सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

- અહીં દરરોજ જિંદગીથી જંગ થાય છે : નિરામય સેવા સંસ્થાન, મુંબઈ

મુંબઈ | મહારાષ્ટ્ર

parivartan-img

મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરી રહેલા ડૉક્ટર..

અહીં લોકો જિંદગીથી જંગ લડવા આવે છે, જીવલેણ બીમારીઓથી લડી રહેલ આ દર્દીઓ તથા એમના પરિજનો, ડૉક્ટર, હોસ્પિટલસારવારની અંતહીન યાત્રા.

સારવાર માટે દર મહિને મુંબઈ આવે છે. એમની વાર્તાઓ ભલે અલગ અલગ હોય પણ એની પાછળ છુપાયેલ દુઃખ એક જેવું જ છે. આ દર્દીઓના પરિવાર વાળાની પાસે આવા મોંઘા ઈલાજ માટે પૈસા નથી હોતા.  કેન્સર જેને રાજરોગ કહેવાતો હતો તે આજે એ લોકોની જિંદગીને પણ કેમ પ્રભાવિત કરી રહ્યો છે જેમના માટે બે સમયની રોટલી કમાવા માટે પણ મથામણ કરવી પડે છે? આવા સવાલોના જવાબ તો કદાચ કોઈની પાસે નથી પરંતુ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એમની પાસે નિરામય પરિવાર છે જે ન ફક્ત એમને શહેરના પોશ એરિયામાં રહેવાની નિ:શુલ્ક સુવિધા આપે છે તેથી વધુ આટલા મોંઘા ઈલાજનો ખર્ચ ઉપાડવામાં પણ પૂરેપૂરી મદદ કરે છે.


ધારાવીમાં કોરોના સમયગાળા દરમિયાન સામૂહિક તપાસ કરી રહેલા નિરામય કાર્યકરો

બોમ્બે હોસ્પિટલથી માંડ એક કિલોમીટર દૂર એક્મેપેલેસ એપાર્ટમેન્ટ, ધોબી તળાવના પ્રથમ માળ પર આવેલ નિરામય સેવા સંસ્થાન. જલગાંવ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી આવેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો માટે રહેવાનો ઉપાય પણ છે તેમજ ચિંતા કરવા વાળો પરિવાર પણ.  સંસ્થાનું કામકાજ સંભાળી રહેલ સંઘના સ્વયંસેવક ચેતનજી જણાવે છે, અહીં આવેલ દર્દી માટે કાર્યકર્તા ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લેવાથી માંડીને અલગ અલગ ટેસ્ટ કરાવવા માટે તેમજ ફરી સારવાર પૂરી થવા સુધી દરેક પગલે એમની સાથે ઉભો રહે છે. દર્દીના આવ્યા પછી એમના સારા થવા સુધીની ચિંતા અમે પરિવારની જેમ કરીએ છીએ.

     આવો મળીએ સુશીલ દગડુને, મેડિકલ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સુશીલનું માનીએ તો એની જિંદગી નિરામયની દેન છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના કનવટ તાલુકામાં મજૂરી કરીને પોતાના દીકરાને ભણાવી રહેલા રામેશ્વર દગડુ પર વજ્રઘાત ત્યારે થયો જ્યારે એમને ખબર પડી કે 11 માં ધોરણમાં ભણી રહેલ એમના દીકરાને જટિલ બ્રેઈન ટ્યુમર છે, જેનો ઈલાજ ખૂબ જ મુશ્કેલ છે અને મોંઘો પણ. જેમની રોજની કમાઈ માત્ર 200 રૂપિયા હોય તેઓ ભલા લાખોનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકે? પરંતુ ભાગ્ય એમની સાથે હતું અને તેઓ નિરામય પહોંચ્યા. ત્રણ વર્ષમાં સુશીલના નવ ઓપરેશન થયા અને ઈલાજમાં 22 લાખનો ખર્ચ થયો. આ બધી રકમ સંસ્થાએ જ ભેગી કરી. અહીં મળેલા પ્રેમ અને સહયોગને સુશીલ હવે બીજા બધાને પાછો આપવા માંગે છે. ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવા માંગે છે.

ચાલો જલગાવ જઈએ

      

 જલગાંવમાં મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરી રહેલા ડૉક્ટર

75 વર્ષના મધુકર દગડુને જ્યારે તમે શહેરના રસ્તા પર ઓટો ચલાવતા જોશો ત્યારે તમને વિશ્વાસ નહીં થશે કે ફક્ત બે વર્ષ પહેલા જ્યારે તેઓ નિરામય પહોંચ્યા હતા ત્યારે પેનક્રિયાઝ (સ્વાદુપિડ)માં કેન્સરને લીધે એમનું બચવું મુશ્કેલ હતું. આ એમનું સૌભાગ્ય જ હતું કે એમની મુલાકાત નિરામયના પૂર્ણકાલીન કાર્યકર્તા સોમનાથ પાટીલ સાથે થઈ. એમનો ઈલાજ લગભગ બે વર્ષ ચાલ્યો. એમના સ્વસ્થ થવા સુધી અહીંના કાર્યકર્તા પરિવારના વડીલની જેમ જ પૂરો સમય એમની સાથે રહ્યા.  જ્યારે પણ મુંબઈ આવ્યા ત્યારે સંસ્થાનમાં રોકાયા, ઈલાજમાં થવા વાળો ખર્ચ પણ નિરામયે સરકારના માધ્યમથી ભેગો કર્યો.

આવી અનેક વાર્તાઓ આ પરિસરમાં વર્ષોથી લખાઈ રહી છે.


નિરામયના પરિસરમાં આરામ કરતા દર્દીઓ

સંસ્થા ની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા વાળા રામેશ્વરજી જણાવે છે કે જલગાંવ તેમજ આસપાસના વિસ્તારમાં કેન્સર જેવી અસાધ્ય બીમારીઓથી લડી રહેલા ગરીબ લોકોને મુંબઈમાં વ્ય્વસ્થિત સારવાર મળે, આવા ઉદ્દેશ્યથી નિરામય સેવા સંસ્થાનની સ્થાપના 2014માં થઈ હતી.  સંઘના તત્કાલીન ક્ષેત્ર પ્રચારક મુકુન્દરાવ પણશિકરજીની પ્રેરણાથી તેમજ તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી ગિરીશ મહાજનના પ્રયત્નોથી અસ્તિત્વમાં આવ્યું નિરામય સેવા સંસ્થાન. આ દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી. 2014 થી અત્યાર સુધી મુંબઈમાં હજારોની સંખ્યામાં સાધનહીન દર્દીઓના સહયોગ નિરામયના માધ્યમથી થયો છે. એટલું જ નહીં જલગાંવ જિલ્લાના અલગ અલગ ગામોમાં સમય સમય પર આયોજિત કર્યા ગયેલ 140 થી વધુ મેડિકલ કેમ્પમાં પણ બે લાખથી વધારે દર્દીઓનો પ્રાથમિક ઉપચાર થયો છે.

જે બીમારીનું નામ સાંભળીને જ લોકો ડરી જાય એવા દર્દીઓને મુંબઈ લાવી ટાટા મેમોરિયલ જેવા હોસ્પિટલમાં દેખાડવાના, બધા ટેસ્ટ કરાવવા એક મોટો પડકાર છે. જેના પર નિરામય આવવા વાળા મોટાભાગના લોકો કાં તો મજૂરી કરવાવાળા પરિવારના હોય કાં તો સાધનહીન ખેડૂત, જેમાંના મોટાભાગના ભણેલા ગણેલા નથી હોતા, એવામાં અહીંના કાર્યકર્તા એમના સહયોગી, મિત્ર તેમજ માર્ગદર્શક ત્રણેયનું કામ કરે છે. તેઓ દર્દીના રજીસ્ટ્રેશનથી લઈને યોગ્ય ડોક્ટરનું ચયન, એમની એપોઇમેન્ટ લેવાનું, બધા ટેસ્ટ કરાવવાનું તેમજ અંતમાં સારવાર માટે સરકારી સહાયતા ઉપલબ્ધ કરાવવા સુધી તેમના સહયોગીની ભૂમિકામાં રહે છે. એટલું જ નહીં જરૂરત પડે તો ઘરે મૂકવા માટે ગંભીર દર્દીઓ માટે સંસ્થાન ફ્રી એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવે છે. દેવગીરીના પ્રાંત સેવા પ્રમુખ રહેલા તેમજ આ કાર્યના શિલ્પકારોમાંના એક નિરામયના ટ્રસ્ટી શ્રી યોગેશ્વર ગુર્ગે જણાવે છે કે માત્ર એક જ વર્ષમાં 48 દર્દીઓને 74,96,334/- જેમાંથી કેટલીક રકમ મુખ્યમંત્રી સહાયતા કોષ, કેટલીક રકમ નિરામય ટ્રસ્ટ તેમજ બાકી સમાજના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવી.

તેઓ જણાવે છે કે કોરોના કાળમાં સંસ્થાએ 1280 બંધ થયેલા ક્લિનિક શરૂ કરાવ્યા. 27 હોસ્પિટલમાં વિભિન્ન પ્રકારની સેવાઓ આપવામાં આવી.  માસ્ક - સેનેટાઈઝર વિતરણ, દવાઓ, ઓક્સીમીટર વિતરણની સાથે જ અહીંના પૂર્ણકાલીન કાર્યકર્તાઓ દ્વારા ધારાવીમાં માસ સ્ક્રિનિંગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

403 Views
अगली कहानी