सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

નાના બાળકોનું ગુંજતું કિલ્લોલ આનંદ

ગુજરાત

parivartan-img

પોતાના મનની માટીને એટલી ફળદૃપ બનાવો કે દુ:ખનો દરેક કણ ફણગીને છાયાદાર, ફળાઉ વૃક્ષ બની સંપૂર્ણ રાષ્ટ્રને કામમાં આવે. આ જ દૃઢ નિશ્ચય અને પવિત્ર ભાવનું પરિપાક એટલે “પૂજિત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટ” રાજકોટ. ક્યારેક વિદ્યાર્થી પરિષદના પ્રાંત સંગઠન મંત્રી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન વિજય રુપાણી અને તેમના પત્ની શ્રીમતિ અંજલીજી દ્વારા આ ટ્રસ્ટની તેમના દિવંગત પુત્ર પૂજિતની સ્મૃતિમાં સ્થાપના કરવામાં આવી. પૂજિત માત્ર 3 વર્ષનો હતો ત્યારે અક્સ્માતે ઈશ્વરના ખોળામાં સમાઇ ગયો  હતો. આ પહાડ જેવું વખ પોતાના મન રૂપી સાગરમાં સમાવી 27 વર્ષોથી અનેક બાળકોમાં જ્ઞાનનું અમૃત વ્હેંચતો રુપાણી પરિવાર સડકના કિનારે કચરો ઉપાડતા અને ઝુંપડપટ્ટીમાં રહેતા જરુરતમંદ અને મેધાવી બાળકોને વિકાસ માટે ખુલ્લુ આકાશ પુરું પાડે છે, જ્યાં તેઓ પોતાના ભવિષ્યમાં મનગમતા રંગ ભરી રહ્યા છે. સંઘની વિચારધારા અને સંસ્કારોથી ઓત-પ્રોત, શ્રીમાન વિજયભાઇ અને અંજલિ દીદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને નારી ઉત્થાન પર વિશેષ ધ્યાન આપતા 17/12/94માં આ પ્રકલ્પની નોંધણી થઇ. અહીં સર્વાંગીણ વિકાસ આધારિત 12 પ્રકલ્પ ચાલે છે.  રાજકોટની 76 ઝુંપડપટ્ટીમાં,મયૂરનગર, લોહાનગર, મોરબી રોડ વગેરે 6 સ્થાનો પર તેના કેન્દ્ર છે. જ્યાં 6 થી 14 વર્ષના પછાત અને કચરો વીણતા બાળકોને “સ્ટ્રીટ ચિલ્ડ્રન અને ઓપન હાઉસ પ્રોજેક્ટ” દ્વારા પૌષ્ટિક ખોરાકની સાથે વ્યવહારિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને કૌશલ્ય વર્ગ જેમકે કોમ્પ્યુટર વગેરેની તાલિમ આપવામાં આવે છે. પ્રત્યેક બાળકમાં પૂજિત જોતા અંજલિદીદી ક્યારેક તાલિમ દરમ્યાન આ બાળકોની કલાકૃતિઓને દેખી દંગ રહી જાય છે.  ટ્રસ્ટી અને મહત્વની ભૂમિકા ભજવતા અમિનેશભાઇના કહેવા પ્રમાણે અત્યાર સુધી 430થી વધુ બાળકો  આત્મનિર્ભર બની પોતાનું જીવનસ્તર વધુ સારુ બનાવવા તરફ આગળ ધપી રહ્યા છે. 

સંસ્થાનું “જ્ઞાન પ્રાબોધિની પ્રોજેક્ટ” કોલસાની ખાણમાં ચમકતા હીરાની ચમક કોને આકર્ષિત નથી કરતી? આ હીરાઓને વીણીને તેમને કસી પોતાના લક્ષ્ય તરફ પહોંચાડે છે, જેનો આરંભ 15 જુલાઇ 2000માં થયો. ટ્રસ્ટી શ્રી મેહુલભાઇના કહેવા પ્રમાણે ધોરણ 12માં સારા માર્ક્સ પ્રાપ્ત કરી પોતાના મનગમતા લક્ષ્યની સફળતા પ્રાપ્ત કરતા આ બાળકોના ખિલતા ચહેરા અને ખુશી આપણા હૃદયને પણ વિજય અને ઉત્સાહથી ભરી દે છે. અત્યાર સુધી 290થી બાળકો પોતાના માતા-પિતા અને  રાજકોટનું નામ ઉજાળ્યું છે. વર્તમાનમાં 96 બાળકો પ્રગતિના પથ પર ડગ માંડી રહ્યા છે. 


પોતાના બાળકો પર ગર્વ કરતી આંખોમાં ઉજાસ લઇ,  અંજલીદીદીના કહેવા પ્રમાણે પહેલી બેચની રીક્ષા ચાલકની દીકરી આજે તક્ષશિલા કૉલેજમાં પ્રાધ્યાપક છે. અહીંથી જ ભણીને નીકળેલો સંજય અને પૂર્વિશા આજે ઝાઇડસ રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક છે. વિજય જેના પિતા ક્યારેક ચપ્પલ વેચતા હતા આજે તે ઇંફોસિસમાં કોમ્પ્યુટર ઇન્જિનીયર છે. મજૂરી કરનાર પરિવારની બેટી અંકિતા આજે ઈએનટી સર્જન છે. “જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ” માં પ્રાવેશિક પરીક્ષા માટે ગણિત, વિજ્ઞાન જેવા બધા મહત્વપૂર્ણ વિષયોમાં પરીક્ષણ કરી મેરીટમાં આવવાવાળા બાળકોના ઘરની તપાસ, વાતાવર્ણ અને આર્થિક સ્થિતિ વગેરે માપદંડોનું આકલન કરવામાં આવે છે.  અધિકારીઓ દ્વારા ઇન્ટર્વ્યુ અને વિધિવત પ્રક્રિયાને પૂરી કરી પસંદ કરેલા વિદ્યાર્થીઓને ગુરુજનો દ્વારા વિધિવત દીક્ષા આપવામાં આવે છે. આ મેધાવી બાળકો 


ગહન અધ્યયન દ્વારા ધો 10 અને 12 બૉર્ડ પરીક્ષાઓમાં રાજ્ય સ્તર પર મેરીટમાં સ્થાન મેળવી દેશની ટોચની યુનિવર્સીટીમાં પોતાની જગ્યા બનાવે છે. ધોરણ 8 થી 12 અને તેના પછી પોતાનું લક્ષ્ય સાધતા આ બાળકોને પ્રકલ્પ દ્વારા દત્તક લીધા છે. ઘરથી આવવા જવા માટે પ્રકલ્પ દ્વારા સાયકલ પણ આપવામાં આવે છે. આ પ્રકલ્પથી પોતાનું ભાગ્ય ચમકવા વાળા કેટલાક તારલાઓ આજે પ્રકલ્પમાં પોતાની સેવા પણ આપી રહ્યા છે, જેમાં ડેન્ટીસ્ટ પ્રિયા, સીવીલ ઇન્જિનીયર પૂર્વી, અંજના અને બેંક ઑફ બરોડાની ઑફિસર પ્રેમ જોશી મુખ્ય છે. 

રમકડાં વગરનું બાળપણ કેવું? પરંતુ જે બાળકો સમજણા થતા જ ખાધા ખોરાકી એક પડકાર બને છે, તો તે બાળમજૂરી જ તેની રમત ગમત બને છે. ટ્રસ્ટના મેનેજર ભાવિનભાઇના કહેવા પ્રમાણે, જ્યારે આ બાળકોની રંગ વગરની દુનિયામાં રંગ રંગીલા રમકડા ભરેલી ટોય ટ્રેન કવિતા સંભળાતી પહોંચે છે, જેનાથી આ બાળકોના તન-મન  નાચી ઉઠે છે. તેમના હર્ષ અને આનંદનો કિલ્લોલ આખી બસ્તીમાં ગુંજવા માંડે છે.  “બાળ સ્વપ્ન રથ” પ્રોજેક્ટ, જેમાં રમકડાં ગાડીમાં શિક્ષક ઇલોક્ટ્રોનીક, મનોરંજક અને જ્ઞાનવર્ધક રમકડાં લાવે છે. મહિનાના પહેલા 15 દિવસ આ ગાડી સમયાનુસાર બધા ક્ષેત્રોમાં રમકડા લઇ ફરે છે અને બીજા પખવાડીયામાં ટીવી, વીડીયો શોના માધ્યમથી જ્ઞાનવર્ધક કથાઓ બતાવે છે. 6000થી વધુ  બાળકોને સારી ટેવો અને સમાજ પ્રતિ જાગૃત બનાવતા આ પ્રોજેક્ટ બાળકોને પૌષ્ટિક ભોજનની સાથે બાળપણ પણ યાદગાર બનાવે છે.  કોઓર્ડિનેટર નીરદભાઇ જણાવ્યા પ્રમાણે પ્રકલ્પની ચાઇલ્ડ હેલ્પ લાઇન અને ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક રેલ્વે સ્ટેશનના પ્રોજેક્ટથી અત્યાર સુધી 3500થી વધુ બાળકોને સુરક્ષા અને સહાયતા મળેલી છે. 


કોરોના કાળમાં જ્યાં સામાન્ય રોગ નિદાન માટે બધી હોસ્પીટલો બંધ હતી, આ જ પ્રકલ્પનું ચિકિત્સાલય સતત સેવાઓ આપી રહ્યું છે. બધી મૂળભુત સુવિધાઓથી સમૃદ્ધ આ પ્રકલ્પમાં સામાન્ય રોગ નિદાનથી લઇ કેન્સર નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવે છે, જેમાં દેશના વિખ્યાત કેન્સર નિષ્ણાત ડૉ દુષ્યંત માંડલિક પણ  પોતાની સેવા આપવા આવે છે. અત્યાર સુધી 55000 થી વધુ રોગી લાભાન્વિત થયા છે. આર્થિક તંગીથી લાચાર રોગીઓ માટે “સંજીવની કાર્ડ” અને “ચિરંજીવી યોજના” રામબાણની જેમ કાર્ય કરે છે.  પ્રકલ્પમાં નોંધણી કરી બધા બાળકોની સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે.  ઘરની ધરી નારીને સશક્ત, સુદૃઢ અને આત્મનિર્ભર બનાવવા માટે પણ “રાજદીપિકા પ્રકલ્પ” થી 1500 બહેનોને કમાણીની તક મળી છે, જેનો લાભ સેવાબસ્તીઓની બહેનોને લાભ મળી રહ્યો છે. 

શિક્ષણથી સમાજમાં, આર્થિક વિષમતાઓ દૂર કરી સમરસતા જાગૃત કરી આ પ્રકલ્પ સમાજનો યોગ્ય અને સર્વાંગીણ વિકાસ કરી રહ્યો છે, જે આપણા દેશ માટે આદર્શ બની શકે છે. 

1938 Views
अगली कहानी