सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

ગૌમુખી સેવાધામે 40 ગામોને બતાવ્યો વિકાસનો માર્ગ

છત્તીસગઢ

parivartan-img

છત્તીસગઢના કોરબા જીલ્લાથી 60 કિ.મી દૂર આવેલું દેવપહરી નાનકડું ગામ છે. આજથી અઢાર વર્ષ પહેલા દેવપહરી પહોંચવું જાણે હિમાલય ચઢવા જેટલું કપરું હતું. ગામ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ કરી ત્રણ ત્રણ ખીણ  પસાર કરવી પડતી હતી. ક્યારેક બે દિવસ લાગી જતા. દેવપહરી જ નહી લેમરુ, ડીડાસરાય, જતાડાડ સાથે કોરબા જીલ્લાના આ ચાલીસ ગામો સુધી પહોંચવા કોઇ પાકો માર્ગ કે સરકારી વાહન નહોતું. ભણવા માટે શાળા કે સારવાર માટે દૂર સુદૂર કોઇ ડૉક્ટર નહોતો. જ્યાં વીજળીનો પ્રશ્ન છે તો તે પહોંચાડવાની મથામણ ચાલી રહી હતી. વના પેદાશ પર નભતી અને વનના સહારે જીવતી બિરહોર, કોરવા, કંવર જનજાતીઓના આ વનવાસી સમાજના બીમાર લોકો ભગવાનના ભરોસે જ રહેતા હતા. વળી નક્સલીઓના આતંકે તેમનું જીવવું દોહ્યલું કરી નાખ્યું હતું. દાતરડાની ધાર પર ઉભો પાક કાપી લેવામાં આવતો હતો. આવી વિકટ પરિસ્થિતિઓથી લડતા આ વનવાસીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું બીડું સંઘના સ્થાનીય સ્વયંસેવકોએ ઉઠાવ્યું.


આજ થી 18 વર્ષ પહેલા 15 સપ્ટેમ્બર 2000માં  નાનાજી દેશમુખની પ્રેરણાથી દેવપહરીમાં ગૌમુખી સેવાધામની સ્થાપના થઇ. દેવપહરીને કેન્દ્ર બનાવી આસપાસના 40 ગામોના વિકાસની યોજના બની. બનવારીલાલ અગ્રવાલ, કિશોર બુટોલિયા, ડૉ. ધૃવ બેનર્જી, પી એન શર્મા જેવા સંઘના સ્વયંસેવકો અને ઇંદુદીદી જેવી સેવાભાવી બહેનોએ જીવનના કેટલાક વર્ષ અહીં આપ્યાં અને આ ચાલીસ ગામોમાં ગ્રામવિકાસનું કામ ઉભું કર્યું. સંસ્થાએ ખેતી કરવાવાળા આ વનવાસીઓને માત્ર પ્રગત ખેતી જ ન શીખવાડી પરંતુ તેમની આવક વધારવાના બધા ઉપાયો કર્યા. તેમના બાળકોને ભણાવવા શાળાઓ ખોલી અને રોગીઓની સારવાર માટે દવાખાનઓ પણ ચાલુ કર્યાં. યુવાનોને કમાણી માટેની તાલિમ આપી, તો મહિલાઓને સ્વાભિમાનથી જીવતા શીખવાડ્યું. 


જતાડાડના સરપંચ અમૃતલાલ રાઠિયા ઘણાં પ્રયત્નો પછી પણ પોતાના ગામમાં પ્રાથમિક શાળા શરુ નહોતા કરી શક્યા. નજીકના ગામમાં ચાલતી સરકારી શાળામાં પણ શિક્ષકોના દર્શન દુર્લભ હતા. પરંતુ તેમનો બેટો જ્ઞાન રાઠિયાએ જ્યારે રાયપુરથી મિકેનિકલ ઇંજિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો તો તેઓ મિઠાઇ લઇ સૌથી પહેલા ગૌમુખીના કાર્યાલય પર ગયા. અમૃતલાલજી એ લોકોમાંના છે જે વર્ષોથી સેવાધામના કાર્યકર્તાઓને કઠિનતમ પરિસ્થિઓમાં અત્યંત સમર્પણભાવથી કરતા જોનાર અને સાક્ષી રહ્યા છે. સેવાધામ દ્વારા ચાલતી હાઇસ્કૂલ એકલવ્ય વિદ્યામંદિરમાં જ્ઞાન જેવા સેંકડો જનજાતીય વિદ્યાર્થીઓને ભણાવી આગળ વધારવામાં આવ્યાં છે. વિદ્યાલયના છાત્રાવાસ મમત્વ મંદિરમાં આજે પણ 300 વિદ્યાર્થીઓ રહીને ભણે છે અને અત્યાર સુધી 1000થી વધુ સંખ્યામાં આ વિદ્યાલયથી શિક્ષણ લીધું છે. સંસ્થાએ અહીં ભણનાર વિદ્યાર્થીઓમાં સેવાભાવ પણ  જગાડ્યો છે.  અહીં રહી ભણનાર પુરુશોત્તમ ઉરાંવ જે અહીં પ્રધાનાચાર્ય છે અને પોતાના જેવા બાળકોને આગળ વધારવા લાગી ગયા છે.  


આવો, હવે મળીશું ડૉ દેવાશીષ મિશ્ર અને તેમના પત્ની ડૉ સરિતાને જેમને લોકો ભગવાન માને છે.  ગયા  16 વર્ષોમાં આ ડૉ દંપતિએ ગાઢ જંગલની વચ્ચે રહી નાનકડી હોસ્પીટલ આરોગ્ય મંદિરમાં સેંકડો લોકોને જીવનદાન આપ્યું છે. આ હોસ્પીટલ દ્વારા લાખો રુપીયાની દવા નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થાના સચિવ અને સંઘના સ્વયંસેવક ગોપાલજી અગ્રવાલના કહેવા પ્રમાણે પહેલા રોગીને ખાટલા કે સાયકલ પર લાદીને લાવવામાં આવે છે, અત્યારે હોસ્પીટલની એમ્બ્યુલંસ 24 કલાક ઉપલબ્ધ રહે છે. એટલુંજ નહીં દર 15 દિવસે આ વિસ્તારના ગામોમાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવે છે. આથી ત્યાં કુપોષણની સમસ્યા હલ થઇ ગઇ છે. સાથે સાથે નવજાત બાળક અને પ્રસુતાઓનું મરણ દર ઘટ્યું છે. 


ગૌમુખીની વિશેષતા એ છે, કે  તેમનું પોતાનું વિજળીઘર છે.  ચોરનઈ નદી પર નાનકડો બાંધ બનાવી હાઇડ્રો-ઇલેક્ટ્રીસીટી દ્વારા રોજ 5 કિલોવોટ વીજળી પેદા કરવામાં આવે છે, જેનાથી છાત્રાવાસ અને હોસ્પીટલ સહીત પૂર્ણકાલિક કાર્યકર્તાઓના ઘર ઝગમગી રહ્યા છે. જ્યારે આજ પણ આ ક્ષેત્રમાં ન તો વીજળીના તાર પહોંચ્યા છે ન તો બી એસ એન એલ ટાવર. સંસ્થાની અધ્યક્ષ ઇંદુદીદીના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિથી પરેશાન જે લોકો નક્સલવાદની રાહ પર ચડી ગયા છે, તેમને ખુશહાલ અને આત્મનિર્ભર જીવન આપી સેવાધામે કોરબાને બસ્તર (નક્સલવાદનો ગઢ) થવાથી બચાવી લીધો છે. 

સંપર્ક સૂત્ર :- ગોપાલ અગ્રવાલ

સંપર્ક નંબર :- 07000670863

1323 Views
अगली कहानी