नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
મહારાષ્ટ્ર
ઓરડાની લાઇટ ચાલુ કરતાં જ તે મહિલા અચાનક જોરથી ચીસો પાડવાં માંડી “....બબબ..બ બંધ કરો લાઇટ. હ હ હ હટાવો આ આ આ..ને અહીંથી હટાવો મને જવાદો. ન ન ન નથી રહેવું મારે અહીં. પતિના અવસાન પછી આ વૃદ્ધાની સાર સંભાળ રાખવાવાળું કોઇ નહોતું. ઘરના વીજળીના જોડાણો કપાઇ જવાના કારણે 9 વર્ષ અંધારામાં રહેતી રજની દેવીને હવે અજવાળાથી બીક લાગતી હતી ત્યારે તેનો હાથ પકડ્યો વિજયા પરિવારે. નાગપુરથી 60 કી.મી દૂર એક નાનકડું ગામ ડોંગરમોથામાં આવેલા સેવાશ્રમમાં અસાધ્ય રોગોથી પીડાતા રોગીઓની જીવનપર્યંત સેવા કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સેવાભારતીથી સંબદ્ધ આ સંસ્થાની સ્થાપના ડૉ શશિકાંત રામટેક, જે પોતાને સંઘના અતિથિ સ્વયંસેવક માને છે તેમણે ફેબ્રુઆરી 1997માં નાગપુર (હવે ડૉંગરમૌદા)માં બે ઓરડાવાળા મકાનમાં કરી. એવા હઠીલા રોગવાળા, જેને ઠીક થવાની કોઇ સંભાવના નથી, સ્વજનોની સાથે ડૉક્ટરો સુદ્ધાએ હાથ અદ્ધર કરી દીધા હોય તેમને અહીં બલાવી તેમની ગરિમા અને સન્માન સાચવી અંતિમ વિદાય સુધી પાલન કરવું તે વિજયા પરિવારનું ધ્યેય છે.
ગરિમાજી ને તો તેમના સ્વજનોએ પાગલ જાહેર કરી દીધા હતા. સ્થિતિ એ હતી કે પાગલપનનું આક્રમણ થાય ત્યારે તેમને કાબુમાં રાખવા પલંગ સાથે બાંધવા બાધ્ય થવું પડતું. ત્યારે લાચાર થઇ સ્વજનોએ જ તેમને વિજયા હેલ્થ એન્ડ એજ્યુકેશન સોસાયટી નામથી નોંધાયેલ આ સેવાશ્રમમાં છોડી ગયાં.
અહીં આશરો લેવા માટે વય, જાતિ, ધર્મ કશુંય મહત્વનું નથી. આ તો એક વિશેષ સેવાયાત્રા છે, જેમાં અત્યાર સુધી 3 વર્ષના બાળક્થી લઇ 98 વર્ષના વડીલ સુધી 301 રોગીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી આશ્રય મળ્યો છે. અનાથ અને શારીરિક અશક્ત મુકેશ એવા દિવ્યાંગનો ભાર સગાવ્હાલા કેમ ઉપાડે જો તેને સેવાશ્રમમાં આશ્રય મળતો હોય. નહીંતર તે યુવક આખું આયખું રસ્તા પર ભીખ માગીને પસાર કરી દેત.
મુકેશ જેવા કેટલાય નિરાશ્રય અને અત્યંત રોગી અહીં આશ્રય પામી પોતાનું બાકીના જીવનની કઠણાઇના ફંદામાંથી મુક્તિનો અનુભવ કરી રહ્યાં છે. શશિકાંતજી બતાવે છે કે, વિજયા પરિવારની અત્યાર સુધીની યાત્રા સરળ નહોતી રહી. પ્રારંભના દિવસોમાં આશ્રમ માટે ધન સંગ્રહ કરવો એટલે અપમાન અને તિરસ્કાર ઝેલવાની તૈયારી રાખવી. સરકારી તંત્રના ચોપડાઓમાં પણ વૃદ્ધાશ્રમ સિવાય કોઇ સમજણ જ નહોતી. પરંતુ મન હોય તો માળવે જવાય. અગણિત કઠણાઇઓને પાર કરી ક્યારેક ભાડાના ઓરડામાં ચાલુ કરેલ સેવાશ્રમની પાસે આજે 13000 ચો.ફીટ જમીન પર 20 સુવિધાવાળા ઓરડા છે જેમાં 31 રોગીઓને રાખવામાં આવ્યાં છે.
શશિકાંતજી બતાવે છે કે વિજયા પરિવારના દ્વાર સાધ્ય કે અસાધ્ય બન્ને પ્રકારના રોગીઓ માટે હંમેશા ખુલ્લા રહે છે. દુસાધ્ય વ્યાધિઓથી પીડાતા આ રોગીઓની ‘ભારતીયતા’ સાથે નાતો તૂટી ન જાય આ વાતનું ધ્યાન આ સેવાશ્રમમાં વિશેષ લેવાય છે. રોગીના અવસાન પછી તેના અંત્યેષ્ટિના ક્રિયાકર્મ સન્માન પૂર્વક થાય તેનું ધ્યાન એક સ્વજનની માફક જ લેવાય છે. શશિકાંતજીની આ સેવાયાત્રામાં દરેક પગલે ક્યારેક માં બની રોગીઓની સેવા કરવાવાળી શ્રીમતિ નિશિગંધા રામટેકે પોતાના ભાવ પ્રગટ કરતાં કહે છે “આશ્રમમાં આવતા પહેલાં રોગીઓ પોતાનું જીવન કેવી રીતે જીવતાં તેની અમને ખબર હોતી નથી. પરંતુ અહીંયા આવ્યાં પછી તેમના મળમૂત્રમાં તેમને પડવા કે મરવા નહીં દઇએ, તેમની દુર્દશા નહીં થવા દઇએ”. સારવારની સાથે સાથે દીપકની જેમ પોતે સળગી આ સેવાવ્રતી દંપતિએ પોતાના જીવનના 22 કરતાં વધુ વર્ષ આ રોગીઓના સુકા જીવનમાં માનવીય સ્પંદનની ઉષ્મા લાવવા હોમી દીધાં. આ તપસાધનાના વર્ષોમાં સંઘ પરિવારે સમયે સમયે સેવાશ્રમને આર્થિક સહયોગ આપ્યો છે. આ કથાના પાત્રોના નામ કાલ્પનિક આપેલા છે જેથી તેમના સન્માનને કોઇ ઠેસ ન પહોંચે.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।