नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
નિર્મલાબેન સોની | લદ્દાખ | જમ્મુ અને કાશ્મીર
દેવભૂમિ કહેવાતા લેહ લદ્દાખમાં કોઈ પણ આફતથી અજાણ, મીઠી ઊંઘમાં સૂઈ રહેલા લોકો પર મધ્યરાત્રિએ વરસાદ-પાણીની આફતના તૂટી પડ્યો. 5 ઓગસ્ટ, 2010ના રોજ અચાનક વાદળ ફાટવાથી પૂરના રૂપમાં પાણી આવી ગયું હતું, જેમાં રસ્તાઓ અને ખેતરોમાં રહેલા લીલા પાકનો નાશ થયો હતો અને તેની સાથે મોટા પથ્થરોના ટુકડા પણ ખેંચી લાવ્યાં હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જાણે આખો પર્વત પાણીની સાથે જાણે નીચે આવી ગયો હોય. લોકો ઊંઘમાં જ તેમના ઘરો સહિત કેટલાક કિલોમીટર દૂર વહી ગયા હતા. તે સમયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર જિગમીત તપકા કહે છે કે થોડા કલાકોમાં જ 600 કરોડનું નુકસાન થયું હતું. પરંતુ ભગવાનની કૃપા હતી કે આ દુર્ઘટનાના સમાચાર ચોગલમસર પાસે ચાલતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાથમિક શિક્ષા વર્ગ સુધી પહોંચ્યા. જમ્મુ- કાશ્મીર સેવા ભારતીના ક્ષેત્ર સંગઠન મંત્રી જયદેવ સિંહ કહે છે કે શિક્ષા વર્ગને ત્યાં જ રોકીને તમામ સ્વયંસેવકો પીડિતોની મદદ માટે લદ્દાખ જવા રવાના થયા હતા.આ સ્વયંસેવકોએ પોતાનો જીવ સંકટમાં મૂકીને 27 લોકોના જીવ બચાવ્યા અને પીડિત પરિવારોને પાણી અને ભોજન પૂરું પાડ્યું. દવાઓ, મચ્છરદાની અને પથારી વગેરેની તાત્કાલિક વ્યવસ્થા કરી.
એટલું
જ નહીં, લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સેવા ભારતીએ
લદ્દાખ કલ્યાણ સંઘ સાથે રોજગાર તાલીમ આપવાનું કામ પણ શરૂ કર્યું.
પાંચ ખીણોથી ઘેરાયેલ લેહ લદ્દાખની સુંદરતા દરેકને આકર્ષે છે. પરંતુ બાર મહિના સુધી હંમેશા બરફથી ઢંકાયેલા પહાડોથી ઘેરાયેલી લામાઓની આ ભૂમિ પર હંમેશા સખત ઠંડી રહે છે, તેથી અહીં સ્વાવલંબન અને પુનર્વસન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેથી, તેની શરૂઆત નાની નાની કારીગરીના માધ્યમથી કરવામાં આવી હતી. વાળંદને કટીંગ ખુરશી, દરજીને સિલાઈ મશીન, ઢાબા ચલાવનારને વાસણો અને સુથારને ઓજારો આપવામાં આવ્યા હતા. લદ્દાખમાં ઝરણાના પાણીના પ્રવાહ દ્વારા સંચાલિત રેન્ટેક મશીન વડે ગૃહિણીઓ લોટ અને સત્તુ દળી રહી છે. પૂરમાં 250 રેન્ટેક મશીનો તણાઇ ગઇ હતી, સેવા ભારતીએ 90 લોકોને રેન્ટેક મશીન આપ્યા.
એકલા ચોગલમસરમાં 240 મકાનો તણાઇ ગયા હતા. રાહત કાર્ય પૂર્ણ થયા પછી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમની બેગ સમેટી લીધી, પરંતુ સેવા ભારતીએ આ બેઘર લોકોને ઘર આપવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, સેવા ભારતીએ ચોગલમસરમાં વિસ્થાપિત લોકો માટે હિલ કાઉન્સિલ (સરકાર) દ્વારા બનાવવામાં આવી રહેલી સોલાર કોલોનીમાં મેડિકલ હેલ્પ સેન્ટર અને બહુહેતુક સેવાગૃહ પણ બનાવ્યાં. અહીંના એક અગ્રણી અધિકારી, તેનસિન્ગ દોરજ્યા કહે છે કે "સેવાભારતીએ 100 ઘરો બનાવીને પીડિતોને પુનર્વસનમાં મદદ કરી અને સરકારી શાળામાં પુસ્તકો, ગણવેશ અને પાણીની ટાંકી આપી." આપત્તિમાંથી પુનર્વસનની આ સમગ્ર યાત્રામાં, સ્વયંસેવકોએ જેસીબીથી ખેતરોમાં જામેલ કાટમાળ હટાવવાથી લઈને મૃતદેહોના અગ્નિસંસ્કાર સુધીના તમામ કાર્યો કુશળતાપૂર્વક સંભાળ્યા.
તત્કાલીન વિભાગ કાર્યવાહ, બિજાય ચિગલમત્તા સમજાવે છે કે "તે શાખાના સંસ્કાર જ હતા કે સંઘના
સ્વયંસેવકો, જેઓ પ્રાથમિક શિક્ષા
વર્ગમાંથી એક ક્ષણ પણ બગાડ્યા વિના અહીં
આવ્યાં અને પોતાનો જીવ જોખમમાં મૂકીને મદદમાં લાગી ગયા અને 27 વ્યક્તિના જીવ બચાવ્યા.
આપત્તિના દાયકાઓ પછી પણ અસરગ્રસ્ત પરિવારો માટે
અનેક સેવાકીય કાર્યો અવિરત ચાલુ છે.
સંપર્ક
:- જય દેવ સિંહ
મો :- 91-94180
05256
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।