सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

નવી આશા નવી સવાર કિશોરી વિકાસ કેન્દ્ર

નીરજ પટેલ | તેલંગાણા

parivartan-img

બેંચ પર ડરેલી સહમેલી ગભરાયેલી 15 વર્ષની એક બાળકી ક્યારેક ડરીને પોતાની માના ખોળામાં છુપાઈ જતી હતી તો ક્યારેય પોક મૂકીને રડવા લાગતી હતી. માની સ્થિતિ તો એના કરતાં પણ વધારે ખરાબ હતી, એમની આંખોમાં એક અસહ્ય વેદના હતીયજાણે એમનું બધું જ લૂંટાઈ ગયું ન હોય? હૈદરાબાદના સૌથી વ્યસ્ત રેલવે જંકશનોમાંનું એક અમીરપટ રેલવે સ્ટેશન પર જ્યાં બીજાં બધાં લોકો પોત પોતાના કામના ભારના કારણે જોયું ન જોયું કરી આગળ વધી રહ્યા હતા ત્યાં એક ધનિક મહિલા એમની પીડા વગર કહીએ સમજી ગઈ. આ બહેન હતા તેલંગાણા સેવા ભારતીના પ્રાંત સચિવ જયાપ્રદા દીદી. દીદીએ જ્યારે એમની ભયાનક અત્યાચારની વાર્તાએ માં બેટી પાસેથી સાંભળી તો એમને લાગ્યું કે કોઈ કે એમના કાનમાં બળબળતું  શીશું નાખ્યું ન હોય આ કિશોરીને એક ઓટો રિક્ષાવાળો જબરજસ્તી ઉઠાવી લઈ ગયો હતો... અને પછી બે દિવસ પછી ત્યાં છોડીને ચાલ્યો ગયો.

આની મદદ કઈ રીતે કરુંઆ સવાલનો જવાબમાં દીદીના પગલાં પોતાની મેળે સંઘ કાર્યાલય બાજુ વધી ગયા. સવાલ ફક્ત આ બાળકીનો નહીં, કહેવાતી મલીન વસ્તીઓમાં રહેવાવાળી હજારો બાળકીઓનો હતો જેમને ભણાવવા, આગળ વધારવાની સાથે સ્વરક્ષણ શીખવવાની પણ સખત જરૂરિયાત હતી. અને તે સમયના કાર્યકર્તાઓ દ્વારા એક યોજના બની, સેવાવસ્તીઓમાં કિશોરીઓના સમગ્ર વિકાસ માટે સંગઠને એક નવા આયામને શરુ કરવાનો નિર્ણય કર્યો. તત્કાલીન ક્ષેત્ર સેવાપ્રમુખ પટોલા રામા રેડ્ડી  તથા પ્રાંત સંઘચાલકજીએ આ વિષયની ગંભીરતાને સમજતા સતત સાપ્તાહિક બેઠકો કરી કિશોર વિકાસ કેન્દ્રની સંપૂર્ણ અવધારણાને વિકસિત કરી.


આના માટે જે વસ્તીઓમાં બાળ સંસ્કાર કેન્દ્ર ચાલી રહ્યું હતું. તેમાં જ કિશોરી વિકાસ કેન્દ્ર પ્રતિ દિવસ ચલાવવાનો નિર્ણય લેવાયો. પરિણામ સ્વરૂપ નવી સેવાયાત્રાનો જન્મ થયો. 2004માં ભાગ્યનગરના નારગોલ અને ઇબ્રાહીમપુરામાં 10 કિશોરી વિકાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા જેમની સંખ્યા વર્ષ 2022 માં 293 છે. આ કેન્દ્રો દ્વારા 18 વર્ષોમાં હજારો બાળકીઓના સુદૃઢ  ભવિષ્યનો પાયો નંખાયો.

ભાગ્યનગરની એક નાની વસ્તીમાં રહેવાવાળી સારવાનીએ બાળપણમાં જ પોતાના પિતા ગુમાવી દીધા હતા. માતા પેટ્યું રળવા જેટલું કમાઈ લેતી હતી. આ મેઘાવી બાળકી કદાચ ક્યારે પોતાનું ભણતર પુરું ન કરી શકત, જો પોતાની વસ્તીમાં પ્રતિદિન બે કલાક ચાલવા વાળા કિશોરી વિકાસ કેન્દ્રમાં તે ન ભણી હોત. અહીં ભણીને પહેલા બારમાની પરીક્ષા પાસ કરી પછી સ્વયં વર્ષો સુધી કેન્દ્રમાં શિક્ષિકાના રૂપમાં કામ કરી મળતાં વેતનમાંથી બીટેક પૂર્ણ કર્યું. આ જ સારવાની એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં નોકરી કરી રહી છે. નોકરી સાથે તે સેવાભારતી તેલંગાનાની સાથે કિશોરી વિકાસ કેન્દ્રોનો સહયોગ પણ કરી રહી છે.

 હવે વાત કરીએ કવિતાની... કવિતા ની વાર્તા કોઈ ફિલ્મની નાયકા જેવી રસપ્રદ છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ તેના વિવાહ નક્કી થઈ ગયા હતા. ભાગ્યનગરના કોરવાની ટાંડામાં રહેવાવાળી આ બાળકી પણ કદાચ આ ક્ષેત્રમાં વર્ષોથી ચાલી રહેલી કુપ્રથાનો શિકાર બનત જો સેવા ભારતીના કાર્યકર્તા એમના પરિવારના લોકોને તેને આગળ ભણાવવા માટે સમજાવવામાં સફળ નહીં થયા હોત. આજે હૈદરાબાદની પ્રતિષ્ઠિત શાળામાં યોગ અને નૃત્યની શિક્ષિકા કવિતા કિશોરી વિકાસ કેન્દ્રો માટે સમન્વયકનું કાર્ય કરી સમાજને એ જ પાછું આપી રહી છે જે એમને સમાજથી મળ્યું છે.

 આ ફક્ત કવિતા સાથે નહીં જયાપ્રદા દીદી બતાવી રહ્યા છે કે કિશોરી વિકાસ કેન્દ્રમાં ભણવાવાળી બાળકીઓએ અન્ય બાળકીઓના ભવિષ્ય ઉજવળ બનાવવા માટે વસ્તીમાં તરુણી વિકાસ કેન્દ્ર ચલાવ્યા. સેવા એમના જીવનનો અતૂટ હિસ્સો કઈ એવી રીતે બની ગયો છે કે હવે તેઓ સેવાભારતીની માતૃમંડળ સાથે મળીને કાર્ય કરી રહી છે. કોરોના કાળમાં એમણે પોતાના જીવનની ચિંતા કર્યા વગર રાશન વિતરણથી લઈને સેનેટાઈઝેશન, દવાઓનું વિતરણ વગેરે બધા કાર્યો પૂરો કસહયોગ કર્યો છે.


કિશોરી વિકાસ કેન્દ્ર શું હોય છે આવો સમજીએ દક્ષિણ મધ્ય ક્ષેત્રના ક્ષેત્ર સેવાપ્રમુખ ચંદ્રશેખર એક્કાના મુખેથી. તેઓ બતાવે છે કે પ્રતિદિન બે કલાક ચાલવા વાળું આ કેન્દ્ર શાળાનું ઘરકામ કરવાની સાથે સાથે હેલ્થ જાગૃતિ, સ્વ રક્ષણ ની સાથે આત્મ નિર્ભર બનાવવા માટે સીવણ ભરત ગૂંથણ, અને તહેવારોમાં મૂર્તિના નિર્માણ જેવી હસ્તકલાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ કેન્દ્ર કિશોરીઓને તેમના જીવન પરના દરેક પાસાથી માહિતગાર કરાવવામાં આવે છે. તેમને એ શીખવવામાં આવે છે જે પોતાના પરિવારના લોકો પણ શીખવી શકતા નથી. ગુડ અને બેડ ટચમાં ફરક કરવો, સાહસ વૃત્તિ કેળવવી, કષ્ટોનો સામનો કરવો વગેરે ...  પોતાની રક્ષા સ્વયં કરવા એવું બધું જ શીખવવામાં આવે છે. ભણતર સાથે ફક્ત સારા સંસ્કાર જ નહીં પરંતુ દેશભક્તિનો ભાવ પણ જગાડવામાં આવે છે. એટલે કે ટ્યુશન સેન્ટર જેવું દેખાવા વાળું આ કેન્દ્ર એક એવી સશક્ત નારીનું નિર્માણ કરી રહ્યું છે, જેઓ દેશની પ્રેમ કરે છે તેમજ સમાજની પણ ચિંતા કરે છે.

આ કેન્દ્રોને ચલાવવા માટે વૈદેહી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમાજના આર્થિક સહયોગ મેળવવામાં આવે છે. આ માટે હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત પ્રતિ વર્ષ રન ફોર ગર્લ ચાઇલ્ડ નામથી બહુ મોટા ફિટનેસ કાર્યક્રમનું આયોજન કરી પૂરા સમાજને આ કિશોરીઓની સમસ્યાથી જાણકાર કરવામાં આવે છે.


રમા, કલ્પના અને મીના જેવી માતૃમંડળની બહેનો આ કેન્દ્રોને પોતાનું બીજું ઘર સમજે છે. આ ટીમે એકલા કોરવાની ટાંડામાં 20 થી વધારે બાળકીઓના બાળવિવાહ રોક્યા છે. હવે તો સેવા ભારતીના સહયોગથી આ કિશોરીઓને આઇટી ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે.

જે વસ્તીમાં આ કેન્દ્રો ચાલી રહ્યા હતા ત્યાં પણ પરિવર્તનનો વાયરો સાફ અનુભવી શકાય છે. હૈદરાબાદનું મહાત્મા ગાંધીનગર તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જુગાર અને નશાના સામ્રાજ્યને કારણે આ વસ્તીમાં દિવસે કિશોરીઓ સાથે દૂરાચારના સમાચાર મળતા હતા. અહીં ચાલતા કિશોરી વિકાસ કેન્દ્રએ બાળકીઓને તો સક્ષમ અને આત્મ નિર્ભર બનાવી જ પણ આખી વસ્તીની વિચારધારા પણ બદલી નાખી. અહીંયા ઘણા બધા યુવાનો એ દારૂ અને જુગાર છોડી દીધો. ક્યારેક દારૂમાં ડૂબ્યાં રહેતાં યુવાનો જાતે પહેલ કરી કેન્દ્ર માટે શેડનું નિર્માણ કર્યું અને હવે અહીં એક મંદિર બનાવવા માટે પ્રયત્નશીલ છે. એટલું જ નહીં આ કેન્દ્રની સફળતાથી પ્રભાવિત થઈને આ ક્ષેત્રમાં બીજા 80 કેન્દ્રો ખુલી ગયા છે. કિશોરી વિકાસ કેન્દ્રની સમર્થ કિશોરીઓ જીવનમાં નવી આશાઓ સાથે દેશમાં નવી સવારનું બ્યુગલ ફૂંકી રહી છે. 

 સંપર્ક :- જયાપ્રદાદેવી

 મોબાઈલ નંબર:- 9000755570

743 Views
अगली कहानी