सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

આપણે થઇશું કામયાબ

પશ્ચિમ બંગાળ

Play podcast
parivartan-img

રીમા કરમાકર, રુમા હજારા અને રુખસાના ખાતૂન ત્રણેયની પૃષ્ઠભૂમિ ભલે અલગ-અલગ હશે પરંતુ તેમની સહળતાની કથા એક જ શ્યાહીથી લખાયેલી છે. સેવાની શ્યાહીથી અને સમર્પણની કલમથી આની સફળ જીવનનો શિલાલેખ. આજે તે પશ્ચિમ બંગાળના અનેક પછાત ગામોમાં હજારો બહેનોને પ્રેરણા આપી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં સેવાભારતીથી સંબદ્ધ વિવેકાનંદ વિકાસ પરિષદ દ્વારા ચાલતા જુદા જુદા વૉકેશનલ ટ્રેનિંગ કોર્સ અને અન્ય શૈક્ષિક કાર્યક્રમોમાં તાલિમાર્થી રહેલી રીતા, રુમા અને રુકસાના પોતપોતાના ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પ્રભાવ બતાવી રહી છે. રીતા ઝારખંડમાં સારી સરકારી નોકરીમાં છે. રુમા એક સફળ ફેશન બ્યુટિક ચલાવે છે.

રુખસાના ખાતૂન પરિષદ દ્વારા ચાલતા એક વૉકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટમાં ફેકલ્ટી મેમ્બર છે. કોલકાતા થી 214 કી.મી દૂર આસનસોલ જીલ્લાના ઇચ્છાપુર ગામ જે પશ્ચિમ બંગાળના સૌથી પછાત ગ્રામીણ અંચલમાં આવે છે, ત્યાં વિવેકાનંદ વિકાસ પરિષદ દ્વારા 6 કોચિંગ સેન્ટર, 10 બાલ સંસ્કાર કેન્દ્ર, 3 મફત મેડિકલ સેન્ટર, 2 ન્યુરોપેથી સેન્ટર, 5 મહિલા સ્વસહાયતા કેન્દ્રો અને વૉકેશનલ ટ્રેનિંગ કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવે છે. વિવેકાનંદ વિકાસ પરિષદ તત્કાલીન સ્થાનીય જીલ્લા સંઘચાલક સ્વ. મલયરાયજીના પ્રયત્નોથી 1989માં અસ્તિત્વમાં આવી. ત્યારથી આજ સુધી પરિષદે ગ્રામ-વિકાસના ક્ષેત્રમાં અદભુત કાર્ય કર્યું છે. પ્રાંત સેવાપ્રમુખ મનોજદા બતાવે છે કે પરિષદ દ્વારા સંચાલિત જુદાં જુદાં તાલિમ કાર્યક્રમોમાં લાભન્વિત થઇ અત્યાર સુધી 200 ગ્રામીણ બહેનો આત્મનિર્ભર બની છે. સાથે સાથે કોમ્પ્યુટર અભ્યાસક્રમના તાલિમાર્થીઓ પણ ખાનગી કંપનીઓમાં સારી જગ્યા પર છે. 


ગ્રામવિકાસ કાર્યક્રમની અંતર્ગત માં શારદા ગ્રામવિકાસ સમિતિના માધ્યથી સેવાભારતી દ્વારા તારકેશ્વર જીલ્લાના તેજપુર ગામનું કાયાકલ્પ થઇ ગયું છે. આ ગામમાં ચાલતા ધોરણ પાંચથી આઠ સુધીનું કોચિંગ, ડૉ હેડગેવાર ચેરિટેબલ ક્લીનિક, બુક બેંક, ધર્મ જાગરણ કેન્દ્ર, મા શારદા માતૃમંડળી અને સ્વ સહાયતા સમૂહોની કામગીરીથી તેજપુર આદર્શ ગામની શ્રેણીમાં આવી ગયું છે. આ જ પ્રમાણે પૈલી નદીના તટ પર આવેલું એક બીજું અત્યંત પચાત ગામ પિચખલીનું તો જાણે ચિત્ર જ બદલાઇ ગયું. સુંદરવન જીલ્લાના સહ સેવાપ્રમુખ સૃજન હજારેના અભિનવ પ્રયત્નોથી ગામને નમુનેદાર આદર્શ ગામ બનાવી દીધું. અત્યંત પછાત એવા આ ગામમાં સેવાકાર્યો શરુ કરવા પોતે હોમીયોપેથી શીખ્યા અને ગામમાં હોમીયોપેથી દવાખાનું ચાલું કર્યું.

આસપાસના વિસ્તારોમાં ખ્યાતિ મેળવેલ હોમીયોપેથ ડૉક્ટર ગોપાલજી પણ દર મહિને એક વાર જઇ ગરીબોને મફત સારવાર આપે છે. માં અન્નપૂર્ણા ગ્રામવિકાસ સમિતિના માધ્યમથી અહીં ભગિની શિશુ સંસ્કાર કેન્દ્ર, ઝોલા પુસ્તકાલય, ભજન મંડળી અને અળસીયા ખાતર નિર્માણ તાલિમ ચાલે છે. સ્વયંસેવકોની પ્રેરણાથી માંડ 800ની વસ્તી વાળા આ નાનકડા ગામમાં આજે 250 પરિવારોએ ગ્રામ પંચાયતની મદદથી પોતાના ઘરોમાં પાકા શૌચાલય બનાવી એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

1017 Views
अगली कहानी