नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
દિલ્હી
હકીકતમાં, દિલ્હીની કલંદર કોલોનીનો મસ્ત કલંદર હતો શકીલ. આખો દિવસ તેનું મન માત્ર હંગામો કરવામાં, કૂદકા મારવામાં અને ફરવામાં જ મગ્ન રહેતું. ઘરના વડીલોના તમામ પ્રયત્નો છતાં શિક્ષણ અને શાળા તેના લક્ષ્યમાં જ નહોતાં. ગરીબીમાં જીવતા તેના મહેનતુ પિતા અને માતા આશા રાખતા હતા કે શકીલ ભણી ગણીને તેમની વૃદ્ધાવસ્થાને ટેકો આપશે, પરંતુ હવે તેમને તેના રંગ ઢંગ જોઇને તેમની આશાઓ ડૂબતી દેખાવા માંડી. પછી એવું કંઈક થયું કે; તેની વિખરાયેલી આશાઓને પ્રકાશનું નવું કિરણ મળ્યું. સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ સાથે જોડાયેલા સેવાભારતીના કાર્યકરો તેમની વસાહતમાં પહોંચ્યા, અને તેમની નજર શકીલ પર પડી.
જ્યારે આ ટીમ શકીલના ઘરે પહોંચી અને તેને સંસ્કાર આપવાની અને તાલીમ આપવાની વાત કરી તો શકીલના પિતા તરત જ સંમત થઈ ગયા. બસ પછી શું હતું, શકીલે સેન્ટરમાં જવાનું શરૂ કર્યું અને તરત જ તેણે વીજળીના કામમાં કુશલતા મેળવી લીધી. સંઘના સ્વયંસેવકોના સંપર્કમાં આવીને તેમનામાં સંસ્કૃતિના એવા અંકુર ફૂટ્યા કે તેઓ ક્યારે પોતાના પિતા અને માતાના આજ્ઞાંકિત બની ગયા તેની તેમને પોતે જ ખબર ન પડી. આજે આ વસાહતમાં શકીલના ઈલેક્ટ્રિશિયનના કામની આજે સૌ કોઇ હેરતમાં છે. તે સારા પૈસા કમાય છે અને તેના માતા -પિતા ખૂબ ખુશ છે.
સેવાભારતીએ 1994 માં વિચરતી અને ઉપેક્ષિત જાતીના બાળકો માટે શરૂ કરેલા આ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ દ્વારા શકીલ જેવા હજારો કિશોરોના જીવનને નવી દિશા મળી છે. હવે માત્ર દિલશહા વિહાર બસ્તીના રાજુ દુબેને જ લો, આ કિશોરે પોતે આ વિસ્તારમાં ચાલતા કેન્દ્રમાં જવાનું શરૂ કર્યું અને ત્યાં દિલથી કોમ્પ્યુટરની તાલીમ લીધી. આજે આ ઉત્સાહી યુવાને બી.કોમ.ના બીજા વર્ષના અભ્યાસની સાથે પ્રોજેક્ટર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને યોગ્ય પૈસા કમાવવાનું શરૂ કર્યું છે. એ જ રીતે વિચરતું જીવન પાછળ છોડી સંતોષે કેન્દ્રમાંથી સ્વાવલંબનની પ્રેરણાથી વાસણોની ફેરીના વ્યવસાયમાં જોડાઈને સારી કમાણી શરૂ કરી છે. તે ઈચ્છે છે કે તેની પત્ની પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ કામ કરે.
સેવાના વિચારમાંથી અંકુરિત થયેલો આ પ્રોજેક્ટ આજે સ્વયંસેવકોના અથાક પ્રયાસોથી વિકસીને એક વિશાળ વટવૃક્ષ બની ગયો છે, જેની છાયામાં હજારો કિશોરોના જીવન સંસ્કારની સુવાસથી તરબતર થઇ રહ્યાં છે. શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, પરંતુ બાળકોમાં અદભૂત પરિવર્તન જોઈને ઘણાં પરિવારો જોડાઈ ગયા. આજે આ પ્રોજેક્ટમાં એક હજારથી વધુ બાળકોએ તાલીમ લીધી છે, સેવાભારતી દિલ્હીના વરિષ્ઠ કાર્યકર જ્ઞાનપ્રકાશજીનું કહેવું છે કે જ્યાં સુધી વિચરતી અને ઉપેક્ષિત બાળકોને શિક્ષણ નહીં અપાય ત્યાં સુધી દેશના સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં.
સેવા ભારતીનું આ સેવા કાર્ય દિલ્હીની ઝૂંપડપટ્ટીઓની સાંકડી ગલીઓમાં ઘણા ભટકેલા કિશોરોને નકામા, સુસ્ત અને અપરાધી જીવનના અંધકારમાંથી બહાર કાઢી આત્મનિર્ભરતાની નવીન ઊર્જા ભરે છે. તાલિમની સાથે સાથે સંસ્કાર આપવાના કારણે સારા મનુષ્યતો બનાવે જ છે, ઉપરાંત ભટકતા રહેવાના કારણે અપરાધી બનતા અટકાવી સમાજને ચિંતા મુક્ત કરે છે.
સંપર્ક- રામ કુમારજી
મોબાઈલ નંબર- 9312936897
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।