતા. આજે સંઘના સ્વયંસેવકોએ તેમની સેવા પ્રત્યેના સમર્પણથી આ સંસ્થાને નવી ઉંચાઈ આપી છે, આશ્રમની વ્યવસ્થાને વધુ પારદર્શક અને સમાજલક્ષી બનાવી છે એટલું જ નહીં, જીવનમાં સંસ્કાર યોગ અને દેશભક્તિના રંગોનો સમાવેશ કરીને, તેઓને પોતાને અને દેશ માટે જીવવાની ઉત્કટતા શિખવી છે. આ આશ્રમમાંથી બહાર આવેલી કેટલીક બહેનોએ તેમના જીવનના કેટલાક વર્ષો ગાઢ વનવાસી વિસ્તારોમાં સેવાકાર્ય માટે વિતાવ્યા છે.

અબળાશ્રમને અન્ય શેલ્ટર હોમથી અલગ બનાવે છે તે એ છે કે અહીં ફક્ત 16 થી 25 વર્ષની વયની છોકરીઓને જ પ્રવેશ આપવામાં આવે છે.  શેષાજી સમજાવે છે કે નાની છોકરીઓની સંભાળ સરળ છે,  તેથી આ વય જૂથમાં સેંકડો સંસ્થાઓ કામ કરી રહી છે.  જ્યારે આ છોકરીઓ કિશોરાવસ્થાના ઉંબરે પગ મૂકે છે, ત્યારે મોટાભાગની સંસ્થાઓને તેમની જવાબદારી લેવાનું મુશ્કેલ લાગે છે, તેથી આબળાશ્રમ જવાબદારી લેવા માટે આગળ આવે છે.

આલમ એ છે કે સુરક્ષા, સ્વાવલંબન, સૌહાર્દ, સંસ્કૃતિ, મદદ, સ્વાભિમાન, સેવાસુમન, સુરભી, સુબોધ, સંબંધ, સમન્વય, સબળા, શુભમ અને આદરના વિચાર પર કામ કરીને અબળાશ્રમની શક્તિ સમગ્ર કર્ણાટકમાં પ્રસ્થાપિત થઈ છે.  અહીંની દીકરીઓ વહુ તરીકે જાય કે કોઈ પણ વ્યવસાયમાં, તેઓ દરેક મોરચે આદર્શ સાબિત થાય છે.  મા બાપ વગરની બે બહેનો રશ્મિ અને રમ્યાએ અબળાશ્રમમાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. આજે આ બહેનોમાંથી એક પ્રખ્યાત હોમિયોપેથી ડોક્ટર છે અને બીજી બાયોટેકનોલોજીનો અભ્યાસ કરી રહી છે અને આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે.  ઉમદા અને શ્રીમંત પરિવારો અબળાશ્રમની દીકરીઓને વહુ તરીકે મેળવવા હંમેશા તત્પર હોય છે.

 સંપર્ક – બી વી શેષા

 સંપર્ક નંબર – 9483334328

917 Views
अगली कहानी