सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

મન હોય તો માળવે જવાય

ડૉ. જનક દવે | ગુજરાત

Play podcast
parivartan-img

જેના ઘરનું બજેટ હંમેશા આર્થિક તંગીના કારણે ડામાડોળ થતુ હતું તે જ દીપિકા આજે ઑડીટર બની સરકારી બજેટની દેખ રેખ કરશે. જો કે આ સફળતા પામવી દીપિકા માટે સરળ નહોતું. મજુરી કરતા પિતાને બિમારીએ ઘેરી લીધી હતી, આથી માં ક્યારેય ઘરની બહાર નીકળી શકી નહીં. ઘરમાં નાના ઓરડામાં બીજા બાળકોનું ટ્યુશન અને પોતાનું શિક્ષણ ચાલુ રાખવું ઘણું કઠીન હતું. દીપિકાના સપના ઘણા મોટા હતા, આથી  સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરુ કરી અને તેને મદદ મળી તે પુસ્તકાલયની જે વિશેષ કરીને તેના જેવી દીકરીઓ માટે મહિલા સ્વાવલંબન કેન્દ્ર નરોડા (ગુજરાત) દ્વારા 17 વર્ષોથી ચલાવવામાં આવે છે.


વર્ષ 1993માં  ડૉક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિના નેજા હેઠળ કિરણબેન વાઘેલા, મધુબેન પ્રજાપતિ અને હેતલબેને કેટલાક સ્વયંસેવકોના સહયોગથી સીવણ ક્લાસથી આ સ્વાવલંબન કેન્દ્રની શરુઆત કરી. છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતા આ કેન્દ્રમાં સેંકડો બહેન બેટીઓએ સીવણ, ભરત-ગુંથણ, થેલા બનાવવાનું વગેરેની તાલિમ લઇ જાતે જ મેન્યુફેક્ચરિંગ એકમ ચાલુ કર્યાં છે. છેલ્લા 6 વર્ષોમાં અહીંથી MS office અને Tally જેવા રોજગારી આપતા કોમ્પ્યુટર કોર્સ ચાલુ કર્યાં છે. અત્યાર સુધી અહીંથી સેંકડો દીકરીઓ કંપનીઓમાં નોકરી કરી રહી છે. 

અમદાવાદ શહેરના છેવાડાનો વિસ્તાર સૈજપુર બોઘા નરોડામાં આવેલા આ મહિલા સ્વાવલંબન કેન્દ્રે ઝુંપડપટ્ટીની મહિલાઓને આર્થિક સ્વનિર્ભર બનાવવા માટે ગજબનું કામ  કર્યું છે.  ગુજરાતના હીરાના કામદારોની સ્થિતિ ખૂબ વિકટ હતી. નાના મકાનોમાં રોજીંદી જરુરિયાતો માટે સંઘર્ષના ચકરાવા આ પરિવારોના દીકરીઓનું ભણતર કાં તો છૂટી ગયું કાં તો છોડાવી દેવામાં આવતું હતું. ઓછા વત્તા પ્રમાણમાં આ જ સ્થિતિ હાથલારી ચલાવનાર અને કડીયા કામ કરનાર મજુરોના પરિવારોની પણ હતી. આવા જ પરિવારોની બહેનો અને દીકરીઓને આર્થિક રૂપથી આત્મનિર્ભર કરવા આ કામની શરુઆત કરવામાં આવી. 


કેન્દ્ર પર કોમ્પ્યુટર ક્લાસીસ લેતી શ્રીમતિ કૃતિ જૈનના કહેવા પ્રમાણે અહીં આવનારી બહેનોના વ્યક્તિત્વના વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ચર્ચા, ગીત, રંગોલી, મહેંદી જેવી અનેક સ્પર્ધાઓ ક્રમાનુસાર અહીં ચાલ્યા કરે છે. વિવિધ વિષયોના વિશેષજ્ઞો આવી તેમને જીવનના દરેક પાસાઓથી જાણકાર કરવામાં આવે છે. મકરસંક્રાંતિ, રક્ષાબંધન અને સમરસતા દિવસ જેવા પ્રસંગોએ આયોજિત કાર્યક્રમો દ્વારા બહેનોને દેશ અને સમાજ પ્રતિ ભાવજાગરણ કરવામાં આવે છે. શરુઆતથી જોડાયેલી કિરણબહેન બતાવે છે કે બહેનોના સ્વાસ્થ્યનો પણ પૂરું ધ્યાન આપવામાં આવે છે. અહીં ટી.બી અને સ્તન કેન્સર જેવી બિમારીઓમાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પ લગાવવામાં આવે છે. સાથે સાથે ઓછી આવકમાં કયા આહાર-વિહારથી સ્વસ્થ રહી શકાય તે માટે શહેરના જાણીતા ન્યુટ્રીશિયન અહીં આવી માહિતી આપે છે.


સમિતિ દ્વારા મેડિકલ સાધનો જેવા કે,  વ્હિલ ચેર, ઑક્સિજન સિલિન્ડર વગેરે ડિપોજિટ પર મફત  આવશ્યક્તા પ્રમાણે બહેનોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજે આ કેન્દ્ર મહિલાઓનું, મહિલા દ્વારા અને મહિલાઓ માટેનું મોડેલ બની ચુક્યું છે. હવે એનો સંપૂર્ણ વહિવટ સ્વયંસેવકોના પરિવારની મહિલાઓ કરે છે.  સુનીતિબેન પટેલની અધ્યક્ષતામાં 12 મહિલાઓની સમિતિ તેનું કામ ખુબજ કુશળતા પૂર્વક કરે છે. તેની આર્થિક વ્યવસ્થા ટ્રસ્ટીઓ કરી રહ્યાં છે. માંડ એક  ઓરડામાં શરુ થયેલ આ સ્વાવલંબન કેન્દ્ર આજે ત્રણ માળના ભવનમાં ફેરવાઇ ગયેલ છે. સુનીતિજી સેવા ઇંટરનેશનલ અને સેવાભારતીનો આભાર માનતા કહ્યું કે તેમના આર્થિક સહયોગના કારણે જ કેન્દ્ર પાસે પોતાનું ભવન છે. દીપિકા પણ અહીં નિયમિત તેના જેવી દીકરીઓને ભણાવવા આવે છે, જેથી તેઓ પણ જીવનમાં આગળ વધી શકે છે.  

સંપર્ક – સુનીતિ પટેલ

સંપર્ક નંબર – 9408840167

1042 Views
अगली कहानी