नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
ડૉ. જનક દવે | મહારાષ્ટ્ર
પૂણેની ઝુંપડપટ્ટીઓમાં મોટો થયેલો પ્રજ્ઞાચક્ષુ ચન્દ્રકાંત આજે તે જ અંધશાળાનો પ્રાચાર્ય છે જ્યાં તેણે પોતાનું શિક્ષણ લીધું હતું. આ જ પ્રમાણેની કથા સંતોષની પણ છે. મલખમમાં રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી અને પૂણે પોલિસમાં હવાલદાર સંતોષનું બાળપણ પણ અત્યંત ગરીબીમાં અને અભાવોવાળું હોત, જો તે સ્વરૂપવર્ધિનીના સંપર્કમાં ન આવ્યો હોત. એટલું જ નહીં ગામડાઓના જુનવાણી વાતાવરણમાં બેટી થવું એટલે બધાં જ પ્રકારના બંધનોમાં રહેવું, તે બધાનો સામનો કરી છેલ્લા 16 વર્ષમાં 3000 દીકરીઓ નર્સની જવાબદારી નિભાવતા આત્મનિર્ભર અને સન્માનજનક જીવન જીવી રહી છે. પૂણે અને તેની આસપાસના ગામોમાં વ્યાપક સામાજિક પરિવર્તનને સમજવું હોય, તો સેવાભારતીને સંબદ્ધ બહુઆયામી પ્રકલ્પ ‘સ્વ-રૂપવર્ધિની’ને સમજવું પડે.
સંઘના સ્વયંસેવક સ્વ. કિશાભાઊ પટવર્ધને ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું જીવન સુધારવાનું સપનું 1970માં જે સ્વરૂપવર્ધિનીના સ્વરૂપે જોયું હતું તે વર્તમાનમાં 200 ક્લાસ વન અને ટૂ ઓફિસરોના સ્વરૂપે જોવા મળે છે.
ચન્દ્રકાન્ત ભોંસલે તે દિવસ નથી ભૂલ્યો કે પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે સ્વરૂપવર્ધિનીની શૈક્ષિક શાખામાં કે શાળામાં નહોતો જઇ શકતો. ત્યારે તેનું ભણતર ચાલુ રહે તે માટે સ્વ. કિશાભાઊની પ્રેરણાથી ચાલુ થયેલા મફત કોચિંગ ક્લાસમાં આવતો 11માં ધોરણમાં ભણતા એક મેધાવી વિદ્યાર્થી વિશ્વાસે તેને નવરાશના સમય્ર કેટલાક વર્ષ તેની વસાહત ભીમનગરમાં જઇ ભણાવ્યો. વિશ્વાસની આ મહેનતના કારણે ચન્દ્રકાન્તે 70% અંક મેળવી પાસ થયો. એન્જીનીયરીંગ ભણતા ભણતા વિશ્વાસે ચન્દ્રાકાન્તને ભણાવવાનું ચાલુ રાખ્યું. ત્યાર બાદ ચન્દ્રકાન્તે ક્યારેય પાછું વળીને જોયું નથી.
તે બી.એ, એમ.એ અને પછી બીએડ થઇ અંધશાળામાં પ્રાચાર્ય થયો, જ્યાંનો તે પોતે વિદ્યાર્થી હતો. આ જ પ્રમાણે ઝુંપડપટ્ટીમાં રહેતો તોફાની છોકરા સંતોષને ભણવા કરતાં રમત-ગમતનો વધારે શોખ હતો. એક સ્પોર્ટ્સ કેમ્પ દરમ્યાન વર્ધિનીના કાર્યકર્તાઓની નજર તેના પર પડી. તેમને સંતોષમાં એક સારા રમતવીર થવાની બધી શક્યતાઓ દેખાઇ. વર્ધિનીએ તેની ફી વગેરેનો ખર્ચ ઉપાડી એક સારી સ્પોર્ટ અકાદમીમાં પ્રવેશ આપાવ્યો. આજે સંતોષ અખિલ ભારતીય સ્તરનો મલખમનો ખેલાડી છે અને મહારાષ્ટ્ર પોલિસમાં ભરતી થઇ પોતાના વિભાગની જુદી જુદી રમત સ્પર્ધાઓમાં પોતાનું નામ આગળ વધારી રહ્યો છે. આ ઉદાહરણ પાશેરામાં પૂણી બરાબર છે. ચન્દ્રકાન્ત, વિશ્વાસ અને સંતોષ જેવા સેંકડો બાળકો છે, જે વર્ધિનીના સંપર્કમાં આવ્યાં અને આજે સમાજમાં એક દીવાદાંડી બન્યાં છે.
‘સ્વ’-રૂપવર્ધિનીના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય સેવાભારતીના કેન્દ્રીય ટોળીના સદસ્ય શિરીષ પટવર્ધન બતાવે છે કે, વર્ષ 1979માં આ પ્રકલ્પ પૂણેના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા પ્રતિભાવાન બાળકોને શોધી તેમની ચોમુખી પ્રગતિ માટે આસ્તિત્વમાં આવ્યો. નાનકડા સ્વરૂપમાં પ્રારંભ થયેલ આ પ્રકલ્પ આજે વિસ્તૃત આયામ લઇ ચૂક્યો છે. શિરીષજીના કહેવા પ્રમાણે વર્ધિનીના માધ્યમથી રાજ્યસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓછામાં ઓછી ફી લઇ ચાલતા કોચિંગ સેન્ટરથી ભણેલા 200થી વધુ નિર્ધન બાળકો આજે ક્લાસ વન કે ટૂ ઑફિસર બન્યા છે. આ ઉપરાંત ફરતી પ્રયોગશાળા જે ગામે ગામ ફરી બાળકોને વિજ્ઞાનના પ્રયોગો બતાવી વિજ્ઞાન માટે રસ ઉપજાવે છે. છેલ્લા 17 થી વધુ વર્ષોથી ચાલતી આ ફરતી પ્રયોગશાળાના માધ્યમથી 100 ગામોના હજારો બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકાસ થયો છે. આ ઉપરાંત મહિલા સ્વાવલંબન કેન્દ્ર, પરામર્શ કેન્દ્ર, પાકોલી મોન્ટેસરી સ્કુલ અને કૌશલ્ય વિકાસના કેટલાય આયામો આજે આ પ્રકલ્પ દ્વારા ચાલે છે.
સંપર્ક સૂત્ર : શિરીષ પટવર્ધન
મો. નં 9822675765
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।