सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

સજીવ ખેતીએ બદલી કર્ણાટકના ખેડૂતોનું ભાગ્ય

નિર્મલાબેન સોની | કર્ણાટક

parivartan-img

જો ખેતી કરવાની પદ્ધતિ બદલવામાં આવે અને બજારમાં વચેટીયા દૂર કરવામાં આવે, તો નાના અને મધ્યમ પ્રકારના ખેડૂતો સારું એવું કમાઇ શકે, આ વાત પોતાના પ્રયોગોથી સબિત કરી છે કર્ણાટકના સાવયવ કૃશિ પરિવારે, ચાલો મળીએ એક સાધારણ ખેડૂત ચન્દ્રપ્રકાશને. તુમકર જીલ્લાનું નાનકડું બિલગેરેપાલ્યા નામના નાનકડા ગામનો આ ખેડૂત કઠીન પરિશ્રમ કરીને પણ માંડ ભરણ પોષણ જેટલું કમાવી શકતો. પોતાના ખેતરમાં થતા પાકથી 1 ક્વિંટલમાં માંડ અઢીથી ત્રણ હજાર રૂપિયા મળતા, જે આજે 1 ક્વિંટલ રાગીના અત્યારે 22,500 રૂપીયા મળે છે. ચન્દ્રપ્રકાશ જેવા હજારો ખેડૂતોની કમાણીમાં જબરદસ્ત મૂલ્યવર્ધન માટે શ્રેય જાય છે કૃશિ પ્રયોગ પરિવારને. સંઘના વરિષ્ઠ પ્રચારક ઉપેન્દ્ર શિણોયની પ્રેરણાથી એક સમૃદ્ધ ખેડૂત પુરુષોત્તમ રાવના પ્રયાસથી વર્ષ 1990માં શરુ થયેલી આ સંસ્થા સજીવ ખેતીના ક્ષેત્રમાં વિશ્વનું સૌથી મોટું સંગઠન છે.

કર્ણાટક પ્રાંતના 175 તાલુકામાં 15000થી વધુ ખેડૂતોને સંસ્થા સાથે સજીવ ખેતીથી જોડી ગરીબીના કાદવમાંથી બહાર કાઢ્યાં છે. આ સંસ્થા મૂલત: જૈવિક કિસાન સંઘોનો સંઘ છે, જેણે ખેડૂતોને માત્ર સજીવ ખેતી જ કરવા નથી પ્રેર્યા પરંતુ તેના ઉત્પાદનોના વેચાણની વ્યવસ્થા પણ કરી છે. 


સંસ્થાના પૂર્ણકાલિક કાર્યકર્તા અને સંઘના સ્વયંસેવક આનંદજીનું માનીએ તો ખેડૂતોની દશા સુધારવા માટે સેન્દ્રીય ખાતર નિર્માંણ, બાયોગેસનો ઉપયોગ, મધમાખી પાલન, ગોમૂત્ર અને ગોબરનો વ્યાવસાયિક ઉપયોગ કરવાનું પ્રશિક્ષણ આપ્યું. એટલું જ નહીં ખેડૂત ગ્રાહક મિલનના નામથી મહિનામાં બે વાર લગતા મેળાથી ખેડૂતોની ઉપજના વેચાણની પણ વ્યવસ્થા થાય છે. ક્યારેક ખેતી છોડી મજૂરી કરવાનું મન બનાવેલ મલયર શ્રાનપ્પા હવે સજીવ ખેતી કરી પકેલ શાકભાજીને સીધા ખુલ્લા બજારમાં વેચી વર્ષના 4.5 લાખ રુપીયા કમાવે છે. વૈલ્લારી જીલ્લાના હુલીકરઇ ગામના આ ખેડૂતનું તો જાણે જીવન જ બદલાઇ ગયું, જ્યારે તેણે સાવયવ કૃષિ પરિવારની સદસ્યતા લીધી હતી. તે બતાવે છે કે તાલુકા સ્તર પર લાગતા આ મેળાઓમાં દર મહિને 20 લાખ રૂપીયાથી વધુ વેચાણ થાય છે. 

નાના પ્રયોગોથી મોટી સફળતા મળેલી છે. ક્યારેક 80 રૂપીયામાં દેશી ગાયનું દૂધ વેચવા વાળા ખેડૂતને દૂધથી ઘી બનાવી 2000 રૂપીયામાં કીલોના ભાવે વેચાય છે. વળી તેમના પરિવારની બહેનોએ ઑર્ગેનિક કંકુ બનાવવાની તાલિમ લીધી છે જેની બજારમાં ઘણી માંગ છે. 


કોઇએ ખેતીની સાથે મધમાખી પાલન શરુ કર્યું છે, તો કેટલાક ખેડૂતો ગોબર વેચી ધન કમાવે છે. ખેડૂતોને સારા બીજ મળે, ઉજ્જડ જમીન ફળદ્રુપ બને, ખેડૂત જળ વ્યવસ્થાપન અપનાવી સિંચાઇ માટે સ્વાવલંબી બને અને સ્જીવ ખેતીને સરળ બનાવે તે માટે સંસ્થાએ આ બધા માટે પ્રશિક્ષણ આપ્યું છે. ભારતમાં જ્યાં દર 2 કલાક 15 મીનીટે એક ખેડૂત આત્મહત્યા કરે છે ત્યાં કૃષિ પ્રયોગ પરિવારોએ ખેડુતોને જીવવાનો નવો માર્ગ ચિંધ્યો છે. સંસ્થાની બધી ગતિવિધિઓને બંગ્લુરુની રાષ્ટ્રોત્થાન પરિષદ અને યૂથ ફોર સેવાનો પૂરો સહયોગ મળે છે.

1204 Views
अगली कहानी