सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

હવે પોતાનુ ગામ છોડવું નહીં પડે. હેડગેવાર સેવા સમિતિએ નંદુરબાર નું ચિત્ર બદલ્યું.

નિર્મલાબેન સોની | મહારાષ્ટ્ર

Play podcast
parivartan-img

'હવે ખેતી કરીને જીવવું મુશ્કેલ છે, બાળકોનું પેટ ભરી શકાતુ નથી. હવે પોતાનું ગામ છોડીને કમાવા માટે શહેરમાં જવું જ પડશે'  .. આ વાર્તા કોઈ એક ખેડૂતની નથી, પણ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સેંકડો ખેડૂતોના જીવનનું કડવું સત્ય હતું.  67% આદિવાસી વસ્તી ધરાવતા નંદુરબારના ખેડૂતો પાંચ હજાર પાંત્રીસ કિલોમીટરમાં ફેલાયેલા હતા.  તેઓ ભૂખથી મરવા મજબૂર હતા પરંતુ હવે તેઓ  ખરાબ દિવસોમાંથી બહાર આવીને ધીમે ધીમે વિકાસના માર્ગ પર દોડી રહ્યા  છે.  .  ધીરે ધીરે આદિવાસી સમાજ ગરીબી અને કુપોષણને મહાત કરવાનું  શીખી ગયો છે. આ બધું ડો.હેડગેવાર સેવા સમિતિના અથાક પ્રયત્નોને કારણે શક્ય બન્યું. 

સમિતિએ માત્ર ખેતીની રીત બદલીને અને ખેડૂતોને તાલીમ આપીને તેમને ગરીબીના દલદલમાંથી બહાર લાવવાનો સફળ પ્રયાસ કર્યો અને તેમના બાળકોને પણ શિક્ષિત કર્યા.  ગજાનન ડાંગે, લલિત બાલ કૃષ્ણ પાઠક અને રંગનાથ રૂંજી નવલે જેવા સ્વયંસેવકોના પ્રયાસોથી 27 વર્ષ પહેલા રચાયેલી સમિતિએ 30 ગામો દત્તક લઈને સ્થિતિ અને દિશા બદલી.


એક સમયે મહારાષ્ટ્રના સૌથી પછાત જિલ્લાઓમાંના એક એવા નવાપુર તાલુકાના ખંડબારા વિકાસ બ્લોકના 8 ગામોમાં નાબાર્ડના એક પ્રોજેક્ટ દ્વારા સેવા સમિતિએ કામ કરવાનું શરૂ કર્યું. નાના 500 ખેડૂતો દ્વારા કેરી અને આંબળાના  વૃક્ષો વાવવામાં આવ્યા. નેશનલ ઈનોવેટિવ પ્રોજેક્ટ દ્વારા, તેમને એકબીજાના કૂવામાંથી પાણી વહેંચવાનું શીખવવામાં આવ્યું. એટલું જ નહીં, ખેતરોમાં જમીનનું ધોવાણ અટકાવવા માટે ફોર્મ બંડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ખેતરોના ઢોળાવ પર ઊંડા ખાડાઓ ખોદવામાં આવ્યા હતા અને પાણી અને માટીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો.


ખેડૂતોના બાળકોને શિક્ષિત કરવા માટે, સમિતિ દસમા ધોરણ સુધી નિવાસી શાળા ચલાવી રહી છે. અત્યારે 500 આદિવાસી બાળકો અહીં તેમના સોનેરી  ભવિષ્યનું ચિત્ર દોરે છે. પાણી માટે સરકારની રાહ જોવાને બદલે, સમિતિએ ખેડૂતોને ડેમ બનાવવા માટે જાતે મહેનત કરવાની પ્રેરણા આપી. આઠ ગામના ખેડૂતો નેસુ નદીના પાણી પર નાના બંધો બનાવીને નદીના પાણીથી તેમના ખેતરોનું સિંચન કરે છે. સમિતિના મંત્રી  અને ભૂતપૂર્વ જિલ્લા કાર્યકર નીતિનજી જણાવે છે કે દર વર્ષે દશેરાના આગલા દિવસે આ નદીના કિનારે નદી પૂજા કાર્યક્રમ યોજાય છે. જેમાં સેંકડો ગ્રામજનો ભાગ લે છે. હવે તો સરકારે અહીં 17 પાકા બંધ પણ બનાવ્યા છે 


સમિતિએ ખેડૂતોની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું અને તેમને પૂરી કરવાનું કામ કર્યું.  તેમણે જોયું કે ખેડૂતોને છડવા માટે ગુજરાત જવું પડે છે. તેમાં ઘણા પૈસા, મજુરી અને સમય લાગે છે.  તેથી, ગામમાં જ ભૂસું દૂર કરવા માટે 13 ગામોમાં 13 ડાંગરની મિલો ખોલવામાં આવી અને ખેડૂતોને સગવડ મુજબ તેમના નાણાં ચૂકવવાની છૂટ આપવામાં આવી.મજૂરી કરી કમાવનારાઓને કુપોષણથી બચાવવા માટે તેમના ઘરમાં શાકભાજીની ખેતી કરવાનું શીખવવામાં આવ્યું હતું. એક જ પાકને કારણે જમીનનું ધોવાણ મોટા પાયે થયું હતું.


આ માટે, ખેતર શેઢા શાકભાજી પણ ઉગાડવામાં આવ્યા હતા અને પાક કેલેન્ડર બનાવવામાં આવ્યા હતા. ચાલો ટેટીબાઈ કુશલ પાવરાને મળીએ,  આ મહિલાને NICRA દ્વારા શ્રેષ્ઠ શાકભાજી વેચવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તેને  સમિતિના સહયોગથી ચાલતા કૃષિ વિજ્ઞાન  કેન્દ્રમાં તાલીમ મળી હતી.

 પશ્ચિમ ક્ષેત્રના વિસ્તાર સેવાના પ્રમુખ ઉપેન્દ્ર કુલકર્ણીના જણાવ્યા અનુસાર, ખેડૂતોના સ્થળાંતર અને આત્મહત્યા સામે સમિતિનું યુદ્ધ હતું, જેણે આ 12 ગામોમાં મોટી જીત મેળવી છે.

 સંપર્ક: ડો.નિતિન પંચભાઇ

 8888085005


1427 Views
अगली कहानी