नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
ડૉ. જનક દવે | મધ્યપ્રદેશ
અહીં આવતાં જ લાગશે કે, આપણે કોઇ વિશેષ ગામમાં આવી ગયાં છીએ. ઘરના દરવાજા પર ॐ અને સ્વસ્તિકનું ચિત્રાંકન દિવાલો પર લખવામાં આવેલા સુવિચારો, તો ક્યાંક બ્રહ્માંડના રહસ્યો એક એક પડળ ખોલતી માહિતી, તો વળી ગામના ચોરા પર સંસ્કૃતમાં અભિવાદન કરતા લોકો વૈદિક યુગનું પ્રતિબિંબ દેખાતા આ મોહદ ગામમાં 50 પ્રકારના ઉદ્યોગ વ્યવસાય અને ગોબર ગેસ સંયંત્રથી વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ થતો દેખાય છે, તો સંસ્કૃતિ અને વિકાસનો અદ્ભુત સમન્વય આપણને જોવા મળશે. મધ્યપ્રદેશના નરસિંહપુર જીલ્લાના કરેલી તાલુકાથી પાંચેક કિલોમીટર દૂર આવેલું આ ગામ સંઘના પૂર્વ અખિલ ભારતીય ગ્રામવિકાસ પ્રમુખ સ્વ.સુરેન્દ્રસિંહ ચૌહાણજીના આદર્શ ગામનું આ સપનું છે, જે બધા પ્રકારની કસોટીમાં ખરું ઉતર્યું છે.
આઝાદીના સમયથી
ચાલતી સંઘની શાખા અને સ્વયંસેવકોની વર્ષોની મહેનતે રંગ લાવ્યો છે. ગામના સ્વચ્છ
રસ્તાઓ, લીલાછમ વૃક્ષોની
કતારો. રમતનું મેદાન અને લહેરાતા ખેતરો પોતે જ પોતાની કહાણી આગંતુકોને જણાવે
છે.
મોદીજીનું સ્વચ્છ ભારત, શૌચમુક્ત ભારત, મોહદમાં પહેલાથી જ જોવા મળે છે. માર્ગોની સ્વચ્છતા
જળવાઇ રહે, તે માટે દરેક ઘરની બહાર શોષખાડા બનાવવામાં આવ્યાં છે. જળ નિષ્કાસન વ્યવસ્થા
(ગટર) એટલી સારી છે, કે મોહદમાં ક્યાંય ગંદુ પાણી એકત્ર નથી થતું. દરેક ઘરમાં શૌચલય છે. સેવાભારતીએ
ગામના 230 પરિવારોને શૌચાલય
બનાવી આપ્યા છે. બાકીના લોકોએ કેન્દ્ર સરકારી યોજનાને અંતર્ગત બનાવડાવ્યા છે.
વૈકલ્પિક ઊર્જાના સ્વરૂપે અહીં બાયોગેસનો ઉપયોગ લગભગ દરેક પરિવાર કરે છે. જ્યારે
પ્રદેશમાં વીજ સંકટ હતું ત્યારે બાયોગેસથી બલ્બ પેટાવતા હતા. હવે આ સંયંત્રોનો
ઉપયોગ દરેક ઘરમાં રસોડા માટે થાય છે.
મોહદમાં લઘુ (કુટીર) ઉદ્યોગ જેમકે કપડાં વણવા, રમકડાં બનાવવા, ફોટો ફ્રેમિંગ, માટીના ઘડા બનાવવા, મશીનથી પડીયા પત્રાળા બનાવવા,
કુંડા બનાવવા, કપાસ માંથી રૂ કાઢવું, ચિત્રકારી, મોટર બાંધવી, ખુરશી બનાવવી, અગરબત્તી બનાવવી, ટી.વી-રેડિયો ઠીક કરવા,
મૂર્તિકલાનો વિકાસ કરી
સમસ્યાઓને જ ખતમ કરી દીધી. નાડેપ કમ્પોસ્ટ ટેકનીકથી થઇ રહેલી ખેતીના કારણે
ખેડૂતોની આવક પણ વધી છે. મોહદના પૂર્વ સરપંચ (સિવિલ ઇંજિનિયરિંગમાં ગોલ્ડ
મેડાલીસ્ટ) અને સંઘના સ્વયંસેવક જવાહરસિંહજીના કહેવા પ્રમાણે, આજે ગામના 850 પરિવારોની પાસે કમાણીના સાધનો
પણ છે અને 90% લોકો ભણેલા-ગણેલા છે. 17 કિલોમીટર સુધી પાકી સડક પણ બની ગઇ છે. જવાહરજી છાતી ગદ ગદ
ફૂલાવીને કહે છે કે અહીં જાતિવાદ અને ભેદભાવ લેશ માત્ર નથી. પ્રતિવર્ષ યોજાતી
આદર્શ પરિવાર સ્પર્ધાનો પુરસ્કાર પણ મોટેભાગે દલિત પરિવારોને જ મળે છે.
સંપર્ક – શ્યામ બનવાલે
9406539449
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।