सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

મુઠ્ઠીમાં છે આપણું ભાગ્ય - કાનપુર

ઉત્તરપ્રદેશ

Play podcast
parivartan-img

આજે લક્ષ્મીને બળબળતો તડકો પણ ચંદ્ર જેવી શીતળતા આપતો હતો. માથાપર નો પરસેવો લુંછી પોતાની બેટી મૌનીને તડકાથી લાલ થયેલા ચહેરા પર વ્હાલ વરસાવ્યું. પોતાના હાથમાં ઇનામમાં મળેલા કપને પકડી મૌની ખુબ જ  વ્હાલી લાગતી હતી. લક્ષ્મી એ દિવસો કેવી રીતે ભુલે કે આ જ હાથ આજથી ત્રણ વર્ષ પહેલા શેરીઓ, સડક અને મંદિરમાં લોકોની સામે કેટલાક સિક્કા માટે ફેલાતા હતા અને ક્દાચ આખી ઉંમરમાં પણ ભીખ માંગતી રહેત. જો સેવા ભારતી તેમની વસ્તીમાં બાળકોને ભણાવવાની જવાબદારી ન લીઘી હોત. ફક્ત મૌની જ નહિ પરંતુ મોહિત, વિશાલ, મિઠી, આશાની સાથે-સાથે અનેક નામો છે.


જેમનું બાળપણ સેવાભારતીનાં અથાગ પ્રયત્નોથી ઉજ્જવળ થયુ. ઉત્તરપ્રદેશના કાનપુરમાં કપાડિયા બસ્તીના ભીખ માંગવાવાળાની બસ્તી તરીકે જાણીતી છે. પરિવારના દરેક સભ્યનો વ્યવસાય ભીખ માંગવાનો હતો. પરંતુ ત્રણ વર્ષ પહેલા કાનપુરમાં સેવભારતી માતૃમંડળ દ્વારા શરુ કરાયેલ બાળસંસ્કાર, સીવણ કેન્દ્ર અને  સાક્ષરતા કેન્દ્ર દ્વારા બસ્તીવાળાઓને શિક્ષણ અને સાક્ષરતા આત્મનિર્ભતાના પાઠ ભણાવ્યા. આજે આ પરિવારના ૫૨ (બાવન) બાળકો ગુરુકુલ પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમના શિક્ષણનો પૂર્ણ ખર્ચ વિવેકાનંદ સમિતિ નિભાવી રહી છે.


સમિતિના સંયોજક અને સંઘના સ્વયંસેવક વિજય દિક્ષિતજી જણાવી રહ્યા છે કે આ તમામ બાળકોએ ભીખ માંગવાનું છોડી દીઘુ છે. આમતો કાનપુરમાં પનકીનું નામ આવતા જ સંકટમોચન હનુમાનજીનાં મંદિરનું દૃશ્ય તેની મેળે જ આંખની સામે આવી જાય છે. આથી તેને પનકીબાબાની નગરી તરીકે જાણવામાં આવે છે. આ પનકી ઘામમાં થોડાક કિલોમિટર દૂર ગંગાગંજમાં લગભગ ૧૦૦ પરિવારોની બસ્તી છે. કપાડીયા બસ્તી જે અન્ય બસ્તી કરતા ભિન્ન છે. ભિક્ષાવૃત્તિ પર નભતી આ બસ્તીમાં રહેતા લોકો અપશબ્દો બોલતા લડતા- ઝઘડતા જુગાર રમતા દારુ જેવા અનેક બદીઓથી ખદબદતા સમય પસાર કરતા હતા. કદાચ આવનારી પેઢી પણ આજ રસ્તે ચાલત જો સેવાભારતીના પ્રયત્નોથી બાળ-સંસ્કાર કેન્દ્ર ન ખુલ્યુ હોત.

જે બસ્તીના પરિવારો પાસે જઇ  બાળ –સંસ્કાર કેન્દ્રમાં બાળકોને મોકવાની આજીજી કરવી પડતી હતી ત્યાં બે માસની અંદર જ સિલાઇ મશીન અને સાક્ષરતા કેન્દ્ર શરુ થયા. જ્યારે વસ્તીમાં રહેતી વેદાએ પોતાનું ઘર સાક્ષરતા માટે આપ્યુ તો  સરલાજીએ ખુશીથી તૈયાર થયા. આ ત્રણ વર્ષમાં તેમના જેવા અનેક બહેનો હિંદીમાં વાંચતા- લખતા-ગણતા થયા


આ કામ આટલુ સરળ ન હતુ શરુવાતમાં માતૃમંડળની બહેનોને શંકાની નજરથી જોતા હતા, મોઢું સંતાડતા અને  વાત ન  કરતા. તુશમુલ મિશ્રાજી, શૈલજા અને ક્ષમાજી જેવી બહેનોના નિરંતર પ્રયત્નોથી આખરે ૨૨/૧૦/૨૦૧૬ પહેલા બાળ સંસ્કાર કેન્દ્રની શરુવાત થઇ. પછી જે થયુ તે અકલ્પનીય હતુ. બાળકોએ સંસ્કારમય શિક્ષણ મેળવી સૌપ્રથમ પાન-મસાલા ખાવાનું અને ઘીમે-ઘીમે ભીખ માંગવાનું છોડી દીઘુ. મેલા-ઘેલા બાળકો નહાઇ ધોઇ રોજ સ્વચ્છ અને સુઘડ બની આવતા થયા. આ સુખદ પરિવર્તન જોઇ બસ્તીની બહેનો માટે  સાક્ષરતા અને  રોજગાર લક્ષી  શીખવા માટે આગ્રહ થયો. આ સાથે શરુ થયુ પ્રોઢ શિક્ષણ અને સીલાઇ મશીન કેન્દ્ર દ્વારા કપાડીયા બસ્તીનું જીવન-ઘોરણ બદલાયુ કેટલાક પરીવારોએ ભીખ માંગવાનું છોડી મજુરી કરવાનું શરુ કર્યુ. સોની, શિવાની, સાઘના જેવી બહેનોએ સિલાઇ કામ કરી ઘરમાં જ બ્યુટિક શરુ કર્યુ.

સેવાભારતી કાનપુર નગરની માતૃ-મડળની અધ્યક્ષ ક્ષમા મિશ્રાજી જણાવે છે કે બસ્તીના બાળકો શિક્ષણ સાથે જલેબી દોડ,  લાંબી કુદ, રીલે-રેસ જેવી સ્પર્ઘાઓમાં ઘણા પદકો જીતી ચૂક્યા છે. હમણાંજ એક કાર્યક્રમમાં આ વસ્તીના બાળકો  દ્વારા ગવાયેલ વંદે-માતરમ ગીતે ત્યાં ઉપસ્થિત તમામ શ્રોતાઓનું મન મોહિ લીઘુ. આ બતાવે છે કે મહિલાઓને ઘર્મ સાથે જોડી સપ્તાહમાં એકવાર ચાલતા ભજન મંડળીથી મહિલાઓને એકસૂત્રમાં બાંઘી દીઘા. પહેલા અરસ-પરસ ઝઘડતી મહિલાઓ આજે પરસ્પર સાથે મળી કાર્ય કરતી થઇ છે.

સંપર્ક :- પ્રિતીજી – ૯૪૫૦૩૪૭૧૭૩

1185 Views
अगली कहानी