सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

દીકરીઓની ઉડાન સેવાભારતી છાત્રાલય

ઉજ્જૈન | મધ્યપ્રદેશ

parivartan-img

કેટલાક બીજ પથ્થરોની છાતી ફાડીને ઉગીને પોતાના અસ્તિત્વને ઉજાગર કરે છે.

બાળપણમાં જ પિતાના મૃત્યુએ નાનકડી સંગીતા પાસેથી બાળપણ છીનવી તેના હાથમાં ખુરપી પકડાવી દીધી. નાના ભાઇના ભરણપોષણ અને ઘર ચલાવવા માટે પોતાની માતા કુંવરસિંહ સાથે ખેતરમાં મજુરી કરી મા ને મદદ કરતી હતી. પરંતુ તેની મા ને સંગીતાના ભણતરની ચિંતા રહેતી હતી. તેની માની પ્રાર્થનાના કારણે સંગીતા મુજાલ્દેનું ભવિષ્ય બદલાયું અને મધ્યપ્રદેશના સેવાભારતી બાલિકા છાત્રાલય ઉજ્જૈનમાં ભણવા માટેની પસંદગી થઇ. છાત્રાલયમાં શિક્ષણ અને રહેવા જમવાનું નિઃશુલ્ક હતું. છાત્રાલયમાં રહીને સંગીતાએ બાયોલોજી સાથે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યું અને નર્સ બનીને પોતાના પરિવારને સન્માનપૂર્ણ જીવનની ભેટ આપી.


છાત્રાલયની સંચાલિકા પૂર્ણકાલિન કાર્યકર્ત્રી પ્રિતી તેલંગદીદીના કહેવા પ્રમાણે વર્ષ 2001 માં 36 બાલિકાઓ સાથે છાત્રાલયની સ્થાપના થઇ હતી. આ છાત્રાલયમાંથી શિક્ષણ લઇ ઘણી બાલિકાઓ આજે સરકારી સેવામાં ઊંચા હોદ્દાઓ પર કાર્યરત છે. આજ સુધીમાં 240 દીકરીઓ અહીંથી શિક્ષણ લઇને પોતાના જીવનના સપનાઓ પૂરા કરી શકી છે. તેમાંથી કોઇ શિક્ષક, કોઇ એન્જિનીયર, કોઇ અધિકારી, કોઇ જી.એન.એમ, કોઇ એ.એન.એમ, તલાટી તો કોઇ કુટુંબ વ્યવસ્થામાં પોતાની જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી સંભાળી રહી છે. સેવાભારતીના સંગઠન મંત્રી  રહેલા રામેન્દ્રજી કહે છે કે ઉજ્જૈનની આસપાસના વનવાસી ક્ષેત્રમાં શિક્ષણના અભાવંના કારણે મહિલાઓ અને કિશોરીઓનું જીવન ખૂબ કષ્ટમય રહ્યું છે. આથી જ સ્વ. શ્રી દત્તાત્રેય વિશ્વનાથજી નાઇકના પરિવારે છાત્રાલય માટે જમીન અને સ્વ. શ્રી જગમોહનસિંહજીના પુણ્ય સ્મરણાર્થે આર્થિક સહયોગ કરીને બાલિકા છાત્રાવાસના ભવન નિર્માણમાં સહાય કરી છે. છાત્રાઓની પસંદગીમાં ત્રણ બાબતોનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. અનાથ, એક જ વાલી અથવા આર્થિક સ્થિતિના કારણે પોતાના બાળકોને સામાન્ય શિક્ષણ પણ ન આપી શકનાર પરિવારની દીકરીઓને જ અહીં પ્રવેશ આપવામાં આવે છે. નગર અને જીલ્લા સ્તર પર જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે, જે આસપાસના 10 જીલ્લાઓમાં ભ્રમણ કરીને ત્યાંના પૂર્ણકાલિન કાર્યકર્તાઓની સહાયથી અપેક્ષિત બાલિકાઓની પસંદગી કરવામાં આવે છે. બાલિકાઓને ધોરણ 6 થી પ્રવેશ આપવામાં આવે છે.

આવો મળીએ મનિષા બામનીયાને જે ણે બાળપણથી જ પોતાની પારિવારિક વિકટ પરિસ્થિતિ સામે લડતી આ હોશિયાર બાલિકા દર વર્ષે 90% થી ઉપર ગુણ લાવી આ છાત્રાલયનું નામ રોશન કરી આજે દેવાસ જીલ્લાના બાગળિ તાલુકાની પોસ્ટ ઓફિસમાં બ્રાંચ પોસ્ટ માસ્તરના પદ પર નિયુક્ત છે. આવી જ વાત હીના મુજાલ્દેની પણ છે., જે આ જ છાત્રાલયમાંથી બારમું પાસ કરીને છેલ્લા ચાર વર્ષથી ખંડવાની મહાવિદ્યાલયમાં રસાયણ શાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર નિયુક્ત છે.


પહેલા ગુમસુમ રહેતી અંગુરબાલા આજે કોઈમ્બતુરમાં ડીપ્લોમા કરી રહી છે. પોતાના સ્વભાવના કારણે આજે પણ છાત્રાવાસમાં સૌને પ્રિય છે. છાત્રાલયના સંયોજક સતીશજી કહે છે કે ઘણીવાર તો અહીં આવતી દીકરીઓ સુનમુન અને લઘુતાથી પીડિત હોય છે. તેમને અક્ષરજ્ઞાન પણ હોતું નથી, પરંતુ અહી આવ્યાબાદ જોત જોતામાં શારીરિક અને માનસિક બન્ને રીતે સક્ષમ થઇને કાર્યકર્તા અને અધિકારી આમ બન્ને જવાબદારીઓ આ દીકરીઓ સ્વયં સંભાળે છે. છાત્રાલયના વિકાસમાં આ બધી દિકરીઓનું ખૂબ મોટું યોગદાન છે.

પ્રતિવર્ષ આ દિકરીઓ લોકમાન્ય તિલક વિદ્યાલય, શાસકીય ઉત્કૃષ્ટ વિદ્યાલય, શાસકીય દશહરા  મેદાન વિદ્યાલયમાં ઉત્તમ પરિણામ લાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા સર્વોત્તમ યાદીમાં સ્થાન મેળવવાના કારણે આ છત્રાલયની ચાર દીકરીઓને લેપટોપ માટે 25000 રૂ. આપીને સન્માનિત કરવામાં આવી. એક દીકરીએ નીટની પરીક્ષા પાસ કર્યા બાદ તેને MBBS  નો ખર્ચ મધ્યપ્રદેશ સરકારે ઉઠાવ્યો.

છાત્રાલયનું પ્રાંગણ બધી જ સુખ સુવિધાથી સજ્જ છે અને સાથે રમવા માટે ખૂબ મોટું મેદાન પણ છે. જ્યાં રમત ગમતને લગતી અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે. છાત્રાઓ જીલ્લા, રાજ્ય, સંભાગ સ્તરીય અનેક આયોજનોમાં કબડ્ડી, ખો ખો, બેઝબોલ, સોફ્ટબોલ, હેન્ડબોલ, રોપ મલખમ વગેરેમાં ભાગ લઇને પોતાની વિશેષ શ્રેષ્ઠતા સાબીત  કરી છે.


અહીં દીકરીઓ કમ્પ્યુટર, સીવણ, ભરતગુંથણ, આયુર્વેદ સાબુ શેમ્પુ દવા નિર્માણ, મહેંદી, રંગોળી, ચિત્ર, ગીત, ભજન, પાકકલા વગેરે શીખીને બધામાં નિપુણ બને છે. સાથે સાથે સમાજ સાથે સામંજસ્ય કેળવવાનું પણ શીખવવામાં આવે છે. તેના માટે સમયાંતરે ઉત્સવો અને બીજી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે સમાજના પ્રતિષ્ઠિત લોકોનું દીકરીઓને માર્ગદર્શન મળતું રહે છે. એટલું જ નહી છાત્રાલયમાં વિવિધ દાતાઓ પોતપોતાની રીતે દાન આપે છે. જેમકે શ્રમિક સમુહના સભ્યો વર્ષમાં એકવાર આવી ફર્નિચર, દરવાજા, નળ વગેરે બધું રીપેર કરી પોતાની સેવા આપે છે. તેવી જ રીતે કોઇ નિપુણ મહિલા પોતાની કલાનું દાન કરે છે, તો સંપન્ન પરિવારની મહિલા ધનનું દાન કરે છે. આ રીતે તન, મન, ધન અને શ્રમનું દાન આ દીકરીઓને પ્રત્યક્ષ જોવા મળે છે. તેમ જ અહીંની દીકરીઓ સેવાભારતી દ્વારા ચાલતા કિશોરી વિકાસ પ્રકલ્પોમાં સાપ્તાહિક સેવા આપે છે. છાત્રાલયની ભૂતપૂર્વ છાત્રાઓ અહીં ભણતી દીકરીઓની સાથે પોતાના જીવનની વાતો વડે સંવાદ કરે છે. તેમને માર્ગદર્શન આપે છે. અને સાથે જ પોતાની આસપાસ રહેતી જરૂરિયાતમંદ દીકરીઓને વિકટ પરિસ્થિતિઓ સામે લડીને જીવનને નવી દિશા આપવા માટે પ્રેરિત કરે છે. 

સંપર્ક : શ્રીમતી પ્રીતિ તેલંગ

મો.નં +91- 8435826977

443 Views
अगली कहानी