नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
નીરજ પટેલ | ગુજરાત
ભરપૂર નશામાં રહેતા પતિનો રોજ માર ખાતી, મૌન રહી અપમાનો સહન કરતી પત્ની. આ વ્યસને ના જાણે કેટલીય સુહાગણોને નાની ઉંમરમાં વૈધવ્ય આપ્યું હશે. વનવાસી ગામની બહેનોએ આ નરક જેવા જીવનને જ પોતાનું ભાગ્ય સમજી જીવી રહી હતી. તેમને ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ (સુરત) એ સ્વાભિમાન અને સ્વાવલંબનના પાઠ ભણાવ્યા છે. રાષ્ટ્રીય સેવા ભારતી સાથે સંલગ્ન આ ટ્ર્સ્ટે ડાંગ અને તાપી જીલ્લામાં 130 સખી મંડળોની રચના કરી, 1600 બહેનોમાં સ્વાવલંબન અને નેતૃત્વના ભાવને જાગૃત કર્યો છે. ટ્રસ્ટે 250 ગામોમાં ખેડુતોની આવક વધારવા માટે તેમને સજીવ ખેતી અને બીજ સુધારણા શીખવી.
સુરતમાં 9 વર્ષોથી નિર્ધન મેધાવી છાત્રો માટે માત્ર રૂ 15000 ફી લઇ સંભવ કોચિંગ UPSC અને GPSC ની તૈયારી કરાવે છે. ગુજરાત સરકારના કર વિભાગ વાપીમાં આધિકારી તરીકે કાર્યરત સુનીલ ગાવિત સહીત 50 થી વધુ “સંભવ” ના વિદ્યાર્થીઓ સરકારના ઉચ્ચ પદો પર આસીન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક શ્રી નરેન્દ્ર પંચાસરાના પ્રયાસોથી 1999 માં શરુ કરેલ આંબેડકર ટ્રસ્ટે સંસ્કાર કેન્દ્ર, યુવા મંડળ, ભજન મંડળીઓ અને સખી મંડળ આરંભ કરી આ વનવાસી ગામોમાં વિકાસના નવા યુગની શરુઆત કરી છે.
સંપૂર્ણ સરળ અને નિર્મળ હૃદય વાળા વનવાસી લોકો જેમને ક્યારેક સંકરિત બીજ કે લઘુ ઉદ્યોગના નામે કેટલીક કંપનીઓ કે લોકોને કેટલીય વાર લલચાવી તેમને છેતર્યા હતા.
તેમને કોઇના ઉપર પણ વિશ્વાસ હતો નહી. જ્યારે આજે સેવાધામનું બેનર લાગે છે, ત્યારે એક નહીં પણ કેટલાય ગામ આ બેનર હેઠળ એકત્રિત થાય છે. આ ચમત્કાર થોડાક મહિના કે દિવસોનો નથી 20 વર્ષની મહેનતનું પરિણામ છે. ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી તુલસીભાઇ માવાણી બતાવે કે, ટ્રસ્ટ આ ગામોમાં સેવાધામથી જ ઓળખવામાં આવે છે. સેવાધામના માધ્યમથી વર્ષ 2003માં આહવા ગામમાં ભાડાના મકાનમાં છત્રાવાસ પ્રારંભ કર્યો. વર્ષ 2005માં ધોરણ 9 થી 12 સુધી વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસની સ્થાપના કરવામાં આવી
ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા વર્ષ 2006 માં તાપી જીલ્લામાં સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં ગ્રામવિકાસનું કામ શરુ કર્યું હતું. આધુનિક કૃષિ, બીજ ઉત્પાદન, જળ સંગ્રહ હેતુ બોરીબંધનું નિર્માણ, દેશી ખાતર અને જીવામૃત બનાવવા ખેડુતોને પ્રશિક્ષિત કરવા પ્રભાવી નિદર્શન તૈયાર કરવામાં આવ્યું. કાર્યકર્તાઓના પ્રયત્નોથી 14 વર્ષોમાં ગતાડીને આદર્શ ગામ બનાવ્યું છે. પાકનું યોગ્ય મૂલ્ય મળે તે માટે કિસાન મેળા પણ શરુ કરવામાં આવ્યાં.
સખી મંડળોએ વ્યસની પતિઓની સારવાર પણ શરુ કરી દીધી છે. સુન્દા ગામની અનિતાબેન કહે છે, અમે અમારા ગામના શરાબના અડ્ડા બંધ કરાવી નશાના ગ્રહણથી મુક્ત કર્યું છે. ડાંગ જીલ્લાના જામલાપાડા ગામમાં પુષ્પાબેન પવારના નેતૃત્વમાં 10 બહેનોએ 25000 રૂ ની લોન લઇ ચોખાની ઘંટી શરુ કરી અને આજે પોતાની કમાણીથી એક જ વર્ષમાં લોન ચુકવી દીધી.
આ ગામોની તસ્વીર બદલવા ભુપેન્દ્રભાઇ પટેલ, લલિતભાઇ બંસલની સાથે સંઘના અનેક કાર્યકર્તા નિરંતર યોગદાન આપી રહ્યા છે.
સંપર્ક – તુલસીભાઇ માવાણી
9724443311
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।