सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

હીરલાઓને મળ્યાં ઝવેરી

ઝારખંડ

Play podcast
parivartan-img

તેઓ વર્ગની છેલ્લી પાટલીએ બેસવાવાળા જેમને બૉર્ડ પર લખેલા અક્ષરો સમજાતા નહોતા અને ગણિત એટલે કાળી અંધારી ગુફા. અંગ્રેજી તો માથા પરથી જ નીકળી જાય. ભણતરમાં  કશુંય ઉકાળી ન શકવાના કારણે વર્ગમાં પણ નકામા નઠારા ગણાતા આ વિદ્યાર્થીઓમાં રહેલા હુન્નરને ઓળખી તેઓમાં રહેલી શક્યતાઓના દ્વાર ખોલે છે કલ્પતરુ. ઝારખંડની રાજધાની રાંચીથી 35 કિ.મી દૂર  આવેલ હેચલ પંચાયતમાં એક હેક્ટરમાં  ફેલાયેલ આ તાલિમકેન્દ્ર મેટ્રિક નપાસ યુવાઓના કૌશલ્યવિકાસની તાલિમ દ્વારા સન્માનજનક અને આત્મનિર્ભર જીવન જીવવાની નવી દિશા બતાવે છે.

શિક્ષણ જ યોગ્યતાનો માપદંડ નથી એવા અનોખા વિચારને ક્રિયાન્વયન કરવા સંઘના પૂર્વ ક્ષેત્રના મા. સંઘચાલક અને રાષ્ટ્રીય સેવાભારતીના તત્કાલિન અખિલ ભારતીય અધ્યક્ષ શ્રી સિદ્ધીનાથ સિંહના પ્રયત્નોથી 2009માં શરુ  કરેલ આ શ્રમિકશિલ્પી પ્રશિક્ષણ કેન્દ્રમાં આપવામાં આવતી કૌશલ્ય તાલિમ અને પ્રાત્યક્ષિક જાણકારીએ સેકડો ગ્રામીણ યુવાઓનું જીવન સજાવી દીધું. 

ચાલો મળીએ સોનભદ્ર જીલ્લાના એક નાનકડા ગામ અંતરાના ખેડૂત પુત્ર રામચન્દ્રસિંહને જેમણે ભણવામાં હંમેશા પછ્ડાટ જ ખાધી. હાઇસ્કુલમાં નાપાસ થવાના કારણે ભવિષ્ય અંધકારમય લાગતું હતું તેવામાં કલ્પતરુના સંપર્કમાં આવ્યાં.........અને  તેમનું સંપૂર્ણ જીવન જ બદલાઇ ગયું. ત્યાંથી વેલ્ડીંગ અને મશીન બનાવવાની તાલીમ લેતાં માસ્ટર વેલ્ડર બની દર મહીને ચાલીસેક હજાર કમાવી લે છે. એક સમયે રામચન્દ્રના માતા-પિતાની બધી આશઓ પર પાણી ફરી વળ્યું હતું અને સગાવ્હાલાઓનાં મહેણાં-ટોણાં સાંભળીને જીવન જીવવું કપરું થઇ ગયું હતું. આજે તે તેમના માતા-પિતાના બધાં સપના પૂરાં કરી રહ્યાં છે. 


“અર્ન વ્હાઇલ લર્ન” શીખતાં શીખતાં કમાઓ આ અવધારણા પર કામ કરતા કલ્પતરુમાં ભણતાં ભણતાં તાલિમાર્થીઓ કમાવવાં પણ લાગે છે. તાલિમાર્થીઓ બે વર્ષના અભ્યાસક્રમ માટે વાર્ષિક 15,000 ની ફી કરતાં વધારે શીખતાં શીખતાં જ કમાવી લે છે. આ બધાના કારણે કલ્પતરુને બીજી સંસ્થાઓ કરતાં કેટલીયે વધુ ઉંચાઈએ લઇ જાય છે. 

કલ્પતરુએ નજીકના મુસ્લિમ બહુલ ગામ  હફુઆનું ચિત્ર જ બદલી કાઢ્યું છે. ક્યારેક આ ગામ દાદાગીરી અને વિવાદો માટે જાણીતું હતું, આજે તે ગામનાં યુવકો વિકાસના માર્ગે આગળ વધી ચૂક્યાં છે. કલ્પતરુમાં સંસ્કારિત અને પ્રશિક્ષિત થયેલાં 22 યુવાનો આજે દુબઇ અને સાઉદી અરબમાં વિભિન્ન કંપનીઓમાં નોકરી કરી સારું કમાઇ રહ્યાં છે. 

આલિમ અન્સારી અને તેના જેવા દસ મેટ્રીક નાપાસ યુવાનો જ્યારે કલ્પતરુમાં ફીટરની તાલિમ લીધી ત્યારે તેમને ત્રણ વર્ષનો આ અભ્યાસક્રમ પૂરો કરવાની પણ આશા નહોતી. આજે આલિમ તેના દસ સાથીઓ સાથે ઓમાનની એક ખાનગી કંપનીમાં કામ કરી સારું કમાવે છે. 


જ્યારે આજુબાજુના ગામોમાંથી મેટ્રિક નાપાસ યુવાનો મળતા બંધ થયા, તો ગ્રેજ્યુએટ યુવાનો માટે પણ કલપતરુએ પોતાના દરવાજા ખોલ્યા. એટલું જ નહીં ઇંજિનિયરનું ભણતા વિદ્યાર્થીઓ પણ પ્રાત્યક્ષિક જાણકારી મેળવવા માટે કલ્પતરુમાં આવવા માંડ્યાં. આવો જ એક ઇંજિનિયરનું ભણતો યુવાન આદિત્યસિંહ જે અહીં તાલિમ લેવા આવેલ જે આજે હંમેશા કલ્પતરુનો મહત્વનો હિસ્સો બની ગયો છે. તેના કહેવા પ્રમાણે ભણતર દરમ્યાન જે પ્રત્યક્ષ જ્ઞાનની ત્રુટી હતી તે અહીં આવીને પૂરી થઇ ગઇ. હવે તે વિદ્યાર્થીઓને તાલિમ આપે છે. તેના કહેવા પ્રમાણે ભલે હું વધુ કમાવતો નથી પરંતુ કામનો અહીં કલ્પતરુમાં જે સંતોષ છે તે બીજે ક્યાંય નથી.

ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી કોર્સની સૂચી જોઇએ તો એન.ડી.પી (નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ), ફીટર મોકેનીક, વેલ્ડીંગ, ઇલેક્ટ્રોનિક ફીટીંગ સહિત જેમાંથી રોજગારી મળી શકે તે દરેક પ્રકારના ટ્રેનીંગ પ્રોગ્રામ અહીં ચાલે છે. સાથે સાથે અળસીયા અને કંપોસ્ટ ખાતર બનાવવા, સજીવ ખેતી, ગોમૂત્રથી કીટ નાશક, બળદ ચાલીત ઘંટી અને મશરુમ ઉત્પાદન જેવા અનેક કામો શીખવવામાં આવે છે. સંસ્થાન દ્વારા ગ્રામીણ બહેનોને સીવણ શીખવી તેમના ઉત્પાદનોના વેચાણમાં પણ મદદરૂપ થાય છે. 

સંસ્થાનના પ્રાચાર્ય અને સંઘના સ્વયંસેવક સંજીતજીના બતાવ્યાં પ્રમાણે અહીંથી તાલિમ પામેલા યુવાનોને નોકરી માટે કેટલીય કંપનીઓ સાથે સમજૂતી પણ હોય છે.  તેઓ બતાવે છે કે અહીંથી તાલિમ લીધેલા યુવાનો જીવનભર કલ્પતરુ પરિવારના હિસ્સા બની જાય છે. તેમના કહેવા પ્રમાણે અહીંથી ચાર બેચ તાલિમ લઇને નીકળ્યાં પછી આજુબાજુના ગામોમાં મેટ્રીક નાપાસ વિદ્યાર્થીઓ મળવા બંધ થઇ ગયાં છે. શિક્ષણ જ યોગ્યાતાનું માપદંડ નથી આ આવધારણાથી જન્મેલ કલ્પતરુ આજે અણઘડ યુવાનોને ટપારીને હીરા બનાવી રહ્યું છે, જેને ક્યારેક પોતાના સ્વજનો ખોટા સિક્કા માની તેમના તરફથી નિરાશ હતા. 

સંપર્ક : સંજીતજી

મો. નં. : 5787716257

1018 Views
अगली कहानी