नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
મહારાષ્ટ્ર
ફોન પર સ્પષ્ટ સંભળાતું નહોતું અને વળી કૃષ્ણા મહાદિક આ બંગાળી બાબુને ઓળખી પણ શક્યા નહી. તેઓ મુંઝવણમાં હતા કે સિલીગુડીથી વિકાસ ચક્રવર્તી પોતાના બેટાના લગ્નમાં તેમને વિમાનની ટીકીટ કેમ મોકલી? વાત 20 વર્ષ જુની હતી કે જ્યારે ચક્રવર્તીજી પોતાના બેટાને એક અસાધ્ય રોગની સારવાર ટાટા મેમોરિયલ હોસ્પીટલ મુંબઇ આવ્યા હતા ત્યારે આખું પરિવાર નાના પાલકર સ્મૃતિ સમિતિના રુગ્ણ સેવા સદનમાં રોકાયા હતા. તે સમયે સમિતિના મુખ્ય વ્યવસ્થાપક સંઘના સ્વયંસેવક કૃષ્ણા મહાદિક હતા, અહીયા આવતા સેંકડો પરિવારોની જેમ આ મધ્યમવર્ગીય બંગાળી પરિવારને રહેવા ખાવાની લગભગ મફત વ્યવસ્થાની સાથે સાથે દરેક પ્રકારની મદદ મળી હતી. આ 5 વર્ષના બાળક વિદુરનને સીવીયર બ્લડ કેન્સર હતું. આ રોગમાં લાખોમાંથી કોઇ એક વ્યક્તિ જીવિત રહી શકતો હતો. આ રોગમાં બોનમેરો ટ્રાંસ્પ્લાન્ટેશનની જરુરત પડે છે.
તે સમયે (1997માં) ડૉક્ટરોએ 13 લાખ રુપયાનો ખર્ચ બતાવ્યો હતો, જેની વ્યવસ્થા ચક્રવર્તી પરિવાર પોતાની જાતને વેચીને પણ કરી શકે તેમ નહતા. ત્યારે મુંબઇની નાના પાલકર સ્મૃતિ સમિતિએ આ પરિવારની સહાયતા કરવાનું બીડૂં ઝડપ્યું. આજે વિદુરન IIT ઇંજિનિયરિંગ બન્યા પછી પોતાના કૃષ્ણા કાકાને કેવી રીતે ભૂલી શકે? વિકાસ ચક્રીવર્તીજીએ તેના લગ્નની પ્રથમ પત્રિકા ઈશ્વર સમક્ષ મુકવાના બદલે સમિતિના કાર્યકર્તાઓને મોકલી. વિદુરન જેવા કેટલાય રોગી જ્યારે કેન્સર જેવી અસાધ્ય વ્યાધીની સારવાર માટે ટાટા મેમોરિયલ હોસ્પીટલમાં આવે છે અને નાના પાલકર રુગ્ણ સેવા સદન તેમના માટે ઘર અને સ્વજનોની ભૂમિકા ભજવે છે.
અહીં રોગીઓ અને તેના પરિજનો માટે 5 રુપીયામાં નાસ્તો અને 10 રુપિયામાં ભોજન અને રહેવાની વ્યવસ્થા 1 મહિના માટે તદ્દન મફત. 1968માં કેટલાક ઓરડાઓમાં શરુ કરેલ આ સમિતિ આજે 10 માળના મકાનમાં ચાલતું રુગ્ણ સેવા સદન જેમાં ડાયાલિસિસ પેથોલોજી લેબ, 14 ડાયાલિસિસ મશીન, ક્ષય રોગ સારવાર કેન્દ્ર, એમ્બ્યુલંસ સર્વિસ અને ચિકિત્સા કેન્દ્ર અને યોગ પ્રશિક્ષણનું સફળ સંચાલન સુધી પહોંચી છે. પોતાના માતાપિતાના એક માત્ર સંતાન વિદુરન જ્યારે અહીં પહોંચ્યો, ત્યારે તેની સારવાર માટે ડૉક્ટરોની એક જ શરત હતી કે, બોનમેરો ટ્રાંસપ્લાન્ટ માત્ર સગા ભાઇ બહેનનું જ કરી શકાય. ત્યારે વિદુરનની માતા માટે સમિતિનું ભવન પીયર બની ગયું હતું, જ્યાં 9 મહિના રહી સ્વ. નાના પાલકર જી વિદુરનની સારવાર પણ ચાલતી અને તેની બહેને જન્મ લીધો.
હવે સારવારના ખર્ચની વ્યવસ્થા એક સમસ્યા હતી જેમાં કેટલાક દાતાઓના મધ્યમથી 2 લાખ રુપયાની મદદ મળી અને 4 લાખ રુપયાની મદદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી એ કરી. આજે બંગ્લુરુમાં એસેંચર કંપનીમાં સૉફ્ટ્વેર ઇંજિનિયર વિદુરન ચક્રવર્તી અમેરિકન મેડીકલ સાયન્સમાં એક એવા કેસના સ્વરૂપે ભણાવવામાં આવે છે, જેમાં મેડિકલ સાયન્સે એક ચમત્કાર જ કર્યો હતો. વિકાસની માનીએ તો આ બધુ ટાટા મેટોરિયલ હોસ્પીટલના ડૉક્ટરોની મહેનત અને સમિતિના કાર્યકર્તાઓના સ્નેહ અને અશીર્વાદના કારણે શક્ય બન્યું છે. આપને આવી કેટલીય ભાવુક કથાઓ સમિતિના રુગ્ણ સેવાસદનમાં તરતી મળી જશે. સંઘના પ્રચારક સ્વર્ગીય નાના પાલકરજીની સ્મૃતિમાં સ્થપાયેલું રુગ્ણ સેવા સદન રોગીઓ અને તેમના સ્વજનો માટે ઈશ્વરનું ઘર છે.
2004 થી 2017 સુધી ડાયાલિસિસ માટે 110000 લાભાંવિત થયા છે. ડાયાલિસિસની કુલ કિંમત માત્ર 350 /- રુપીયા છે, જ્યારે અન્ય સ્થાનો પર આ કિંમત હજારો રુપીયા છે. સમિતિ દર મહિને લગભગ 6 લાખ 50 હજાર રુપીયા જુદી જુદી હોસ્પીટલોમાં દાખલ દર્દીઓનું ઑપરેશન વગેરેની મદદ પર ખર્ચ કરે છે. વાડીયા હોસ્પીટલમાં પ્રસુતા માતાઓનું મફત ભોજન વિતરણ કરવામાં આવે છે. સમિતિનું લક્ષ્ય મુંબઇમાં એક પણ રોગીને બહાર ખુલામાં સુવું ન પડે,એવી વ્યવસ્થા બનાવવાની છે.
સંપર્ક : કૃષ્ણા મહાદિક
મોબાઇલ નંબર – 9969612553
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।