सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

પ્રકૃતિ સહ મળ્યો સહુને વિશ્વાસ

અવનીબેન ગઢીયા | આસામ

parivartan-img

શું ક્યારેય પ્રકૃતિની સાથે તાદાત્મય કેળવી તેમની વાત સાંભળી છે? વૃક્ષોના પર્ણો કહે અમારા ઉપયોગથી પડીયા, પતરાળા ચટ્ટાઈ બનાવો. પુષ્પો કહે છે અમારા થકી ગૃહ, મંદિર અને આંગણું સુશોભિત કરો. નાની નાની ડાળીઓ કહે છે તમારામાં રહેલા કારીગરને જાગૃત કરો, સંસારને તમારી કુશળતાથી લાભાન્વિત કરો. માટી કહે છે મારા ઉપયોગથી લોકોને ભોજન માટેના પાત્રો ઉપલબ્ધ કરાવો. પથ્થર કહે છે મારા વધારાના ભાગને દૂર કરી તારું શિલ્પકારત્વ ઉજાગર કર. આ ખિલખિલાટ પ્રકૃતિ જે પોતે જ સંપૂર્ણ આત્મનિર્ભર અને પરિપૂર્ણ છે, આપણને પણ આત્મનિર્ભર બનવા પ્રેરિત કરે છે.

ચાલો આસામની અદભુત બાંબુ ક્રાફ્ટ દ્વારા આપણે પ્રકૃતિમાંથી આત્મનિર્ભર બનવાની પ્રેરણા લઇએ. સેવાભારતીનો પાંચજન્ય કુટીરઉદ્યોગ અંતર્ગત ચાલતી બાંબુ ક્રાફ્ટ અનેક વનવાસીઓની આજીવિકાનો અધાર બન્યો છે. જેના અંતર્ગત વર્ષ 2022 સુધી 50 લાખનું ટર્નઓવર થયું છે અને લગભગ 60 જેટલા ગામોને તેનો લાભ મળ્યો છે. સેંકડો હાથ વાંસની કલાત્મક વસ્તુઓ બનાવી સૌરાષ્ટ્ર મેળા, અપના ટ્રેડ ફેર, બીહુ મેળા,આસામ મેળા જેવા વ્યાપાર સ્થાનો પર પોતાની કલાકૃતિઓનું વેચાણ કરી. પોતાના આર્થિક વિકાસ તરફ આગેકૂચ કરી રહ્યાં છે.


બાંબુ ક્રાફ્ટ અહીં પ્રત્યેક ઘરની સંસ્કૃતિ અને પરંપરાઓનું એક અભિન્ન અંગ છે. વાંસમાંથી બનાવેલી ઉત્તમ વસ્તુઓને જ્યારે પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે લોકો તેને જોઇને મંત્રમુગ્ધ થઇ જાય છે. માનવ મસ્તિષ્ક અસીમ કલ્પનાઓનો ભંડાર છે એ વાત અવિનાશજી સિવાય કોઇ વર્ણવી શકે તેમ નથી. વર્ષ 2009થી સેવાભારતી સાથે જોડાયેલા જીલ્લા સંયોજક અવિનાશ હજારિકા જે સ્વયં વાંસની કૃતિઓ બનાવવાનું પ્રશિક્ષણ લઇ આત્મનિર્ભર બન્યા છે અને 2022 સુધીમાં હજારો વાંસની કૃતિઓ બનાવવાનું પ્રશિક્ષણ આપી ચુક્યાં છે. જ્યારે આ કાર્યનો પ્રારંભ થયો   ત્યારે  માત્ર 7 થી 8 જ વસ્તુઓ બનાવવામાં અવતી હતી. પરંતુ આજે આસામમાં આયોજિત મોટામાં મોટા વેચાણસ્થાનો પર 20થી વધારે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવે છે. નવા સર્જકોની ઉભરતી સર્જનશક્તિ વડે કલ્પનાતીત ઉત્પાદનો જોડાતા ગયાં.

સેવાભારતી દ્વારા આસામના જોરહાટમાં પાંચજન્ય કુટીરઉદ્યોગ અંતર્ગત ગામે ગામ જઇને બાંબુક્રાફ્ટ શિબિર થઇ રહ્યાં છે. અવિનાશજી સાથે નગેન કલિતા તેમજ રોમેન હજારિકા પણ પ્રશિક્ષક અને સહયોગીના રૂપમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. જ્યાં પાકા રસ્તા અને વીજળી પણ નથી એવા સ્થાનો પર જઇ લોકોને બાંબુ ક્રાફ્ટનું પ્રશિક્ષણ આપવા શિબિર યોજવા એ જ સ્વયં એક મોટું કાર્ય છે.


જીવનમાં આશાવાન હોવું ખૂબ જ જરૂરી છે. અશાવાન વ્યક્તિ એક દરવાજો બંધ થાય તો બીજો શોધી જ લે છે. માજુલી ગામનાં દિવ્યજ્યોતિનાથ અને જોરહાટના પ્રણબજ્યોતિ ચાંગમાઈ ગરીબી માં સંઘર્ષ કરી સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યા પછી પણ નોકરીની શોધમાં અહીં તહીં ભટકતા   હતા . વૃદ્ધ માતા પિતા અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન કરી શકવાનું દુઃખ કોરી ખાતુ હતુ. સેવાભારતીની પ્રશિક્ષણ શિબિર તેમના માટે વરદાન રૂપ સાબિત થઈ. ભીતરમાં રહેલી સર્જનશક્તિએ તેમને ઉડવા માટે આકાશ આપ્યું. જ્યાં 100 રૂ.નાં પણ ફાંફા હતા ત્યાં તેઓ આજે મહિને 10000થી 15000 રૂ. કમાય છે.


 ભારતની અર્થવ્યવસ્થામાં મહિલાઓનું મહત્વનું યોગદાન છે એમ કહેવાય છે પરંતુ સામાન્યતઃ ભારતીય ગૃહિણીની કોઇ પ્રત્યક્ષ કમાણી નથી. તે થોડાક રૂપિયા માટે  પણ પોતાના પતિની આવક પર નિર્ભર છે. આસામમાં ઘરે  ઘરે મહિલાઓ વાંસનો સામાન બનાવે છે પણ પોતાના ઉત્પાદનોનું પ્રમોશન કેવી રીતે કરે? તેને સ્થાનિક બજાર સુધી કેવી રીતે પહોંચાડે? આવા અનેક પ્રશ્નોના જવાબ આ મહિલાઓ પાસે નથી. પરિણામે તેમની આ કલા કારીગરી ચાર દિવાલોમાં જ કરમાઇ જાય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી સતત પણે માજુલી, ગોળાઘાટ જીલ્લાના અનેક સ્થાનો પર બાંબુ પ્રશિક્ષણ શિબિરો આયોજિત થઈ રહ્યાં છે. જેમાં પુરુષોની સાથે સેંકડો મહિલાઓ પણ ઉત્સાહથી ભાગ લઈ રહી છે. સેવાભારતીના આ પ્રકલ્પથી તેમને તેમના પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી રહ્યાં છે. આજે તેમનામાંથી દીપશિખા બરસુતિયા પોતાની કુશળ કારીગરીના કારણે મહિને રૂ. 10000 કમાઈ રહી છે. એટલું જ નહીં તેમની કલાકૃતિઓ લોકોને પસંદ પણ આવી રહી છે. આ પ્રકારની પ્રશિક્ષણ શિબિરોએ તેમને માત્ર આત્મનિર્ભર જ નથી બનાવ્યાં સ્વયંની એક નવી ઓળખાણ પણ કરાવી છે.


એક આદર્શ કાર્યયોજના હજારો લોકોને રાહ ચીંધે છે. વર્ષ 2019 થી મેઘાલયમાં પણ સેવાભારતીનું કૈન એન્ડ બાંબુ ક્રાફ્ટ આ જ રીતે કામ કરી રહ્યું છે. વાંસની કલાત્મક વસ્તુઓનુ પ્રશિક્ષણ આપવા માટે નોનીપાડા ગામમાં એક કેન્દ્ર ચલાવવામાં આવે છે. જ્યાંથી 250થી વધુ લોકો પ્રશિક્ષણ લઈ ચૂક્યાં છે. 15 ગામના લગભગ 200થી વધારે પરિવાર લાભાન્વિત થયાં છે. સેવાભારતી ગારો હિલ્સમાં વિભાગ સંગઠનમંત્રી જનાર્દન કોચ કહે છે કે બાંબુ ક્રાફ્ટની સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વ સુધી કેવી રીતે પહોંચાડી શકાય ? વાંસથી બનેલી કલાત્મક વસ્તુઓને અને નાના નાના કુશળ કારીગરોને સન્માન અને એક અલગ ઓળખ કેવી રીતે આપી શકાય? આ જ દિશામાં અમે આ ગ્રામવાસીઓનું માર્ગદર્શન કરીએ છીએ. આને પ્રમોટ કરવા માટે સેવાભારતી દ્વારા કાર્યયોજના ચાલી રહી છે.

સંપર્ક :- અવિનાશ હજારિકા

મો.નં.:- +91 7002113491,9435897848

531 Views
अगली कहानी