नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
મધ્યપ્રદેશ
નિયતિનો એક ....માત્ર... એક ઝટકો માણસનું બધું જ ધનોત પનોત કરી નાખે છે. આવો જ કાંઇક ખેલ નિયતિએ ભોપાલમાં ખેલ્યો. પાઇ પાઇ જોડીને વસાવેલી ઘર ગૃહસ્થી એક જ પળમાં ભસ્મ થઇ ગઇ. .... 9 એપ્રિલ 2018ના બળતી બપોરના 12 વાગ્યે ભોપાલના શ્રીમંત વિસ્તાર સાકેત નગરને લાગેલી ઝુંપડપટ્ટીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી લાગેલી ભયાનક આગના કારણે જ્યારે ત્યાં રહેતા લાચાર લોકોના નાના સપનાઓ રાખના ઢગલામાં ફેરવાઇ રહ્યાં હતાં કેટલાક નવજુવાનોનું એક દળ દેવદૂતોની જેમ પ્રગટ થયું.
હવે નિર્મમ નિયતિ અને લાચાર લોકોની વચ્ચે કોઇ દિવાલ બની ઉભું હતું તો તે હતો આ ખાખી નિકરધારી નવજુવાન ગણવેશધારી સ્વયંસેવક જેમણે પોતાના સાહસ અને સેવાભાવથી આ વસાહત પડેલી નિયતિની તીરછી નજરની અસર ઘટાડવાનો શક્ય દરેક પ્રયાસ કર્યા.
કોઇ સ્વયંસેવક બસ્તીવાળાઓનો સામાન આગથી બચાવી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હતા, તો કોઇ તંબુની વ્યવસ્થામાં લાગી ગયા હતા. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના સાકેત નગરમાં 25 વર્ષોથી વસેલી આ ઝુંપડપટ્ટીમાં લાગેલી આ ભીષણ આગમાં કુલ 31 ઝુંપડીઓ બળીને રાખ થઇ ગઇ હતી. પીડિતોની મદદ માટે સૌથી પહેલા પહોંચેલા સ્વયંસેવકોએ આગ લાગ્યાના થોડાક જ કલાકમાં જરૂરિયાતના બધા કપડાં અને સાંજના ભોજનની વ્યવસ્થા કરી. ભોપાલના વિભાગ બૌદ્ધિક પ્રમુખ નિતિનજી કેકરેના જણાવ્યા પ્રમાણે વહીવટી તંત્રથી માંડી મંદિર સમિતિઓ સુધી સ્વયંસેવકોએ વાતચીત કરી થોડાકજ કલાકોમાં દરેક પ્રકારની સહાયતા મેળવી લીધી.
25 વર્ષોથી આ ઝુંપડપટ્ટીમાં રહેતી ઘર ઘર જઇ વાસણ વાસીંદુ કરનાર શાંતિબાઇની વ્યથા આંસુઓની સાથે જાણે ફૂટી પડે છે. તે બતાવે છે કે, તે તો માથે હાથ મૂકી નિયતિને ભાંડી રહ્યા હતા, પરંતુ આ જુવાનોએ તેમને ધીરજ આપી અને બે દિવસથી રાત દિવસ એક કરી દરેક પ્રકારની જરૂરિયાત પૂરી કરવા લાગી ગયાં. સૌથી પહેલા પહોંચનાર આશ્વિની ચઢાર, ગૌરવ શુક્લા, કાર્તિક વર્મા, આશુતોષ નામદેવ અને અતુલ વિશ્વકર્માએ પહેલે દિવસે હોટલથી અને બીજે દિવસે ઝુંપડપટ્ટીને લાગેલા સેક્ટર 2 એ ના 150 પરિવારોથી ભોજન એકઠું કરી વહેંચ્યું. આ નવજુવાનોએ યોગ્ય વ્યવસ્થા માટે મંદિર સમિતિઓ અને સેવાભારતીના કાર્યકર્તાઓ પાસે મદદ માંગી.
સેવાભારતી માતૃમંડળની બહેનોએ પરીક્ષા આપતા બાળકો માટે પુસ્તકો અને જરૂરી સામાન એકત્ર કર્યાં અને ભણવા માટે મંદિરોના ઓરડા ખોલાવ્યા. આગ લાગવાના 24 કલાકમાં સેવાભારતીના ફરતા દવાખાનાના ડૉ. દિનેશ શર્મા અને ડૉ. રામ અવતાર યાદવે બસ્તીના લોકોને મેડિકલ તપાસણી કરી જરૂરી દવાઓ આપી. હવે આ પીડિત પરિવારોને સરકારે એક બહુમાળી ભવનમાં ખસેડ્યાં છે. મદદ કરવાવાળી કેટલીએ સંસ્થાઓ પણ લાગી ગઇ અને સેવાભારતી સાકેત મંડલના બધી બહેનો અને પુરુષોએ સ્વયંસેવકોના સહયોગથી બધાની સાથે સમન્વય કરી સાચાં પીડિતોને જરૂરત પ્રમાણે બધી વસ્તુઓ પહોંચાડવાની જવાબદારી લીધી.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।