सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

દરેક કષ્ટોના સાથી

પરેશભાઈ રાજગોર | મહારાષ્ટ્ર

parivartan-img

કોરોના કાળમાં દરેક પગ પર સમાજની સામે કષ્ટો ઉભા છે. કોવીડ-19 સંક્રમિત રોગીઓના અંતિમ સંસ્કાર હોય કે પરિવારોની ભોજન વ્યવસ્થા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ખૂટી રહેલા શ્વાસ પૂરવા ઑક્સિજનની વ્યવસ્થાની દોડધામ કે સરકારી હોસ્પીટલોની આજુબાજુ ભટકતા રોગીના સ્વજનોની ભૂખ અને લાચારી અને દરેક કષ્ટદાયી ઘડીમાં સમાજની સાથે ખડેપગે મળી રહ્યા છે. 

ચાલો વાત કરીએ આકાશની, જે ઝારખંડના જમશેદપુરથી 126 કિલોમીટર દૂર રાંચીની સૌથી મોટી સરકારી હોસ્પીટલ રીમ્સમાં ગંભીર રૂપથી કોરોના પીડિત પિતા સુબોધ શર્માને દાખલ કરાવવા આવ્યા હતા. ભોજન માટે લાવેલ સત્તુ અને બ્રેડ ખતમ  થવાના ભોજનની તપાસમાં રાંચીની શેરીઓમાં ભટકી રહ્યા હતા. ત્યારે તેમણે રાંચી મહાનગરની સંઘની હેલ્પલાઇનની મદદ માંગી.


22 એપ્રિલ 2021થી રાંચીમાં લૉકડાઉન લાગી ગયું હતું. બપોરના 2.00 કલાક પછી કોઇ દુકાન કે ભોજનાલય ચાલુ નહતું. રોગીઓના સ્વજન રાત્રે ભોજન કેવી રીતે કરે? જ્યારે આ આપત્તિ રાંચીના વિભાગ સેવાપ્રમુખ કન્હૈયાલાલજીની જાણકારીમાં આવી, તો આકાશની સાથે બીજા રોગીઓ અને તેના પરિજનોમાં વ્હેંચવાનું ચાલું કર્યું. સ્વયંસેવકોએ પ્રતિદિન 150 થી 200 ભોજન પેકેટ રોગીઓ અને તેમના સ્વજનોને વ્હેંચવાનું શરું કર્યું. આ જ પ્રમાણે રાજૌરી (જમ્મુ-કાશ્મીર) કિશ્તવાડ, ડોડા અને બિલ્લવાડમાં સ્વયંસેવકો દ્વારા હોસ્પીટલની બહાર પ્રતિદિન ભોજન પેકેટ વિતરણ કર્યાં.


આખા દેશમાં ખૂટતાં શ્વાસ પૂરવા ઑક્સિજન સિલિન્ડર પામવા માટે સંઘર્ષ કરતા લોકોની કેટલીય કહાણીઓ આપણે બધાએ સાંભળી છે. 27 એપ્રિલ 2021ની રાત્રે 9.00 કલાકે રાષ્ટ્રીય સેવા ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ પન્નાલાલજી ભંસાલીની પાસે કોલકાતાના રહિતિરાયનો ફોન આવ્યો તે પોતાની નાની બહેન મહુઆનું જીવન બચાવવા કરગરી રહી હતી. બહેન, બનેવી અને નાનકડી બાળકી કોરોના સંક્રમિત હતાં. આ સમયે દિલ્હીમાં ઑક્સિજન સિલિન્ડરોની અછતના કારણે કેટલાય જીવ જતા રહ્યા હતા. સેવાભારતીના કાર્યક્રતાઓએ 2 કલાકના સમયગાળામાં કાલકાજીમાં આવેલા તેમના ઘરે સિલિન્ડર પહોંચાડી દીધો.


આ જ સિલિન્ડરના સહારે રાત વીતી અને પછી 15 દિવસ હોસ્પીટલમાં મૃત્યુ સામે લડી  મહુઆ પોતાની નાનકડી બાળકી પાસે સ્વસ્થ પાછી આવી. આ સંક્રામક રોગમાં જ્યારે બધાં સંબંધો પોલા દેખાઇ આવતા, ત્યારે ત્યાં કેટલાક દેશભક્ત યુવાનોનો ઉત્સાહ વાસ્તવમાં વંદનીય છે. કેરલના કોથમંગલમમાં સડકના કિનારે શરદી ખાંસીથી એક વૃદ્ધ કણસી રહ્યા હતા (કદાચ તેના કોઇ સ્વજને તેમને મરવા માટે છોડી દીધા હશે). ત્યારે સેવાભારતીના કાર્યકર્તા પુથેન પુરુક્કલ તેના સહયોગીઓની સાથે સંગઠન દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સમાં તેમને તાલુકા હોસ્પીટલ લઇ ગયા. ત્યાં તેમનો ટેસ્ટ રીપોર્ટ પોજીટીવ આવ્યો અને તેમની સારવાર થવા સુધી સંભાળ લીધી. જ્યારે કોવીડના રોગીઓની સારસંભાળ લેવા વાળા કોઇ ન હોય, ત્યારે ઘાયલ લોકોની કોણ સારસંભાળ રાખે? રામગઢ ન્યુ બસસ્ટેન્ડના રૈન બસેરાની પાસે ઘાયલ મજૂર સંતોષ પર સંઘના સ્વયંસેવકોની નજર પડી  જેમણે તેને હોસ્પીટલમાં દાખલ કરાવી, સારવાર કરાવી અને સાજા થાય ત્યાં સુધી સારસંભાળ કરી.


રાષ્ટ્રીય સેવા ભારતીના સંગઠન મંત્રીએ બતાવ્યું કે આખા દેશમાં 303 એમ્બ્યુલન્સ, 1242 પરામર્શ કેન્દ્ર, 3770 હેલ્પલાઇન, 2904 રસીકરણ કેન્દ્ર સિવાય સેવા ભારતી 287 શહેરોમાં કોવીડ કેર  આઇસોલેશન કેન્દ્ર ચલાવે છે. એટલું જ નહીં  ઉકાળા વિતરણ, પ્લાજ્મા ડોનેશન અને કોવીડ રોગીઓના અંતિમ સંસ્કારમાં મદદની સાથે 24 કલાક ડૉક્ટરની હેલ્પલાઈન ચલાવવામાં આવી રહી છે. આ સત્યને કદાચ જ નકારી શકાય કે આ લહેરમાં શહેરો કરતા ગામડાઓ વધારે અસરગ્રસ્ત હતાં. આથી દેશભરમાં અનેક સ્થાનો પર સ્વયંસેવકોએ પી.પી.ઈ કીટ  પહેરી ગામોમાં ગયાં. ભોપાલના વિભાગ પ્રચારક શ્રવણજીના જણાવ્યાં પ્રમાણે જીતેન્દ્ર પટેલ, પ્રવિણસિંહ દિખિત, હરીશ શર્મા, શૈલેન્દ્ર, પ્રસન્નજીત સહિત 24 યુવા સ્વયંસેવક પ્રશિક્ષણ લઇ પી.પી.ઈ કીટ  પહેરી આસપાસના ગામોમાં સ્ક્રીનિંગ અને આર ટી પી સી આર ટેસ્ટ કરી રહ્યા છે. પંદર દિવસ સતત ચાલુ રહેલા અભિયાનમાં અત્યાર સુધી 12 ગામ 30 સેવાબસ્તી અને આઠ કૉલોનીમાં 5000થી વધુ લોકોની સ્ક્રીનિંગ થઇ ચુકી છે.

1271 Views
अगली कहानी