सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

એક આધુનિક સેવાભાવી સંત સ્વ. શ્રી માધવરાવ કાણે

ડૉ. જનક દવે | મહારાષ્ટ્ર

parivartan-img

ઠંડી, ગરમી અને વરસાદ દરેક ઋતુમાં પગમાં હવાઇ ચંપલ અને તન પર અત્યંત સાધારણ ધોતી-જભ્ભો પહેરી તલાસરીના ગાઢ  વનવાસી ગામોમાં લાંબી પગપાળા યાત્રા કરી  ત્યાંના બાળકો માટે જ્ઞાનના દરવાજા ખોલનાર માધવરાવજી કાણેએ પોતાના જીવનના 50 વર્ષ સમર્પણ કર્યા. તેમની આ કથા આધુનિક પેઢીએ વાંચવી જોઇએ અને વંચાવવી જોઇએ. 


15 ડીસેમ્બર 1927ના દિને કલ્યાણના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા માધવરાવ કાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ પ્રચારકોમાંના છે કે જેમની જીવનયાત્રામાંથી જ સંઘને સમજી શકાય. મહારાષ્ટ્રના થાણે જીલ્લાના તલાસરી તાલુકામાં વનવાસી બાળકોના શિક્ષણ માટે અને સર્વાંગી વિકાસ માટે જીવનનો મોટોભાગ સમર્પિત કરવાવાળા કાણેજી જીવનભર બીજાઓ માટે જ જીવ્યા. 


યુવાવસ્થામાં ગોવામુક્તિના સંઘર્ષમાં અંત સુધી સત્યાગ્રહીની ભૂમિકા નિભાવવા વાળા માધવરાવજી 1964માં કલ્યાણ નગરપાલિકામાં દેશના સૌથી યુવા અધ્યક્ષ બન્યા. કલ્યાણ નગરપાલિકામાં તેમના કાર્યકાળને અત્યંત સફળ માનવામાં આવે  છે.  પરંતુ આ આધુનિક તપસ્વીએ પોતાના ગુરુ અને કલ્યાણના વિભાગ પ્રચારક દામુ અન્ના ટોકેકરજીના આહ્વાન પર રાજનીતિના ચમકતા ક્ષેત્રનો ત્યાગ કરી વનવાસીઓની સેવા કરવા તલાસરીના ગાઢ વનમાં પોતાનું જીવન વાળી લીધું.


કાણેજીના અથાક પ્રયાસોથી 1967માં  હિંદુ સેવા સંઘ દ્વારા માત્ર 5 વિદ્યાર્થિઓથી એક ઝુંપડીમાં વનવાસી બસ્તી ગૃહ ના નામથી જનજાતી બાળકોને ભણાવવા એક છાત્રાવાસની શરુઆત કરવામાં આવી. પાછળથી કાણેજીના પ્રયાસોથી 10 એકર ભૂમિ છાત્રાવાસ માટે દાનમાં મળી. આ છાત્રાવાસમાં રહી છેલ્લા 55 વર્ષોમાં 2000થી વધુ બાળકો ભણી જીવનના અનેક ક્ષેત્રોમાં આગળ વધ્યાં છે. અહીંથી ડૉક્ટરો, એન્જિનીયર, અને અનેક ઉચ્ચ પદો પર પહોંચેલાં વિદ્યાર્થીઓને સંસ્કારિત કરી તેમને સારા અને સફળ માણસો બનાવવા માદવરાવજી પોતાનું સંપૂર્ણ જીવન અનવરત લગાવી દીધું. ક્યારેક તો તેઓ વિદ્યાર્થીઓના પરિવારજનોને મળવા કેટલાંય કિલોમીટર પગપાળા ચાલીને તેમને ઘરે જતાં.


માધવરાવજીનો પડછાયો બની  છાત્રાવાસની વ્યવસ્થા સંભાળતા સંઘના તૃતીય વર્ષ શિક્ષિત અપ્પાજી જોશીના કહ્યાં પ્રમાણે “માધવરાવજી વાસ્તવમાં આધુનિક સમયના સંત હત”. તેઓ હંમેશા ખાટલા પર જ સૂતા, ઝુંપડીમાં રહેતા અને પગપાળા પ્રવાસ કરતા. તેમના જ પ્રયાસોથી તલાસરી દહાણુ અને પાલઘરમાં નક્સલવાદ જડમૂળથી સમાપ્ત થયાં છે. 


કલ્યાણમાં સતત 24 વર્ષ તેમનો ઓરડો વનવાસી બાળકો માટે ઘર બની ગયો હતો. માત્ર 17 વર્ષની આયુમાં માતા પિતાની છત્રછાયા ગુમાવેલ માધવરાવજીને અંતિમ સમયમાં કેંસર થયું, તો તેમણે ડૉક્ટરોને આગ્રહ કર્યો, કે તેમની સારવારમાં લાગતો બધો જ ખર્ચ છાત્રાવાસના માટે લગાવી દેવામાં આવે, કારણકે તેમના માનવા પ્રમાણે તેમની જીવનયાત્રા પૂરી થઇ ગઇ છે. દત્તોપંતજીના કહેવા પ્રમાણે “પ્રસિદ્ધિની ઝગમગાટથી દૂર ગાઢ  અંધારાઓમાં વિકાસના દ્વાર ખોલવા માધવરાવજીએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું”. આ શબ્દો માધવરાવજીના વ્યક્તિત્વને ઠીક પરિભાષિત કરે છે.

1297 Views
अगली कहानी