सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

માટીએ થઇ અણમોલ દધીચિ દેહ દાન સમિતિ દિલ્હી.

નિર્મલાબેન સોની | દિલ્હી

parivartan-img

જ્યારે માટીથી માટી મળે ત્યારે તે માટીની કિંમત શું હોય? જે માટી મૃત્યુ પછી પણ જીવન આપે છે તે અણમોલ છે. ઘરની બહાર ઊભેલી શબવાહિની અને આંગણામાં દિવંગત પતિનો દેહ વર્ષો પહેલા કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવાની રાહ જોઈ રહ્યો હતો. આ બાજુ સંતાનો માનો વિરોધ કરવાના કારણે ચણભણાટ મોટાં અવાજમાં ફેરવાઇ ગયાં.  અમે માટી સાથે કોઈ ચેડા નહીં થવા દઈએ, આ રીત ખોટી છે, અમે વિધિવત્ અંતિમ સંસ્કાર જ કરીશું. આખરે પત્નીના અંતર્મનમાં હિલોળાં લેતી  લાગણીઓએ મૌન તોડ્યું, બસ એક વાક્ય અને સૌના મોં સીવી દીધાં. મારા પતિએ દેહદાનની પ્રતિજ્ઞા લીધી છે અને હું કોઈને વચ્ચે આવવા દઈશ નહીં". પોતાનું કર્તવ્ય નિભાવવા આવેલ દધીચિ દેહદાન સમિતિના સંયુક્ત મહાસચિવ વિશાલ ચડ્ઢાના જણાવ્યા પ્રમાણે આવી લાગણીસભર ક્ષણોમાં એક પત્ની પોતાના પતિના સંકલ્પને પૂરો કરવા પોતાના જ બાળકોની સામે ખડી થઇ ગઈ. ભાવના સાર્વત્રિક નથી પણ આધ્યાત્મિક છે અને તેના ઘણા સંસ્મરણો છે, જે આ દધીચિ પરિવાર સાથે જોડાયેલા છે. આ સત્ય ઘટના શ્રી સંપૂર્ણજીત કૌર અને તેમના પતિ સ્વ. ડૉ. સાહેબની છે. દેહદાનનો સંકલ્પ એ જીવન પછીના જીવવાની અનોખી યાત્રા છે અને જેઓ આ સંકલ્પ કરે છે તેઓ પોતે તેમાં સહભાગી થતાં હોય છે.


આ પવિત્ર કાર્યને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે મહર્ષિ દધીચિની પ્રેરણા લઇ 11 ઓક્ટોબર 1997 દધીચિ દેહદાન/ અંગ દાન સમિતિની રચના કરવામાં આવી, જેનો પ્રથમ દેહ દાન સંકલ્પ પત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યશસ્વી પ્રચારક સ્વ. નાનાજી દેશમુખે પોતે ભર્યો હતો. સમિતિ દિલ્હી એન.સી.આરબુલંદશહર સહિત લગભગ 9 જિલ્લામાં કામ કરી રહી છે. લગભગ 300 કાર્યકર્તાઓના અણથક પરિશ્રમનું પરિણામ છે કે છેલ્લા 13 વર્ષમાં લગભગ 1300 લોકોના અલગ- અલગ અંગો મૃત્યુ પછી પણ કોઇનેકોઈના શરીરમાં જીવંત છે. જેમાં 375 લોકોનું સંપૂર્ણ દેહદાન અને 925થી વધુનું નેત્રદાન કરવામાં આવ્યું છે. 18000 થી વધુ સંકલ્પપત્રો (ફોર્મ) ભરવાની કામગીરી સમિતિના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે.

એટલું જ નહીં, દધીચિ દેહદાન સમિતિના કાર્યમાંથી પ્રેરણા લઈને દેશભરમાં અન્ય 46 સમિતિઓ સ્વતંત્ર રીતે આ ક્ષેત્રમાં કામ કરી રહી છે, જેનું માર્ગદર્શન અને નેતૃત્વ દધીચિ દેહદાનના સંસ્થાપક, સંરક્ષક અને વિશ્વ હિન્દુ પરિષદના વર્તમાન કાર્યકારી પ્રમુખ ડૉ. શ્રી આલોકજી પોતે જ રહ્યા છે.

દેહદાન નો વિચાર ક્યાંથી આવ્યો??? આ પ્રશ્નનો જવાબ આપતાં શ્રી આલોક જી કહે છે- એકવાર અમૃતસરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડૉ. હુકમ સિંહ વિર્ક (શરીર રચના વિભાગના પૂર્વવડા)નું હાડપિંજર જોઈને ખબર પડી કે તેમણે મરણોત્તર દેહ દાન એ કહીને કર્યું કે "આખું જીવન બીજાના શરીર પર બાળકોને અભ્યાસ કરાવ્યો છે, હવે હું ઈચ્છું છું કે મારા મૃત્યુ પછી મારી કોલેજના બાળકો મારા શરીર પર અભ્યાસ કરે." તમામ આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક સારવારના ક્ષેત્રમાં જ્યાં એક શરીર પર 4 થી 5 વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરવો જોઈએ ત્યાં 40 થી 50 વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર છે. આલોકજી જણાવે છે કે તે જ સમયે હૃદયમાં મંથન શરૂ થયું અને 1995 માં તેમણે તેમના 7 મિત્રો સાથે મળીને તેમના દેહદાનની નોંધણી કરાવી અને 1997 માં દધીચિ દેહદાન સમિતિની રચના કરવામાં આવી.

સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી મંજુ પ્રભા કહે છે કે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી, ક્યારેક વાહન ન મળે, તો ક્યારેક ડ્રાઇવર ન મળે, ક્યારેક પરિવારને સમજવામાં ઘણો સમય લાગ્યો હતો, ક્યારેક કોઈ કૉલેજનો ફોન ઉપાડ્યો નહીં અને ક્યારેક ઉપાડ્યો તો મૃતદેહ રાખવા માટે કોઈ ટબની યોગ્ય વ્યવસ્થા ન હોય. લગભગ ત્રણ- ચાર વર્ષના અણથક પ્રયાસોથી હવે સ્થિતિ એવી બની ગઈ છે કે દિલ્હીની કોઈપણ સરકારી મેડિકલ કોલેજમાં 24x7 દેહદાનની વ્યવસ્થા સરળતાથી શરૂ થઈ રહી છે. એન. સી.આર. માં નવી મેડિકલ કોલેજો  ડેડ બોડીની માંગ પણ હવે પૂરી થઈ રહી છે.


શરીર દાનનો સંકલ્પ એક તરફ તમારી આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે કે તમે આ શરીર નથી, તમે પોતે જ આત્મા છો અને આ શરીર આ સંસારની યાત્રાનું એક સાધન છે, અને બીજી તરફ આ શરીરને સ્વસ્થ, સબળ અને સુદૃઢ બનાવવામાં પ્રેરણા આપે છે, કારણ કે સારા શરીરના અંગો જ લોકકલ્યાણમાં ઉપયોગી થશે. જીવનના અંતિમ ચરણમાં શ્વાસના મોતી ગણનારી વ્યક્તિ માટે આનાથી વધુ સંતોષ શું હોઈ શકે કે તેની નિર્જીવ માટી પણ કોઈની નીરસ, ખોવાયેલી અને થાકેલી જિંદગીમાં નવી આશા, નવો પ્રકાશ બની જાય છે. અને તે નવું જીવન ભરી દે છે.  આ કામ લખવું અને કહેવું જેટલું સરળ છે તેટલું જ આ કામ સમયસર આયોજનબદ્ધ રીતે કરવું મુશ્કેલ બની જાય છે.

નોઈડાના એક સ્વયંસેવક પરિવારમાં, જ્યારે ડૉક્ટરો શ્રેષ્ઠ પ્રયાસો પછી પણ માત્ર 7 દિવસના નવજાત બાળકને બચાવી શક્યા ન હતા, ત્યારે તેના પરિવારે થોડી ક્ષણો માટે તે બાળકના જીવનને એક ઉમદા હેતુ આપ્યો અને તે દધીચિ દેહદાનનો સૌથી નાની દાતા બન્યો. સમિતિના અધ્યક્ષ શ્રી હર્ષદીપ મલ્હોત્રા જણાવે છે કે 10 નવેમ્બર, 2017 ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે દધીચિ દેહદાન સમિતિ આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ, રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી રામનાથ કોવિંદે આ નવજાત  બાળકના પિતા શ્રી સૂરજ ગુપ્તાને પોતાની પાસે બેસાડ્યા અને દેહદાતાના બધા પરિવારજનોને તમામ સંકલ્પોને પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં.


આખા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થાય છે જ્યાં દધીચિ પરિવારના તમામ સભ્ય જેમણે સંકલ્પ પત્રો ભર્યા છે, તેમનું સન્માન થાય છે. જેમના દ્વારા આ સંકલ્પો પૂરા થયાં છે અને લોકોને નવજીવન મળ્યું છે, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને તેમના અનુભવો સાંભળવાથી અન્ય લોકોને પણ પ્રેરણાનો સંચાર થાય છે

પંજાબ કેસરીના ડાયરેક્ટર શ્રીમતિ કિરણ ચોપરાએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ સામાન્ય જીવન જીવી રહેલા શ્રીમતી પ્રીતિ ઉન્હાળેના અનુભવો સાંભળ્યા તો તે જ કાર્યક્રમમાં દેહદાન  કરવાનો સંકલ્પપત્ર પણ ભર્યો. એવું જરૂરી નથી કે તમામ દાન મરણોત્તર હોવા જોય. રક્તદાન, વાળ દાન વગેરે જેવા કેટલાક દાન છે જે આપણે સરળતાથી કરી શકીએ છીએ. પરિવારોમાં દેહદાનના સંસ્કાર જોઈને આપણી નવી પેઢી પણ અંગદાન માટે પ્રેરિત થઈ રહી છે. શાળાની વિદ્યાર્થીનીઓ મીરા, શ્રેયા અને એંજીલે કેન્સરની કીમોથેરાપી લઈ રહેલી મહિલાઓ માટે પોતાના વાળ દાન કરીને યુવાનોમાં સેવા અને બલિદાનની ભાવના કેળવવાનો પ્રયાસ કર્યો છે. સમિતિના અધ્યક્ષ શ્રી હર્ષદીપજી જણાવે છે કે દાનની ઈચ્છા ધરાવતો પરિવાર સમિતિને માત્ર એક કોલ કરવાનો હોય છે, તે પછી સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી 300 નિઃસ્વાર્થ સ્વયંસેવકો દ્વારા રાત- દિવસ તમામ વ્યવસ્થા અને સંકલન કરવામાં આવે છે. આ જ કારણ છે કે દાતા અને પ્રાપ્તકર્તા બંને દધીચિ પરિવારનો હિસ્સો બને છે અને સમાજમાં દેહદાન અને અંગદાનની પ્રેરણા જાગૃત કરે છે. સમિતિ દ્વારા મહર્ષિ દધીચિ અને નૈમિષારણ્ય તીર્થયાત્રાની કથા આજે સમાજમાં દેહદાન અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહી છે.


 સંપર્ક:- ડૉ. વિશાલ ચડ્ડા


મોબ: +91- 9818345704

743 Views
अगली कहानी