सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

એક ધામ અનેક કામ, દીનદયાલ ધામ

મથુરા | ઉત્તરપ્રદેશ

parivartan-img

પહેલા ક્યારેક દેવભૂમિ મથુરાના ફરહ ક્ષેત્રમાં માઇલો સુધી ચાલીને બહેનો, બાળકો, તો ક્યારેક પુરુષોના ખભા પર, માથા પર અથવા હાથોમાં મીઠુ પાણી છલકાતું છલકાતું ગામો સુધી પહોંચતુ હતું. ચારે તરફ ખારુ પાણી હોવાના કારણે મીઠા પાણીનું એક એક ટીપું મૂલ્યવાન હતું. આ જ પાણી ક્યારેક આપસી મનભેદ માટે કારણ રૂપ બનતું. ત્યાં સુધી કે પાણી માટે રોજના ઝગડા સામાન્ય થઇ ગયાં હતાં. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી છે, જે સંપૂર્ણ પણે પાણી પર આધારિત છે. ખેડૂતો ભરણ પોષણ માટે તો કમાવી લેતા હતા પરંતુ આવતી પેઢીની પ્રગતિ માટે તેઓ સક્ષમ નહોતા. લાચારીના કારણે કેટલાક પરિવારોને કમાણી માટે પલાયન પણ કરવું પડતું હતું. બાળકોના ભણતર માટે પણ યોગ્ય વ્યવસ્થા નહોતી. પરંતુ જ્યારે કોઇ યોગી ભૂમિ પર જન્મ લે છે તો તેના તપનું ફળ અનેક વર્ષ સુધી આ ભૂમિના જન સામાન્યને પણ મળે છે. સંઘના પ્રખર પ્રચારક અને એકાત્મ માનવદર્શનના પ્રણેતા મા. પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનું જન્મ સ્થળ મથુરાથી 22 કિ.મી દૂર ફરહ ક્ષેત્ર માં નગલા ચન્દ્રભાન ગામ આજે દીનદયાલ ધામના નામથી જ ઓળખાય છે. 1982માં પંડિત દીનદયાલજી પૈતૃક મકાન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ અધિકારી મા. ભાઉરાવ દેવરસજી, મા. અટલ બિહારી બાજપેયીજી, મા. ઓમપ્રકાશજી જેવા અનેક અધિકારીઓએ પંડિત દીનદયાલ  ઉપાધ્યાય જન્મભૂમિ સ્મારક સમિતિનું ગઠન કરી આ ક્ષેત્રમાં વિકાસના દ્વાર ખોલી દીધા. અહીં દીનદયાલજીના સ્મારકના રૂપે એક ભવ્ય સ્મૃતિભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જે આજે અહીં દીનદયાલ ધામના નામથી ઓળખવામાં આવે છે. 


જે પ્રકારે ઘરના એક ચૂલા પર બનેલું ભોજન પરિવારના અનેક લોકોનું પેટ ભરે છે, આ જ પ્રમાણે સ્મારક સમિતિ આખા ફરહ કસ્બાના 56 ગામોના મૂળભૂત અને સર્વાંગીણ વિકાસ માટે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયાસરત છે.

બાળપણથી આ જ ધરતીની શાખામાં જવાવાળા સંઘના પ્રચારક અને સમિતિના નિદેશક માનનીય સોનપાલજી કહે છે કે મીઠા પાણીના અભાવમાં લોકોને માઇલો દૂરથી પીવાનું પાણી ઉપાડીને લાવવું પડતું હતું. આથી જ 1992માં સર્વ પ્રથમ મીઠા પાણીની પાઇપ લાઇનના 15 સ્ટેન્ડ લગાડવામાં આવ્યાં. આજે ફરહમાં મીઠા પાણીની ટાંકી છે, જેનાથી ગામના દરેક ઘરને મીઠું પાણી મળે છે. પાણીની સમસ્યા ઉકેલાતા જ ખેતીના અનેક વિકલ્પો સામે આવ્યાં. આજે દીનદયાલ ધામમાં 5000 વૃક્ષો ઉછેરેલા છે. એક સુંદર આમળાનો બગીચો પણ અહીં છે. વિભિન્ન પ્રયોગો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક અને સજીવ ખેતી માટે પ્રેરિત કરવામાં આવે છે. ગામનું લગભગ 75000 લીટર ગંદુ પાણી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાંટથી શુદ્ધ થઇ રોજ સિંચાઇના કામમાં આવે છે. પુનર્નિમાણ પામેલ અને સુંદરતાના કારણે વર્તમાનમાં દીનદયાલ ધામ ઉત્તર પ્રદેશનું એક ભવ્ય પર્યટન કેન્દ્ર છે.


આજે અહીંના બાળકો માત્ર સરકારી શાળાઓ પર નિર્ભર નથી. દીનદયાલ ઉપાધ્યાય સરસ્વતિ વિદ્યામંદિરના માધ્યમથી બે વિદ્યાલયોનું સંચાલન થઇ રહ્યું છે, જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એટલું જ આજુબાજુના લગભગ 25 ગામોમાં નિઃશુલ્ક વન ટીચર વન સ્કૂલ (એકલ વિદ્યાલય)કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ એકલ વિદ્યાલય બાળકોને શિક્ષિત અને સંસ્કારિત બનાવવાની સાથે તેમના જીવનને સાચી દિશા આપી રહ્યા છે. ફરહ કસ્બાની 8 જૂથ ગ્રામ પંચાયતમાં 6 સરસ્વતિ શિક્ષા મંદિર છે, જેમાં 33 ગામના 1383 બાળકો ભણવા આવે છે.

સમિતિએ બધા ક્ષેત્રોમાં પ્રકલ્પ આરંભ કરી સર્વાંગીણ વિકાસનો પાયો રોપ્યો છે. કામધેનુ ખાદ્ય અને ગ્રામોદ્યોગ ફાર્મસી મંત્રી શ્રી હેમેન્દ્રજી કહે છે કે નાની મોટી શારીરિક તકલીફોમાં માઇલો દૂર મથુરાની હોસ્પીટલમાં જવું પડતું હતું, આ વાતને ધ્યાનમાં રાખી સેવાકેન્દ્રના પરિસરમાં જ એક નિઃશુલ્ક આયુર્વેદ ચિકિત્સાલય ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં દર વર્શે 30000 રોગીઓની સારવાર થાય છે. અહીં આંખની નિઃશુલ્ક સારવાર-ઓપરેશન, વિકલાંગ સહાયતા, દાંતની તપાસણી અને અન્ય સર્વરોગ સંબંધી તપાસના શિબિરોનું આયોજન થતું રહે છે.

પરિસરમાં એક કામધેનુ ગૌશાળા પણ છે. અહીં પંચગવ્ય આધારિત આયુર્વેદ દવાઓ પણ બને છે. આ ગૌશાળા ગામની જ મહિલાઓના સ્વાવલંબનનો આધાર બની છે. અત્યાર સુધી 40 બહેનોએ ઔષધ નિર્માણના વિભિન્ન આયામોનું પ્રશિક્ષણ લીધું છે. આ બહેનો અત્યારે દર મહિને 4500 રૂ. કમાવી રહી છે.


પતિના મૃત્યુ પછી અનિતા બે બાળકો સાથે પોતાના પરિવાર ભારરૂપ થવાના બદલે સીવણ કરી સ્વમાન પૂર્વક જીવી રહી છે, તો રમાની સાસુએ આ ધામમાં પ્રશિક્ષણ લઇ કેટલાય વર્ષો સુધી કામ કર્યું. રમાને પણ લગ્ન પછી સીવણ શીખવી સ્વમાન પૂર્વક જીવતા શીખવ્યું. સીવણના પ્રશિક્ષણ અને વસ્ત્ર ઉદ્યોગના માધ્યમથી અત્યાર સુધી 5000 બહેનોએ નિઃશુલ્ક સીવણ શીખી અને કમાવવાનું ચાલું કર્યું. આજે અહીં 35 બહેનો કામ કરીને મહિને 5000 રૂ કમાવે છે. અહીં 8 ગામોમાંથી બહેનો આવે છે. પ્રશિક્ષણ પામેલી બહેનોને તેમના લગ્ન પર દીનદયાલ ધામ તરફથી સીવણ મશીન પણ ભેટ કરવામાં આવે છે.

સમિતિના મંત્રી નિતિન બહલજી કહે છે કે પંડિતજીના જન્મોત્સવ અને નિર્વાણ દિવસ પર પ્રદર્શની, મેળા અને વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો જોડાય છે. સમિતિ દ્વારા બનાવેલું સામુદાયિક ભવન, રાધાકૃષ્ણ મંદિર, સત્સંગ ભવન અને શોધ પુસ્તકાલય આજુબાજુના બધાં ગામોને જોડીને રાખે છે.

પંડિતજીના વિચારોનું પ્રતિકૃતિ રૂપ પંડિત દીનદયાલ જન્મ સ્મારક સમિતિ ભવન જે પ્રકૃતિ સાથે પૂર્ણ સામંજસ્યની સાથે માનવનો વિકાસ આ જ એકાત્મ માનવ દર્શનને વ્રજમાં માત્ર જીવંત ઉદાહરણ જ નહીં પરંતુ આ દેવભૂમિનું ગૌરવ પણ છે.

સંપર્ક : શ્રી રોહિતજી

મો. 9690878956

488 Views
अगली कहानी