नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
ઔરંગાબાદ | મહારાષ્ટ્ર
ઔરંગાબાદ નજીકના એક નાનકડા ગામ ખામખેડામાં, 65 વર્ષીય ભામા આજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ કારણ કે તે આજે પ્રથમ વખત અંગૂઠાને બદલે પોતાની પેનથી સરકારી કાગળો પર સહી કરી રહી હતી. પોતાના ગામને વર્ષોથી ઓળખે છે, પણ આજે બસ પર લખેલું તેના ગામનું નામ "ખામખેડા" મોટેથી વાંચીને તે બધા ગામલોકોને કહેતી હતી કે હવે તે લખતા-વાંચતા જાણે છે. કદાચ હજી પણ તેના માનવામાં આવતું નથી. બીજી તરફ, જ્યારે ઔરંગાબાદના ઈન્દિરા નગરમાં રહેતી આશા, તેના શરાબી પતિને કારણે દાણા દાણાનાં સાંસા હતા અને તેણે પરિસ્થિતિ સુધરવાની આશા છોડી દીધી હતી, ત્યારે તે 22 વર્ષની ઉંમરે સાવિત્રીબાઈ ફૂલે એકાત્મ સમાજના સંપર્કમાં આવી હતી. આજે તે આશા તાઇ 42 વર્ષની ઉંમરે સમાજ સાથે
આશા તાઈ માત્ર શિક્ષણ જ નહીં પણ તેમના નર્સિંગ બ્યુરોમાં ઘણા લોકોને રોજગાર પણ આપી રહી છે. સામાજિક દૂષણોના તમામ બંધનો તોડીને, અટકેલું શિક્ષણ ફરી શરૂ કરવું અને ધોરણ 10 અને ધોરણ 12 અને વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કરવું, તે પણ ત્રણ બાળકોની જવાબદારી સાથે એટલું સરળ ન હતું. પરંતુ સંસ્થાની "સશક્ત મહિલા, સશક્ત પરિવાર"ની વિચારસરણીએ પ્રોત્સાહન પણ આપ્યું અને જીવનને નવી દિશા પણ આપી. મંડળના પ્રમુખ અને ઔરંગાબાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ ઑફિસર ડૉ. દિવાકર કુલકર્ણીજી કહે છે કે સાવિત્રીબાઈ ફૂલે એકાત્મ સમાજ મંડળ, 302 (બચત જૂથ) મહિલાઓના સ્વ-સહાય જૂથો અને વિવિધ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 2000 થી વધુ (સ્વયંસેવક) સેવાવ્રતીઓ છે. તેની અંતર્ગત 43થી વધુ પ્રકલ્પ ચાલે જેમાં કેટલાક મફત અથવા નજીવી ફીથી ચાલતા પ્રકલ્પ છે. જેમાં નિ:સ્વાર્થ સેવા દૃષ્ટિથી પ્રાથમિક આરોગ્ય, સેવા, શિક્ષણ, કૃષિ, સલામતી, પાણી, બાળકો, વિદ્યાર્થીઓ અને કિશોરીઓ માટે વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર, મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર જેવા પ્રોજેક્ટનો લાભ ઔરંગાબાદ શહેરના જીવનધોરણને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે 45 થી વધુ પછાત વસાહતો (ઝુંપડપટ્ટી) અને આસપાસના 270 ગામોના 55 લાખ લોકોએ તેને કોઈને કોઈ સ્વરૂપે મેળવ્યો છે. લાખો લોકોના જીવનને આશાથી ભરી દેનાર આ મંડળ ક્યારે અને કેવી રીતે સ્થપાયું તેની વાર્તા ખૂબ જ રસપ્રદ છે – “સામાન્ય માણસને સસ્તી અને ગુણવત્તા યુક્ત સ્વાસ્થ્ય સેવા આપવાના મુખ્ય ઉદ્દેશ્યથી ડૉ બાબાસાહેબ આમ્બેડકર વૈદ્યકીય પ્રતિષ્ઠાનના અંતર્ગત 7 ડૉક્ટરોએ પોતાની મૂડીથી 1989માં ડૉ. હેડગેવાર હોસ્પિટલ (ઔરંગાબાદ) ની સ્થાપના કરી. સૌ પ્રથમ, ડૉ. હેડગેવાર હૉસ્પિટલ દ્વારા શહેરની ત્રણ પછાત વસાહતોમાં આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.
પરંતુ માત્ર આ પૂરતું ન હતું. સેવાબસ્તીઓમાં બાળકોના શિક્ષણ અને મહિલા સશક્તિકરણની
જરૂરિયાતને સમજીને, સાવિત્રીબાઈ ફૂલે મહિલા
એકાત્મ સમાજ મંડળ (SPMESM) નો પાયો 1994 માં નાખવામાં આવ્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે એકાત્મ સમાજ
મંડળના ટ્રસ્ટી માધુરી દીદી કહે છે કે પૈસાની તંગી અને બાળ લગ્નની માનસિકતા આ
વસાહતોમાં સામાન્ય હતી. 16 વર્ષની ઉંમરે
પ્રિયંકા ખૂબ જ શાંત અને શરમાળ હતી, તે સંજોગોમાં
તેણે નાની ઉંમરે લગ્ન કરી લીધા હોત, પરંતુ અભ્યાસની
સાથે તેણે મુકુંદવાડીમાં કરાટેની તાલીમ લીધી. મંડળનો ટેકો મળવાને કારણે આજે પ્રિયંકા રાજ્ય કક્ષાએ કરાટેમાં બ્લેક
બેલ્ટ ચેમ્પિયન છે અને મુકુંદવાડીના આરોગ્ય કેન્દ્રમાં તમામ બાળકોને મફત તાલીમ આપી
રહી છે. હવે છોકરીઓ પોતાને સંગઠિત કરી રહી
છે અને પોતાનો અવાજ ઉઠાવી રહી છે. મંડળ
હેઠળ 18 વિદ્યાર્થી વિકાસ કેન્દ્રો અને 19 કિશોરી વિકાસ કેન્દ્રો ચાલી રહ્યા છે, જેમાં 10 કેન્દ્રોમાં 15000 થી વધુ છોકરા-છોકરીઓને પ્રબોધન સુધી લઈ જવાની કામગીરી ચાલી
રહી છે. બાળ લગ્નો અને ભણતર છોડવા પર નજર
રાખી તેને અટકાવવા, કિશોરાવસ્થા પર જાગૃતિ
અને કિશોરવયની છોકરીઓના સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રવૃત્તિઓને વેગ આપવા વિવિધ પ્રવૃત્તિઓ સાથે, શિક્ષણના
પ્રોત્સાહન પર વિશેષ પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યા છે. આના દ્વારા, આ યુવા પેઢી સાક્ષર, સક્ષમ, આત્મનિર્ભર અને મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે,
તેમના આત્મસન્માન અને તેમના ભવિષ્યનું રક્ષણ
કરે છે. આત્મનિર્ભર બનાવતા કૌશલ્ય વિકાસ કેન્દ્રના કારણે ગામ હોય કે શહેર બધાનું
જીવનધોરણ સુધરી રહ્યું છે. નીલમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ઔરંગાબાદની
જાણીતી બ્યુટિશિયન બનશે અને ન તો મીનાક્ષીએ વિચાર્યું હતું કે તે ક્યારેય લોટની ઘંટીની
માલિક બનશે. પાંચમા ધોરણમાં ભણવા આવેલ અવિનાશ એક વોટર પ્યોરિફિકેશન ફેક્ટરીના
માલિક છે, જે સંસ્થાને પોતાની સેવા આપવા માટે હંમેશા
તત્પર રહે છે. શરૂઆતથી જ મંડળની તમામ
પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા ભજવનાર સવિતા કુલકર્ણી કહે છે કે મંડળના પ્રાથમિક
શિક્ષણ કેન્દ્રો માત્ર બાળકોને જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓને પણ યોગ્ય તાલીમ
આપી રહ્યા છે. વિહંગ શિક્ષણ કેન્દ્રમાં, વિવિધ દિવ્યાંગ
બાળકો માટે વિવિધ ઓડિયોલોજી-સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી,
મ્યુઝિક થેરાપી સપોર્ટ, પેરેન્ટ્સ સપોર્ટ ગ્રુપ, સ્પેશિયલ
એજ્યુકેશન પર વિવિધ પ્રશિક્ષણ જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. 300 થી વધુ દિવ્યાંગ
બાળકો માટે એક નવું કેમ્પસ પણ બનાવવામાં આવી રહ્યું છે. આપણે બધાએ સાંભળ્યું છે કે ડોકટરો ભગવાનનું
સ્વરૂપ છે, પરંતુ આ સંસ્થા હેઠળ ચાલી
રહેલા વિવિધ પરિમાણો આપણને ડોકટરની વિગતવાર વિચારસરણી અને તેમના અસાધારણ
કાર્યક્ષેત્રને ખૂબ સારીરીતે દર્શાવે છે.
સંપર્ક સૂત્ર : સવિતા કુલકર્ણી
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।