सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

પોતાનું ઘર પોતાની છત-આગર-માલવા

નીરજ પટેલ | મધ્યપ્રદેશ

parivartan-img

દિવ્યાંગ વિક્રમ કચરાના ઢગલામાં આંખો માંડી હાથોથી પ્લાસ્ટીકની થેલીઓ અને બોટલો વીણી બોરીઓમાં ભરી રહ્યો હતો. ત્યાં જ આજુબાજુ તેના નાના નાના ત્રણ બાળકો પણ  આ જ કામમાં સહયોગ કરી રહ્યા હતાં. આ જ પ્રમાણે કચરાના આ ઢગલાથી વિક્રમ જેવા કેટલાય પરિવારોના રસોડા ચાલતા હતા.  

ફાટેલા કપડાંમાં ધૂળથી લપટાયેલી દસ વર્ષની ગીતા દૂરથી લોકોને સમોસાની મહેફીલ માણતા જોઇ રહી હતી. ખાવાવાળા કઇંક સમજે તે પહેલા તેણે સમોસાની પ્લેટમાં ધૂળ ઉડાવી દીધી, ક્રોધિત ગ્રાહકે તે બાળકીને લાફો લગાવી પ્લેટ ડસ્ટબીનમાં નાખી દીધી. આ રીતે ગીતા (પરિવર્તિત નામ)એ પણ જીવનમાં પહેલી વાર સમોસાનો સ્વાદ ચાખ્યો અને હવે તો તે વારંવાર આવું જ કરવાં માંડી. 


આ કાલ્પનિક વાત નથી પરંતુ મધ્યપ્રદેશના આગર માલવામાં પારધી સમાજના લોકોની પીડાદાયક સત્ય હતું, જેનાથી બધાંયે મોં ફેરવી રાખ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ પ્રવાસી સમુદાય(ઘુમન્તુ) સંગઠનની રચના કરી પારધી સમાજના પચાસ પરિવારોની વચ્ચે કામ શરુ કરી પરિવર્તનની નવી તસ્વીર કંડારી.

આજે  જ્યારે વિક્રમ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળેલા પોતાના ઘરથી નોકરીએ જાય છે અને પોતાના બાળકો શાળાનો ગણવેશ પહેરેલા જુએ છે ત્યારે તેમનું મન સંતોષથી ભરાય છે.  પરિવર્તનની આ સુખદ પટકથા લખવા વાળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રવાસી સમુદાય માલવા પ્રાંત પ્રમુખ રવિ બુંદેલા બતાવે છે કે, ઘુમન્તુ સમાજ ના લોકો દસ્તાવેજો ન હોવાના કારણે કોઇ પણ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકતા નહોત. તેમના આધાર અને રાશનકાર્ડ બનાવી પહેલા તેમને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડ્યા. આજે તેમનો આત્મવિશ્વાસ તેમની શક્તિ બની ગઇ છે. કોરોનાકાળમાં આ પરિવારોને સંઘ દ્વારા વહેંચવામાં આવેલી રાશન સામગ્રી લેવાનો માત્ર ઇન્કાર જ નહી પરંતુ આ પરિવારોના યુવાનોને મદદ કરવા આગળ આવ્યા


કાલબેલિયા, પારધી, ગાડલીયા જેવી અલગ-અલગ નામોથી ઓળખાતી આ વિચરતી જનજાતીઓ આખા દેશમાં ભીખ માંગીને અથવા કચરો વીણી અથવા નાના મોટા કામ કરી પોતાનું જીવન વીતાવવા મજબૂર થઇ રહ્યા છે. પ્રવાસી સમુદાય આગર માલવાના જીલ્લા સંયોજક શ્રી હર્ષ તિવારી બતાવે છે કે આ કામ આટલું સરળ નહોતું. આપણા જ દેશના લોકો થકી મળેલી ઘૃણા, અપમાન અને નીચી જાતી તરીકેની ઓળખાણનો દંશ તેમના મનમાં ઘર કરી ગયો હતો. આથી પ્રારંભમાં તો કાર્યકર્તાઓનો વિશ્વાસ કરવા પણ તેઓ તૈયાર નહોતા. ખૂબ જ સંભાળપૂર્વક શરુ કરેલ બાલ સંસ્કાર કેન્દ્ર ત્રણવાર બંધ કરવું પડ્યું.


ધીરેધીરે તેમના મનને વિશ્વાસ થયો કે  આ સંઘના સ્વયંસેવકો તેમનું અપમાન કરવા નહીં પરંતુ તેમને સહયોગ કરવા આવ્યા છે. આ પચાસ પરિવારોની યાદી બનાવી તેમના આધાર અને રાશન કાર્ડ બનાવવામાં આવ્યા. ક્યારેક ભીખ માંગવા વાળા આ પરિવારોને મનરેગા અને ગ્રામ પંચાયતોની પરિયોજનાના શ્રમિક કાર્ડ આપવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ કાર્યકાર્તાઓએ તેમના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ પણ આપાવ્યો.

જ્યારે તે જ સમયે શરુ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આ પરિવારોને મળ્યો, જાણે સોનામાં સુગંધ ભળી. પેઢીઓથી ભટકતી પ્રજાને પોતાનું ઘર અને પોતાની છત મળવી કોઇ સામાન્ય વાત નથી. વર્ષોથી તરસતી આંખોને જીવવા માટે જગ્યા મળી ગઇ. 

સંપર્ક :- રવિ બુંદેલા

87701 19986

1130 Views
अगली कहानी