सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

ગુજરાતની બહાદુર દીકરીઓ

ડૉ. પારુલ ભટ્ટ મહેતા | ગુજરાત

parivartan-img

જીવન ક્ષણભંગુર છે અને મૃત્યુ એ શાશ્વત સત્ય છે.  આનો અહેસાસ મનુષ્યને સૌથી વધુ સ્મશાન ભૂમિ પર થાય છે.  થોડા સમય પહેલા જે વ્યક્તિ આપણા બધાની વચ્ચે હતી તેને સળગતી ચિતામાં સોંપવું કેટલું મુશ્કેલ છે!! સ્ત્રીનો કોમળ સ્વભાવ આ દુઃખ સહન કરી ન શકે આથી જ હિન્દુ સંસ્કૃતિમાં દીકરીઓ સ્મશાન ગૃહ જતી નથી. તે જ સમયે, કેટલીક દીકરીઓ એવી છે જેમણે કોરોનાના સમયગાળા દરમિયાન પોતે આગળ આવીને  મૃતદેહોના અગ્નિસંસ્કારની જવાબદારી  લીધી હતી. આજની આ કથામાં અમે તમને "રાષ્ટ્ર સેવિકા સમિતિ"ની એવી સેવિકાઓનો પરિચય કરાવીશું.

વાત  એપ્રિલ 2021 ની  છે, જ્યારે કોવિડના બીજા તરંગને કારણે હોબાળો થયો હતો.  સંક્રમણના ડરને કારણે લોકો ભયભીત બની ઘરોમાં સંતાઈને બેસી ગયા હતા. જે કોરોના પોઝિટિવ હતા તેઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે  પોતાના સ્વજનો પણ તૈયાર ન હતા.  આવા વાતાવરણમાં ગુજરાત કચ્છના સુખપુર ગામની રાષ્ટ્ર સેવિકા સમિતિની હિના વેલાણી, રિંકુ વેકરિયા, સુમિતા ભુડિયા, તુલસી વેલાણી સહિતની 10 બહેનોએ અદભુત હિંમત બતાવીને સ્મશાન ઘાટની સફાઈ કરી, અંતિમ સંસ્કાર માટે ચિતા તૈયાર કરવી અને પી.પી.ઇ.  કીટ પહેરીને અંતિમ વિદાય આપવા સુધીની કામગીરી ખૂબ જ સારી રીતે નિભાવી હતી.


 આ પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે 15મી એપ્રિલ 2021ની સાંજે ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સંઘના સ્વયંસેવક રામજી વેલાણીને સ્વયંસેવકોની મદદ માટે ફોન કર્યોભુજની સરકારી હોસ્પિટલમાં જેમના અંતિમ સંસ્કાર માટે પરિવારજનોએ મોં ફેરવી લીધું હતું વળી સરકારી કર્મચારી પણ પૂરતા પ્રમાણમાં ન હતા આથી અંતિમ વિદાયની રાહ જોઈ રહેલા મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ શકે . આ વિકટ પરિસ્થિતિ જોઈને સંઘના કાર્યકરોએ સાથે મળીને આ કાર્ય માટે પુરૂષ સ્વયંસેવકોની ટીમ બનાવી અને તેમની પુત્રી હિનાએ પણ આમાં સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી, હીના આવું કઠિન  કાર્ય કરી શકશે કે કેમ એ બાબત પિતા થોડા  શંકામાં હતા પરંતુ એમની શંકા ખોટી સાબિત થઈ, હીનાની સાથે સાથે રાષ્ટ્ર સેવિકા સમિતિની અન્ય નવ બહેનો પણ આ કામમાં જોડાઈ ગઈ.

સૌરાષ્ટ્ર પ્રાંતની રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રાંત પ્રચાર પ્રમુખ હિના દીદી પોતાનો અનુભવ શેર કરતાં જણાવે છે કે, અમે 3-3ના જૂથમાં કામ કરતા હતા. સ્મશાન ભૂમિની નિયમિત સફાઈથી લઈને સખત ગરમીમાં PPE   કીટ પહેરીને અંતિમ સંસ્કાર કરવામાં અમે સહેજ પણ તકલીફ ન અનુભવી. ગામના લોકોએ પણ પૂરો સહકાર આપ્યો, જેમના ઘરમાં લાકડા હતા તેમણે લાકડું આપ્યું, ક્યાંકથી ઘી આવ્યું અને ક્યાંકથી કપૂર.



લોકડાઉનનો સમય હતો, ભુજની હોસ્પિટલ અને આસપાસના ગામોના તમામ મૃતદેહોના અંતિમ સંસ્કાર અમારા ગામ સુખપરના ઘાટ પર થતા હતા. લગભગ 45 દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં, 450 થી વધુ મૃતદેહોને સન્માન પૂર્વક અંતિમ વિદાય  સ્વયંસેવકોના સમૂહ અને સમિતિની બહેનો દ્વારા સાથે મળીને આપવામાં આવી હતી.*

જ્યારે કામ ધીમે ધીમે આગળ વધ્યું ત્યારે ઘણા યુવાનો આ કાર્યમાં જોડાયા અને અગ્નિદાહની કામગીરી સંભાળી, ત્યારબાદ કમિટીની આ બહેનોએ માતા અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું અને ક્વોરેન્ટાઈનમાં લોકોના ટિફિનની જવાબદારી સંભાળી લીધી. સાથે લોકડાઉનમાં સેનિટાઈઝર, સિલાઈ મશીન વડે માસ્ક બનાવી ઘરે-ઘરે વહેંચવા, એકલા નિ:સહાય વૃદ્ધોના ઘરે  ફળો તેમજ ખાવા-પીવાની  વસ્તુઓ, દવા પહોંચાડવી, પોલીસથી લઈને સમગ્ર તંત્રને તમામ પ્રકારનો સહકાર આપવાથી માંડીને એવી કોઈ સેવા નહોતી  જે કોરોનાકાળ દરમિયાન આ બહેનોએ કરી ન હોય.

 જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ બધું કેવી રીતે કરી શક્યા તો તેમનો એક જ જવાબ હતો કે સંઘના પારિવારિક સંસ્કારો અને સમિતિના પ્રશિક્ષણ વર્ગોને કારણે બધું શક્ય છે.  તેથી જ કહેવાય છે કે "સંઘે શક્તિ કલૌ યુગે".

583 Views
अगली कहानी