सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

જ્ઞાન વ્હેંચતા રહો મારા ભાઇ

ડૉ. જનક દવે | ઉત્તરપ્રદેશ

parivartan-img

પોતાના પિતાની આંગળી પકડી તે નાનો બાળક મોટે ભાગે આ બાંધકામની જગ્યા પર જતો, જ્યાં પોતાના પિતા રાજ મિસ્ત્રી કામ કરતા હતાં. ત્યારથી તેના બાળ માનસમાં ઊંચી ઇમારતો માટે એક ગજબનું આકર્ષણ થતું હતું. આવા જ કોઇ એક દિવસે તેણે પોતાના પિતાને એંજીનિયર બનવાની ઇચ્છા બતાવી. તેના પિતા રામપ્રકાશે તેની વાતને બાળ સુલભ માની પ્યારથી ના કહી. 

આમ પણ અભણ રામપ્રકાશ માટે આ કલ્પના કરવી કપરી હતી, કે જે સાહેબોને નકશા બનાવતા અને અંગ્રેજીમાં અગડં બગડં કરતા જોયા. તેનો બેટો પણ ક્યારેય ત્યાં કેવી રીતે હોઇ શકે? પરંતુ બાળક અતુલે ઠાની લીધું હતું કે તે પોતાના સપના પૂરા કરશે. ગણિતમાં 98% અંકની સાથે જ્યારે ઇન્ટરમીડિએટ પરીક્ષા પાસ કરી તો જેટલી ખુશી તેના પિતાને થઇ એટલો જ ગર્વ એકલવ્ય શિક્ષણ પ્રકલ્પના આ શિક્ષકોને થયો જે અતુલ પર વર્ષોથી મહેનત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના પલ્લવપુરમ્ સેવાભારતી દ્વારા નિર્ધન વિદ્યાર્થીઓના પાંચ વર્ષોથી ચાલતા નિ:શુલ્ક કોચિંગ સેન્ટરે અતુલ જેવા સેંકડો બાળકોના સપના પૂરા કર્યાં છે. આજે અતુલ એક પ્રસિદ્ધ કૉલેજમાં સિવિલ એંજીનિયરનો અભ્યાસ કરે છે. 


એકલવ્ય શિક્ષણ પ્રકલ્પથી નીકળેલ મેધાવી વિદ્યાર્થીઓ શિક્ષણના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. જે.ઇ પરીક્ષા સારા અંકોથી પાસ કર્યા બાદ નોએડાની જાણીતી કંપનીમાં સેવા આપતી ડૉલી હોય કે વળી એમ.આઇ.ઇ.ટી કૉલેજેમાં બી.ટેક કરતો ઇલેક્ટ્રીશીયનનો બેટો સદ્દામ આ બધાં પરિસ્થિતિના શિકાર થઇ લોકોની ભીડમાં ખોવાઇ જતા, જો દયારામજીએ તેમનો હાથ પકડ્યો ન હોત. રાષ્ટ્રીય ઇન્ટર કૉલેજ લાવડ, મેરઠથી નિવૃત્ત પ્રાચાર્ય દયારામ શર્માની ગરીબ મેધાવી બાળકોને ભણાવવાની ઇચ્છા તેમને સેવાભારતી સુધી લઇ ગઇ. વર્ષ 2012માં મેરઠના તત્કાલીન પ્રાંત સેવાપ્રમુખ અનિલજી અને મા.

સંઘચાલકજીના પ્રયત્નોથી પલ્લવપુરમ્ માં આ પ્રકલ્પનો પાયો નંખાયો. દયારામજીએ શિક્ષણ અને સંચાલનની જવાબદારી સંભાળી અને સ્વયંસેવકોએ આર્થિક અને અન્ય વ્યવસ્થા સંભાળી. આજે સંસ્થાનની પાસે કોમ્પ્યુટર લેબ છે, જ્યાં વિદ્યાર્થીઓ એકાઉન્ટ ટેલી જેવા રોજગાર કેન્દ્રી વિષયોની તાલિમ લે છે. પ્રતિદિનના વર્ગો ઉપરાંત ભૌતિક શાસ્ત્ર અને ગણિત વગેરે વિષયોના તજ્જ્ઞ  શિક્ષકો અહીં કોઇ પણ પારિશ્રમિક વગર સેવાઓ આપે છે. કારકિર્દી માર્ગદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓને સાચી દિશા પણ આપવામાં આવે છે. 

અહીંના વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનથી પ્રભાવિત થઇ મેરઠના ગણમાન્ય નાગરિક ડૉ. ભરત કુમારે પોતાનું મકાન સંસ્થાને દાન આપ્યું છે. દયારામજી આજે પોતે પણ બાળકોને ભણાવે છે અને કહે છે કે છેલ્લા ચારથી 109, 113, 136 અને 169 વિદ્યાર્થીઓ અહીંથી તાલિમ લઇ સારી કૉલેજોમાં ભણી રહ્યાં છે. અહીંથી ભણીને જનાર પ્રિયા સૈની હવે અહીં જ ભણાવી રહી છે. તે માને છે કે એકલવ્ય સંસ્થાન એ કોઇ માત્ર કોચિંગ સેન્ટર નથી પરંતુ એક પરિવાર છે જેમાં  વિદ્યાર્થી જીવન ભર જોડાઇ જાય છે.

996 Views
अगली कहानी