सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

આ આંગણામાં ખીલે છે ફૂલડાંઓ

ડૉ. જનક દવે | મધ્યપ્રદેશ

parivartan-img

ચારેબાજુ રંગ જ રંગ પથરાયેલો છે. પીળો, જાંબુડી, લાલ, લીલો વગેરે. આ રંગોથી તરબોળ હાથોમાં નાનકડી પિચકારીઓ લઇ બાળગોપાલ, જશોદામૈયાઓ સાથે હોળીનો આનંદ ઉઠાવી રહ્યાં હતાં. જાણે લાગી રહ્યું હતું કે જગતની બધી ખુશીઓ આજે માતૃછાયાના આંગણામાં સમેટાઇ ગઇ હતી. તે સમયે આ બાળકો સાથે હોળી મનાવવા આવેલી સેવાભારતીની માતૃમંડળીની બહેનોમાંથી એક બહેનની નજર દરવાજા પાસે પડેલી બીનવારસી બેગ પર પડી. બેગમાં બોમ્બ તો નહીં હોય આ આશંકાના કારણે એક બહેને જીવ જોખમમાં મુકી દોટ મુકી તે બેગ લઇ પરિસરની બહાર નાખવા ગઇ, ત્યાં જ તે બેગમાંથી એક કુમળાં શિશુના રડવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ સૌના પગ જમીનમાં જ ખોડાઇ ગયાં. આ આશંકિત બેગમાં તો કોઇ લાચાર માતાનો કાળજાનો કટકો હતો.

બે દિવસની નાનકડી ઢીંગલીના હાથમાં દૂધની બોટલ હતી. હોળીની ખુશી બેવડાઇ ગઇ, માતૃછાયાના આ અનોખા પરિવારમાં કોઇ નૂતન સદસ્ય જોડાયું. ભોપાલમાં સેવાભારતી દ્વારા ચાલતા નિરાધાર બાળકો માટેના આ શિશુગૃહમાં આવેલી આ ઢીંગલી, જ્યાં તેને નવું જીવન મળવાનું હતું તે સંઘના વરિષ્ઠ પ્રચારક અને સેવાભારતીના જનક સ્વર્ગીય વિષ્ણુજીની પ્રેરણાથી 1997માં શરુ થયેલ આ પ્રકલ્પ મધ્યપ્રદેશનું સર્વપ્રથમ ઇન્ટરનેશનલ એડૉપ્શન સેન્ટર છે. આંકડાકીય માહિતી પ્રમાણે માતૃછાયામાં આવેલા 400 બાળકોમાંથી 350 બાળકો ભારત વિભિન્ન સ્થાનોમાં પોતપોતાના ઘરોમાં સમૃદ્ધ જીવન જીવી રહ્યાં છે. 


અહીંયા દરેક બાળકની ચિંતા કરતી જશોદા મૈયા (આયા)ઓ છે, જે સમર્પિત ભાવથી તેમની દરેક જરૂરતો પૂરી કરે છે. અહીં રહેવાવાળા હોય કે વળી સેવાભારતીની માતૃમંડળીની માતાઓ હોય, બધાં આ બાળકો સાથે કોઇને કોઇ સંબંધની દોરીથી બંધાઇ જાય છે. કોઇ કાકી છે, તો કોઇ ફોઇ તો વળી કોઇ માસી છે. પોતાના જીવનના પંદર વર્ષ આપનાર પાંચખેડે દંપતિ જ્યાં સુધી અહીં રહ્યાં આ બાળકોના માતા-પિતા બની રહ્યાં. 

સુધાતાઈ પાંચખેડેના કહેવા પ્રમાણે તે બન્ને આ બાળકોના મોહમાં એવા બંધાઇ ગયાં હતાં કે કોઇ તેમને દત્તક લેવા આવતા તો તેમના માટે તે પળ ઘણી જ કપરી બની જતી તો વળી તે બાળકને મળનાર સોનેરી જીવન માટેની કલ્પનાનો આનંદ પણ રહેતો અને તેનાથી વિખુટા પડવાના કારણે પાંપણો પલળી જતી. સુધાતાઈ પોતાના સ્મરણો બતાવતા કે ત્રણ વર્ષનો અવિનાશ જ્યારે તેના માતા-પિતા સાથે ઑસ્ટ્રેલિયા જઇ રહ્યો હતો ત્યારે તેને ખુશીનો પાર નહોતો. તેણે પોતાના પહેલેથી શણગારેલા ઓરડાના ફોટા દરેક બાળકોને બતાવતો હતો. આ બાજુ કાવેરીને જ્યારે સ્પેનિશ માતા-પિતાને નમસ્કાર કર્યાં તો તેઓ આશ્ચર્યમાં ગરકાવ થયાં. પાંચ વર્ષની કાવેરીને સ્પેન જવાનું હતું તેના બે મહિના પહેલા સ્પેનિશ શીખવવામાં આવી. વીતેલા સમયના પાના ફેરવતા.... જ્યારે હમીદિયા હોસ્પીટલના કચરાના ડબ્બામાંથી મળેલું બે દિવસનું બાળક એટલે અવિનાશને અહીં માતૃછાયામાં લાવવામાં આવેલ હતો. અધુરામાસે જન્મેલ આ બાળકનો જીવ મહામહેનતે બચાવવામાં આવ્યો હતો. 

મધ્યપ્રદેશનું સૌથી પહેલું એડૉપ્શન સેન્ટર એટલે માતૃછાયા માત્ર એક શિશુઘર નથી પરંતુ એક પરિવાર છે, જ્યાં હિંદુસંસ્કૃતિ પ્રમાણે બાળકના બધાં જ સંસ્કાર પૂર્ણ કરવામાં આવે છે. બાળકના અન્નપ્રશન, કર્ણછેદન, નામકરણ વગેરે સંસ્કાર ધામધૂમથી મનાવવામાં આવે છે.  સૂરક્ષાની દૃષ્ટિએ દરેક જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. માતૃછાયા સમિતિના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય સેવા ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતા જૈનના કહેવા પ્રમાણે અહીંના બાળકોની દરેક જરૂરત પર પૂરું ધ્યાન આપીને તે પૂરી કરવામાં આવે છે.


નાના બાળકોને બન્ને સમયે માલિશ કરવામાં આવે છે અને યોગ્ય પોષક આહાર આપવામાં આવે છે. વળી મોટા બાળકોને ભણવવા એક શિક્ષિકા રાખવામાં આવી છે. સાંજના સમયે ચિત્રકામ, કાર્ડ બનાવવા અને ક્યારેક સંગીત પણ શીખવવામાં આવે છે. અહીં આવતાં અપંગ બાળકોની પણ બધી જરૂરતો પૂરી કરવામાં આવે છે. બાળકોની સાથે તહેવાર મનાવવા સેવાભારતી પરિવાર માતૃછાયાના આંગણામાં આવે છે. મહિનામાં એકવાર બાળકોને ક્યારેક પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ કે મૉલમાં ફરવા લઇ જવાય છે.  

અહીંથી ગયેલા દરેક બાળકનું અનુવર્તન પણ સમિતિના પદાધિકારીઓ કરે છે. જેમનું સૂનું આંગણું આ બાળકના કિલ્લોલથી મહેકી ઉઠે છે તે પરિવાર પણ આપોઆપ માતૃછાયા સાથે એવી રીતે જોડાઇ જાય છે, જાણે તેઓ પણ આ જ પરિવારના છે. બાળકોની દરેક સફળતાનો આનંદ અહીં વહેંચવામાં આવે છે. 

અહીં બહાર લાગેલા પારણામાં દરેક શિશુનું સ્વાગત છે છતાં ના જાણે કેમ કેટલાક લોકો બાળકોને પરિસરની પાસેની ઝાડીમાં, તો ક્યારેક કોઇ બેગમાં નાખીને જતા રહે છે. જેનાથી કેટલીક વાર તે બાળકનો જીવ બચાવવો મુશ્કેલ હોય હોય છે. માતૃછાયા પરિવારની આ સમસ્યા તે સમાજની ખૂબ મોટી અસંગતતા છે.

983 Views
अगली कहानी