सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

તારું છે, તુજને જ અર્પણ

ડૉ. જનક દવે | મહારાષ્ટ્ર

parivartan-img

આપના રીટાયર્મેન્ટનું આયોજન શું છે? હજું સુધી નથી વિચાર્યું ? તો વિચારો, કારણકે સમાજ અને દેશને  તમારી જરૂરત છે. ચાલો મળીએ આ વિચારધારા પર વિશ્વાસ કરનાર મહારાષ્ટ્રના ઠાણેમાં રહેતા સંઘના સ્વયંસેવક શ્રીમાન રવિ કર્વેજીને. ઠાણેના TJSB Co. Bank થી માનભેર નિવૃત્ત  થયાં બાદ તેમણે પોતાના ચાર મિત્રો સાથે મળી છેલ્લા 10 વર્ષોમાં મહારાષ્ટ્રના અનેક નાના નાના ગામો, કસ્બાઓ, શહેરોની ઝુંપડપટ્ટીથી 2500 જેટલા બાળકોની માત્ર સફળ કથાઓ જ ન લખી પરંતુ તેમને સાથે જોડી સમાજ પાસેથી માત્ર લેવાનું નહીં પણ આપવાનું શીખવાડ્યું. વર્ષ 2010 થી 2022 સુધી વિદ્યાર્થી વિકાસ યોજના અંતર્ગત 10 કરોડ 95 લાખ રૂ.ની 2500થી વધુ બાળકોની ઇજનેરી, મેડીકલ સહિત અન્ય કેટલાય વ્યાવસાયિક અભ્યાસક્રમોની ફી ભરવામાં આવી છે. એટલું જ નહીં રાયગઢ અને ઠાણે જીલ્લામાં જર્જરિત થયેલી જૂની શાળાઓનું જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યું છે.

નાણાની અછત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પગમાં સાંકળ બને નહીં તે માટે મેધાવી નિર્ધન બાળકો અને જેના મનમાં સેવાભાવ છે તે ધનિક પરિવારો વચ્ચે સેતુ બનવાનું કાર્ય સંઘના સ્વયંસેવક કર્વેજી અને તેમની મિત્રમંડળીએ કર્યું.

સ્વાતિસિંહને મળીને તમે એવું જ કહો કે વાદળો સૂરજને ક્યાં સુધી ઢાંકીને રાખી શકે. ઘાટકોપરની ઝુંપડપટ્ટીમાં રહેતી સ્વાતિનું ઘર ચોમાસાના 3 મહિનામાં તો જાણે તળાવ બની જતું. છતાં પણ ભણવામાં હંમેશા આગળ રહી ધોરણ 12 પછી વિકાસ યોજનાનો લાભ લઇ B Sc અને  M Sc કરી આજે એક બેંકમાં 19 લાખના વાર્ષિક પેકેજ પર કામ કરી રહી છે.

ચાલો હવે મળીએ સોલાપુરની અંજલિ લોખંડેને, માત્ર પોતાની માતાની આકરી મહેનત અને દૃઢ સંકલ્પ શક્તિ જીવતું જાગતું ઉદાહરણ બની. ટીનના પતરાંના છાપરાં વાળી ઝુંપડીમાં પોતાના મેડલ, ઇનામો વગેરે એક ટોપલીમાં રાખતી હતી, અંજલિ આજે મિકેનીકલ ઇન્જીનીયરીંગમાં સર્વોત્તમ બની પોતાની માતા સાથે નાગપુરમાં રહે છે અને એક મોટી કંપનીમાં કામ કરી રહી છે. અંજલિએ માત્ર પોતાના પરિવારને ગરીબીની જાળથી મુક્ત નથી કર્યું પરંતુ પોતાની માતા દ્વારા તેના માટે કલ્પના કરેલ ભવિષ્ય પ્રમાણે જીવી રહી છે. આ સફળતાનું શ્રેય વિદ્યાર્થી વિકાસ યોજનાને જાય છે.

નાના નાના ગામ, કસ્બા અને ઝુંપડપટ્ટીઓથી મોટી મોટી IT કંપની, મેડીકલ, ઇજનેરી ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરતાં આ બાળકોનું અદભુત પરિવર્તનની યાત્રાનો આધાર કયો? બાળકો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આ વિદ્યાર્થી વિકાસ યોજના શું છે? શું તે જ વિચારો છો ને?

આ કાર્યમાં આરંભથી જોડાયેલા સ્વયસેવક અરુણ કરમાકરજીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010માં સૌથી પહેલા 5 એવા હોનહાર બાળકો જે  પ્રભાવી હોવા છતા પોતાના સપનાઓથી સમજુતી કરી રહ્યાં હોવાથી તેઓ મેડિકલ અથવા ઇજનેરી કૉલેજની ફી ભરવામાં સક્ષમ નહોતાતેમને સહાય આપી. માત્ર ગરીબ જ નહીં મધ્યમવર્ગીય પરિવારોના બાળકોની સાથે પણ આ પ્રમાણે થાય છે. આ પાંચ બાળકોની ફી રવિજીના બેંકના સંપર્કમાં આવેલા કેટલાક દાનદાતાઓએ ભરી. ત્યારથી આ યાત્રા શરુ થઇ. લોકો મળતાં ગયાં કામ વધતું ગયું. વર્ષ 2017માં આ કાર્યને સંસ્થાગત સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી સેવા સહયોગ સંસ્થાસામે આવી.


આજે આ કામ સાથે 80 સેવા કાર્યકર્તાઓ એવા જોડાયેલા છે કે જે આવાં તારલાઓ શોધે છે કે જેમનું ધો 10નું પરિણામ 90% થી વધુ હોય પરંતુ પરિવાર તેમને આગળ ભણાવવા અક્ષમ હોય. પહેલા આ પરિવારોની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરી ધો. 10 અને 12 પછી મનપસંદ શિક્ષણ તેમજ કૉલેજ, હૉસ્ટેલ, તાલીમ વગેરેની ફી 4 વર્ષ માટે સમયસર ભરવામાં આવે છે. અહીં આ વાત સમજવી જોઇએ કે પોતાના બાળકના શિક્ષણ માટે માતા પિતાએ જેટલી આર્થિક વ્યવસ્થા કરી છે અને કોલેજ વગેરેની જેટલી ફી છે તેના તફાવત જેટલી રકમની વ્યવસ્થા વિદ્યાર્થી વિકાસ યોજના પૂરી પાડે છે.

સેવા સહયોગ મુંબઇના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાંથી એક કિશોર મોઘેજીના કહેવા પ્રમાણે વિદ્યાર્થી વિકાસ યોજનામાં અનેક દાનદાતાઓના માધ્યમથી આજે હજારો બાળકોનું માત્ર સુંદર ભવિષ્ય જ આકાર નથી લેતું પરંતુ આગળ વધી એક સુંદર સમાજની રચના થવાનો પ્રારંભ થાય છે. કારણકે આ જ બાળકો જે સમાજના સહયોગથી આગળ વધ્યાં છે તેઓ આજે દાનદાતા પણ બની રહ્યાં છે. તેનું ઝળઝળતું ઉદાહરણ એટલે વૈજ્ઞાનિક સચિન સૂર્યવંશી છે. સચિન આજે ઔષધ નિર્માણ ક્ષેત્રે જાણીતું નામ છે. સચિને આ યોજનાને અંતર્ગત બેંક માંથી 1.4 લાખ રૂ ની લોન લઇ  ભણતા બે બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લઇ બેંકની પૂરી લોન પોતાના પગારમાંથી ભરી છે.

સચિનની જેમ દરેક લાભગ્રાહી બાળકને સમાજનું ઋણ ચુકવવાનો ભાવ જગાડવામાં આવે છે. આજે તેમની સહાય માટે સમાજ તેમની સાથે ઉભો છે, તો ભવિષ્યમાં તેઓ પણ સમાજની આ જ ભૂમિકા નિભાવવા આગળ આવે.


વ્યક્તિની સકારાત્મક વિચારધારા પર ક્યારેય ઉંમર અડચણ રૂપ ન બને. જીવનના પહેલા દાવમાં જ્યાં વ્યક્તિ પોતાના પરિવાર, ઘર, સગા સ્નેહીજનો જવાબદારી નિભાવે છે તે જો મનમાં સંકલ્પ કરી લે કે મારે સમાજ માટે કશુંક કરવું છે તો બીજા દાવમાં કોઇ કષ્ટ આવતું નથી. સમાજ પાસેથી લીધું છે તો તેને પાછું આપવું જ છે. 10 કરોડ રૂપીયાથી 2500 બાળકોનું જીવન શણગારાયું કારણકે જીવનના બીજા દાવ વખતે રવીન્દ્ર કર્વેજી, અરુણ કરમાકરજી, શરદ ગંગલજી, રાજુ હેમબરડેજી અને અભિજીત ફણનીસજી જેવા સક્ષમ, અને અનુભવી કાર્યકરો સમાજ અને દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી ભારતના ભવિષ્યનો લેખ સોનેરી કલમથી લખ્યો છે.

સંપર્ક રવીન્દ્ર કર્વે

મો. નં - 93232 34585

1247 Views
अगली कहानी