सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

એક નિષ્કામ કર્મયોગી-નાનાજી દેશમુખ

ડૉ. જનક્ભાઇ દવે | ઉત્તરપ્રદેશ

parivartan-img

પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા આજથી 77 વર્ષ પહેલા આ યુવકને પોતાના અંગત સચિવ બનાવવા માંગતા હતા. પગારની સાથે ભોજન પણ મફત હતું. 21 વર્ષના આ યુવકે રાજસ્થાનમાં પિલાની(એક શિક્ષણ કેન્દ્ર) ની વિખ્યાત બિરલા કૉલેજ્માં ફૂટબોલથી માંડી કોઇપણ વિવાદ હોય કે શિક્ષણનું કોઇપણ ક્ષેત્ર હોય તેણે પોતાની પ્રાતિભા સિદ્ધ કરી બતાવી. છતાં પણ ચંડિકાદાસ દેશમુખે બિરલાના પ્રસ્તાવને ન સ્વીકારી ડૉ. હેડગેવારજી પાસે દીક્ષા લઇ સંઘના પ્રચારક બન્યા. મહારાષ્ટ્રના પરભણી જીલ્લાના હિંગોલી તાલુકાના કડોલી નામના નાનકડા ગામમાં રહેવાવાળા અમૃતરાવ અને રાજાબાઇ દેશમુખના પાંચમા અને સૌથી નાના સંતાને કેટલાય અભાવો અને અશિક્ષાની ગોદમાં જન્મ લીધો.

પોતાની ઇચ્છાશક્તિ, કઠોર પરિશ્રમ અને પ્રચૂર રાષ્ટ્રભક્તિનું સંબલ લઇ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વિજય ધ્વજા ફરકાઇ. ચિત્રકૂટ જેવા પછાત વિસ્તારના 500 ગામોમાં ગ્રામવિકાસની ગંગા  વહેડાવવાવાળા અને દેશની પ્રથમ ગ્રામીણ વિદ્યાલયનો પાયો નાખવાવાળા નાનાજી દેશમુખનું સંપૂર્ણ જીવન સેવા ક્ષેત્રમાં કામ કરવાવાળા માટે આદર્શ છે.


અભણ  માતા-પિતા અને કારમી અછત વચ્ચે ઉછરેલા નાનાજીને ધોરણ 11 સુધી ભણવાની તક મળી નહીં. ત્યાર બાદ પણ પોતાનું ભણતર ચાલુ રાખવા તેમણે બાળપણમાં શાક વેચવાથી માંડી છાપાં વહેંચવા સુધી કેટલાય નાનામોટા કામ કર્યા. જે ભુખે તેમને કેટલીએ રાત સુવા ન દીધી તેણે જ તેમને આ દુ:ખથી નિર્બળ બનાવી દીધા. 1934માં ડૉ. હેડગેવારજીએ જે 17 સ્વયંસેવકોને પ્રતિજ્ઞા લેવડાવી તેમાં 18 વર્ષના ચંડિકાદાસ દેશમુખ પણ હતા.

પ્રચારક બન્યા પછી સેવાની પહેલી તક મળતા જ નાનાજીએ પોતાને તેમાં ખુપાવી દીધા. વર્ષ 1944 માં જ્યારે નારાયણી નદીનો કેર છિતૌલી ગામ પર તૂટી પડ્યો.આખું ગામ પાણી પાણી થઇ ગયું, ત્યારે નાનાજી સાથી સ્વયંસેવકો સાથે કેટલાય દિવસો સુધી પૂરગ્રસ્તોની સેવામાં લાગ્યા રહ્યા. ગાંધીજીની હત્યા પછી સંઘ પર પ્રતિબંધ લાગ્યો ત્યારે તેમણે 6 મહિના જેલવાસ ભોગવ્યો.


બહાર આવતા જ નાનાજીએ સંઘના આદેશથી જનસંઘના નિર્માણમાં પૂરી શક્તિ લગાવી દીધી. સમયની માંગ પ્રમાણે સંઘે 1951માં રાષ્ટ્રવાદી પક્ષ જનસંઘની રચના કરી અને તેને આગળ લઇ જવાની જવાબદારી નાનાજી અને દીનદયાળજીને સોંપવામાં આવી હતી.જનસંઘની સ્થાપનાથી ઇન્દિરા ગાંધીના પતન સુધી નાનાજીની રાજનૈતિક ભૂમિકાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેઓ માત્ર વિભિન્ન મતના લોકોને સાથે લેવામાં સફળ જ ન રહ્યા પરંતુ જે જે.પી. ના આંદોલને રાષ્ટ્રવાદી પક્ષોને જીતાડ્યા તેની વ્યૂહરચના પણ નાનાજીએ જ કરી હતી. 1975માં સંઘ પર લાગેલા પ્રતિબંધમાં તેઓ ફરી એકવાર 17 મહિના કારાવાસ ભોગવ્યો. જેલમાં રહી નાનાજીએ અધ્યયન અને ચિંતન કર્યું. તેઓ આ નિષ્કર્શ પર પહોંચ્યા કે આ વિકૃત રાજનીતિક સંસ્કૃતિથિ દેશનું કલ્યાણ નહીં થાય.

દેશની અર્થવ્યવસ્થાનો પાયો ગામ છે, તેનો વિકાસ કરવો પડશે. આથી તેમણે રાજનીતિ છોડી સેવાનો માર્ગ પકડ્યો. રાજશક્તિના બદલે લોકશક્તિના આધારે દેશનું પુનર્નિર્માણ થશે. આ વિશ્વાસની સાથે નાનાજીએ કેબિનેટ મંત્રીનું પદનો ત્યાગ કરી રાજનીતિથી સંન્યાસ લેવાની ઘોષણા કરી. આ કામ માટે તેમણે સૌથી પહેલા ઉત્તરપ્રદેશના સૌથી પછાત ગોંડા જીલ્લાને નિશ્ચિત કર્યો. તે દરેક હાથે કામ કરે છે, તે દરેક ક્ષેત્રને પાણી આપે છે ના સિદ્ધાંત પર કામ કરતા કરતા તેમણે ગોંડાને પરંપરાગત સાધનોથી ગામોના વિકાસ કર્યા. સમાજના સૌથી ગરીબ વ્યક્તિને આર્થિક સ્વાવલંબી બનાવીને જ આપણે દેશનો વિકાસ કરી શકીશું. નાનાજીના આ દર્શનથી દીનદયાળ શોધ સંસ્થાને જન્મ લીધો.


શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સદાચાર આ ચાર  બિંદુઓના અધારે સંસ્થાન દ્વારા 500 ગામોમાં વિકાસનો પાયો નાખવામાં આવ્યો. પરંપરાગત ઉદ્યોગોનો વિકાસ, સજીવ ખેતી, જળ વ્યવસ્થાપન દ્વારા ધીરે ધીરે ગામોની દિશા અને દશા બન્ને બદલાયા. આ માટે નાનાજીના આહ્વાન પર અસંખ્ય શિક્ષિત દંપતિઓએ જીવનના કેટલાય વર્ષ સેવા આ ગામોને આપ્યા. નાનાજીએ માત્ર ગ્રામીણોને આર્થિક સ્વાવલંબી જ ન બનાવ્યા પરંતુ સરકારી યોજનાઓનો લાભ તેમને મળે તે પણ સુનિશ્ચિત કર્યું.

નાનાજીનું સંપૂર્ણ જીવન ત્યાગ અને નિષ્કામ કર્મયોગનું આદર્શ ઉદાહરણ છે.  રાજ્યસભાના સદસ્ય બન્યા પછી પોતાની સાંસદનિધિની એક એક પાઇ ચિત્રકૂટમાં ગ્રામવિકાસના કાર્ય માટે લગાવનાર નાનાજીએ પોતાનો દેહ પણ ચિકિત્સકીય સંશોધન માટે દાનમાં આપ્યો. 

સંપર્ક સૂત્ર : અભય મહાજન

સંપર્ક નંબર : 9425436524

1242 Views
अगली कहानी