सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

વૈદેહી આશ્રમ જ્યાં નાની દીકરીઓને લાગે છે પાંખો

નીરજ પટેલ | ભાગ્યનગર | તેલંગાણા

parivartan-img

ભારતી પોતાના જીવનની આ ઘડી કેવી રીતે ભૂલી શકે કે જ્યારે એક માર્ગ દુર્ઘટનામાં તેના માતાપિતાને તેણે ગુમાવ્યાં હોય અને તેનો  ડાબો પગ અને જમણો હાથ તેના જીવનને અધુરું કરી જતા રહ્યાં હોય? માત્ર 6 વર્ષની આયુમાં ભારતી માટે ભાગ્યના બધાં જ બારણાં વસાઇ ગયાં હતાં. ચારે તરફ માત્ર અંધકાર જ હતું ત્યાં ઈશ્વરના પ્રકાશનું એક કિરણ માર્ગ દેખાડી જ દે છે. ભારતી બી.કોમ અને કોમ્પ્યુટર સાયન્સ ભણતી ભણતી પ્રેરણા આપે છે કે વિપરીત પરિસ્થિતિઓ કેટલી પણ બળવાન હોય તો પણ આપના જીવનને પોષણ કરતું હકારાત્મક માર્ગદર્શન આપની હારને જીતમાં પલટી નાખે છે.    

ભારતીના જીવનને નવી દિશા, આત્મવિશ્વાસ અને જીવનનો આધાર આપનાર બીજું કોઇ નહી પરંતુ વૈદેહી આશ્રમ, ભાગ્યનગરજ છે. વૈદેહી આશ્રમ માત્ર ત્રણ છોકરીઓથી શરુ કરવામાં આવ્યું. આજે આ આશ્રમ અનેક અનાથ અને કાળની પછ્ડાટ ખાધેલી 205 થી વધુ માસુમ બાળકીઓને માત્ર સહારો જ નહી પરંતુ તેને હર્યાભર્યા પરિવારનો આનંદ, ઉત્સાહ અને જીવનનો ઉત્સવ મનાવવાની તક આપે છે. 

સંઘના સ્વયંસેવક અને વૈદેહી સમિતિના સચિવ શ્રી બાલકૃષ્ણ કહે છે કે શ્રી પી વી દેશમુખજી ના માર્ગદર્શન દ્વારા મહિલાઓ અને બાળકોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૈદેહી સમિતિની શરુઆત 1993માં ભાગ્યનગર(હૈદરાબાદ)માં સેવાભારતીના એક એકમ તરીકે થઇ. વર્ષ 1999માં શ્રી સૂર્યનારાયણ રાવ સંઘના તત્કાલીન અખિલ ભારતીય સેવા પ્રમુખ દ્વારા વૈદેહી સેવા સમિતિ માટે નવિન ભવનની આધાર શિલા રાખવામાં આવી. આ આશ્રમના નવા ભવનનું ઉદઘાટન પ.પૂ સરસંઘચાલક રાષ્ટ્રીય સ્વય%સેવક સંઘ, શ્રી મોહનરાવજી ભગવત દ્વારા વર્ષ 2000 માં થયું 


આ આશ્રમમાં રહી ભણી પોતાન લગ્ન પછી આનંદમય જીવન જીવતી ઉમાદેવી કહે છે કે, “હું બહુ ભાગ્યશાળી છું કે મારું લાલંપાલન વૈદેહી આશ્રમમાં થયું છે. મારો 5 વર્ષનો પુત્ર વિદ્યાલયની પ્રતિયોગિતામાં સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકા ભજવતા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જેનું સમગ્ર શ્રેય વૈદેહી આશ્રમને જાય છે, કારણકે અહીં બાળપણથી જ મને પણ નૃત્ય, સંગીત, નાટ્ય, કલા કરાટે અને રમત-ગમત જેવી અનેક પ્રવૃત્તિઓમાંથી મને જે શીખવા મળ્યું છે, તેનો લાભ મારા ત્રણેય બાળકોને મળે છે”.

માતાપિતાના અવસાન પછી કુમારી પી રંગમ્માને પણ ક્યાં ખબર હતી હસ્તકળા પેપર ક્વિલિંગ અને મોતીઓના ઘરેણાંની પ્રશંસા છેક લંડનની ગલીઓમાં પણ થશે. રંગમ્મા આજે આ જ આશ્રમમાં પોતાની નાની બહેનોને યોગ, કરાટે, નૃત્ય, ગાયન, હસ્તકલા જેવાં બધાં  આયામોનું શિક્ષણ પણ આપે છે.

શરુઆતથી જ આ આશ્રમની સારસંભાળ અને દીકરીઓને પોતાનો સ્નેહ અને માર્ગદર્શના આપતા અને દરેક પ્રવૃત્તિમાં સહારો બનતા વૈદેહી આશ્રમના અધ્યક્ષા એમ સીતાકુમારીજી ઘણાં જ આનંદ સાથે બતાવે છે કે, “પ્રત્યેક વર્ષ વૈદેહી આશ્રમના પ્રાંગણમાં વિવાહ કે કોઇ ઉત્સવનું આયોજન થાય ત્યારે અમારી આ દીકરીઓ અને પરિવાર જનોને આમંત્રિત કરવામાં આવે છે. દીકરીઓની સાથે તેઓના બાળકો પણ અહીં આવે છે અને દોહિત્રો સાથે મોટા પરિવારના આનંદથી આ પ્રાંગણ ખીલી ઉઠે છે”.

કોરોના મહામારીના કાળમાં પણ બાળકીઓએ પોતાની વિશિષ્ટ ભૂમિકા ભજવતાં હેલ્પલાઇન સેન્ટર પણ ચલાવ્યું.


બાળકીઓ માટે વૈદેહી આશ્રમ હવે પોતાનું ઘર બની ગયું છે. અહીં 6 થી 10 વર્ષની જેના કોઇ વાલી વારસ નથી તેવી બાળકીઓને દત્તક લેવાય છે. આશ્રમ વ્યવસ્થા તંત્ર તેના માતાપિતાની પૂરી જવાબદારી નીભાવી તેનું પાલન પોષણ કરતાં કરતાં ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર, જીવનની કુશળતાનો અને વ્યક્તિત્વ વિકાસની બધી જવાબદારી ઉઠાવતા ઉઠાવતા સમાજમાં એક આદર્શ અને પ્રેરણાદાયી વ્યક્તિમત્વ નિર્માણનું લક્ષ્ય લઇ કામ કરવામાં આવે છે. ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે ધો. 10 સુધી શ્રી સરસ્વતી શિશુમંદિર માધ્યમિક શાળામાં ભણે છે. અહીં આ બાળકીઓને રમત-ગમત, વિજ્ઞાન મેળા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રભાવના જાગરણની સાથે ઉચ્ચ શિક્ષણ મળ્યાબાદ તેમના લગ્ન સુધીની સંપૂર્ણ જવાબદારી વૈદેહી આશ્રમ નિભાવે છે. વર્તમાનમાં આ આશ્રમની 21 દીકરીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કરી નોકરી કરી રહી છે. વર્ષ 2021 સુધી 45 દીકરીઓના લગ્નમાં વૈદેહી આશ્રમે માતાપિતાની દરેક કર્તવ્ય નિભાવ્યું. આજે આ દીકરીઓનું પિયર આ જ આશ્રમ છે.

જ્યાં એક તરફ સમાજમાં દીકરી હોવું જ પોતાની રીતે સંઘર્ષ અને પડકારોની યાત્રા છે તો બીજી તરફ વૈદેહી આશ્રમ બળબળતા તડકામાં કોઇ એક વિશાળ વૃક્ષનો અનુભવ કરાવે છે, જે આ નાની બાળકીઓને બધી કળાઓમાં નિપુણ કરી ખુલ્લા ગગનમાં ઉડવાની હામ અને આત્મવિશ્વાસ ભરે છે.

1162 Views
अगली कहानी