नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
નીરજ પટેલ | મધ્યપ્રદેશ
એ વાત સાચી છે કે અસલ ભારત ગામડાઓમાં વસે છે. જો તમારે આદર્શ ગામડું જોવું હોય તો ચાલો મધ્યપ્રદેશના નરસિંહપુરના બધુવાર ગામમાં ! સ્વચ્છ સફળ થયેલ માર્ગો, ભૂમિગત નાળિયો, દરેક ઘરમાં શૌચાલય, રમવા માટે ઇનડોર સ્ટેડિયમ તેમજ ખાવાનું બનાવવા માટે બાયોગેસ સંયંત્ર. વર્ષોથી ગામનો કોઈ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી. શાળા અને સામુદાયિક ભવનના નિર્માણ માટે જ્યારે સરકાર દ્વારા અપાયેલ પૈસા ઓછા પડ્યા ત્યારે બધુવાર વાસીઓએ ધન પણ આપ્યું અને શ્રમદાન પણ કર્યું છે. આ બધું પચાસ વર્ષોથી ચાલી રહેલી સંઘની શાખા તેમજ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહેલ ગામવિકાસના પ્રયત્નોનું પરિણામ છે.
લગભગ 25 વર્ષ સુધી ગામના નિર્વિરોધ સરપંચ ઠાકોર સુરેન્દ્રસિંહ, ઠાકોર સંગ્રામસિંહ અને હરિશંકરલાલ જેવા સ્વયંસેવકોએ તત્કાલીન સરકાર્યવાહ ભાઉરાવ દેવરસની પ્રેરણાથી પોતાના ગામને આદર્શ ગામ બનાવવાનું નક્કી કરી લીધું. પચાસ વર્ષોથી નિયમિત ચાલી રહેલ પ્રભાતફેરી હોય કે ઘરની દિવાલ પર લખેલા સુવિચાર હોય કે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની ટેવ, બધુવારને બાકી બધા ગામો થી અલગ પાડે છે.
1950થી બધુવારની ગ્રામ વિકાસ સમિતિ સમગ્ર ગામ વિકાસના મોડલ પર કામ કરી રહી છે. ગામ સુધી પહોંચવાવાળી ત્રણ કિલોમીટર લાંબી સડક અહીંયાના નવયુવાનોએ ભેગા મળીને બનાવી છે. સંઘના તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક બધુવારવાસી એમ.પી.નરોલિયાજી જણાવે છે કે ગામના લોકો ક્યારેય પણ વિકાસ માટે સરકાર પર નિર્ભર રહેતા નથી. સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી રાશિમાં ગામલોકોએ દોઢ લાખ ઉમેરીને ગામમાં શાળાભવન પાકું બનાવ્યું અને ભ્રમરી નદી ઉપર ચેકડેમ બનાવવા માટે અઢી લાખ ઉમેરીને ખેતી માટેના પાણીનું સંકટ પણ દૂર કર્યું.
નિયમિત સાફ સફાઈ ઘર આંગણમા બનેલા શોષખાડા, ભૂમિગત નાળીઓનું નિર્માણ, આખા ગામમાં વૃક્ષારોપણ અને ઇન્દ્ર દેવ દ્વારા વરદાન વરસાવતી પાણીની દરેક બુંદને સંભાળીને સિંચાઇમાં ઉપયોગ કરવો આ બધું ગામવાળાની આદતમાં દાખલ થઈ ચુકેલ છે.
સો ટકા સાક્ષરતા, ઘરની દિવાલ પર લખેલા પ્રેરક, જ્ઞાન વર્ધક અને સંસ્કારક્ષમ વાક્ય મન પર ઉંડો પ્રભાવ છોડે છે. ૪૦ ટકા ઘરોમાં અહીંયા ભોજન ગોબરગેસથી બને છે. અહીંયા સરકારી શાળામાં શિક્ષણ સારું મળે તેમજ બાળકોની અને શિક્ષકોની ઉપસ્થિતિ સારી રહે તે માટે સમિતિના સભ્યો તમામ પ્રયત્નો કરે છે. શિશુમંદિરના આચાર્યશ્રી નારાયણ પ્રસાદ નરોલિયા જેવા કેટલાક લોકો સમયાંતરે વિદ્યાલયમાં જઈને ભણાવે પણ છે. આ જ સરકારી વિદ્યાલયથી ભણીને નરોલીયા કૃષિ સંચાલક બન્યા તો અવધેશ શર્મા લેફ્ટનન્ટ બન્યાં. કેટલાક લોકો ડોક્ટર બન્યાં તેમજ ત્રણ લોકો પીએચ.ડી. પણ કરી ચૂક્યા છે. નરસિંહપુરના કલેકટર રહેલા મનીષ સિંહનું માનવું છે કે આઈએએસની તૈયારી કરી રહેલા છાત્રોએ પરીક્ષા આપવા પહેલા આ ગામમાં આવીને જોવું જોઈએ. એમની આ ટિપ્પણી પછી વિદ્યાર્થીઓના કેટલાય બેચ ગામને જોવા આવી ચૂક્યા છે.
સંપર્ક - સુભાષજી
સંપર્કસૂત્ર – 7697335610
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।