सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

સોનેરી ભવિષ્યનું નવું ચિત્ર-નિર્મલા સગદેવ છાત્રાવાસ ભોપાલ

પરેશભાઈ રાજગોર | મધ્યપ્રદેશ

Play podcast
parivartan-img

કૃષ્ણાને ભણતર ક્યારેય માફક આવ્યું નહીં. અંગ્રેજી અને ગણિત સિવાયના બીજા વિષયો થોડાક ઓછાં જ  સમજાતા. ક્યારેક એક જ ધોરણમાં બે વર્ષ પણ નીકળી જતા. આજે તે જ કૃષ્ણકુમાર મધ્યપ્રદેશના બાલાઘાટ નગરમાં એમપીઇબીમાં આસિસ્ટન્ટ એન્જીનિયર છે. ચાલો મળીએ ભોપાલના જીલ્લા રજિસ્ટ્રાર ગોવર્ધન પ્રસાદને જેનો જન્મ ઝારખંડના પછાત ગામ બિશુનપુરના નિર્ધન પરિવારમાં થયો, જે પાંચ ભાઇ બહેનોમાં સૌથી નાનો હતો. આ બન્નેની કથાનો સોનેરી અધ્યાય શ્રીમતિ નિર્મલા સગદેવ વનવાસી છાત્રાવાસ ભોપાલ્માં લખાયો. સંઘના પ્રચારક અને સેવાભારતીના જનક સ્વ. વિષ્ણુકુમારજીની પ્રેરણાથી 1996માં શરુ થયેલ આ છાત્રાવાસે કોરકૂ, ભીલ, ગોંડ જેવી વિલુપ્ત થતી જનજાતિઓના ગરીબ પરિવારોના સેંકડો બાળકોને એક સફળ અને સ્વાવલંબી જીવન આપ્યું છે. અહીંથી ભણીને નીકળેલા વિદ્યાર્થીઓમાંથી 19 એંજીનિયર, 5 શિક્ષક, એક ડૉક્ટર સાથે મોટાભાગના સફળતાની રાહ પર ડગ વધારી રહ્યા છે. 


કૃષ્ણા જ્યારે અહીં આવેલો ત્યારે ધોરણ 8માં અને ગોવર્ધન ધોરણ 7 માં હતો. અહીંના સ્નેહમય વાતાવરણ, અનુશાસિત દિનચર્યા અને નિયમિત ભણતરના પ્રભાવથી બન્ને 12મું ધોરણ સારા અંકોથી પાસ કરી. સવારે 5 વાગે જાગરણ, પ્રાત:સ્મરણ, યોગ, સમયસર ભોજનની સાથે નિયમિત કોચિંગ અને રમતોની સાથે બાળકો પોતાનું કામ જાતે જ કરે છે. એટલું જ નહીં મહિનામાં બે વાર શેરીની સફાઇ અભિયાનમાં સહયોગ પણ કરે છે. જન્માષ્ટમી, દીપાવલી, ગુરુપૂર્ણિમા જેવા પર્વો સેવાભારતી પરિવાર સાથે ઉજવે છે. છાત્રાવાસના વાર્ષિકોત્સવમાં તેમની પ્રતિભાને આખું ભોપાલ માને છે.

છેલ્લા દાયકાથી પણ વધુ સમયથી અધીક્ષકની જવાબદારી સંભાળતા અનુજકાંત ઉદૈનિયા ક્યારેક મોટાભાઇ તો ક્યારેક કડક પ્રશાસક બની અહીં ભણતા 52 બાળકોને સંભાળી રહ્યાં છે. તેમના જણાવ્યાં અનુસાર સેવાભારતીની સમિતિ જેમાં કેટલીય બહેનો જોડાયેલી છે તેઓ છાત્રાવાસની બધી ચિંતા કરે છે. આયામ પ્રમુખ વર્ષાજી હોય કે અનિતાજી, પ્રતિભાજી, આશાજી આ બધી બહેનો પોતાના બાળકોની જેમજ આ વિદ્યાર્થીઓની જરૂરતોનું ધ્યાન રાખે છે. વર્તમાનમાં છાત્રાવાસના અધ્યક્ષ શ્રી બી.એસ.ખંડેલવાલ અને વિવેક મુંજેનું માર્ગદર્શન આ બાળકોને મળે છે. કેટલાક લોકો સતત પોતાની સેવા આપે છે જેમાં એક છે અરુણજી અને સપના શેટ્ટી. આ દંપતિ દસેક વર્ષોથી અહીંના બાળકોને મફત ભણાવે છે. છાત્રાવાસ સ્વચ્છ રહે, ભોજનની ગુણવત્તા સારી રહે અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરથી લઇ દરેક પ્રકારના શિક્ષણની સુવિધા મળે તેની પૂરી ચિંતા સમિતિ કરે છે.


સેવાભારતીના કાર્યોથી પ્રભાવિત થઇ પૂર્વ શાસકીય અધિકારી સ્વ. જે.જી.સગદેવે પોતાનું બે માળનું મકાન પોતાની પત્ની નિર્મલા સગદેવની સ્મૃતિમાં આ છાત્રાવાસને દાનમાં આપ્યું. 

અહીં આવતા બધાં બાળકો એ જનજાતિના છે કે જ્યાં હજુ સુધી વિકાસનો પ્રકાશ પહોંચ્યો નથી. અત્યંત  ગરીબી, નિરક્ષરતા, વ્યસન વગેરે કારણોથી આ લોકો દિન પ્રતિદિન પછાત જ થતાં જતાં હતાં. હવે આ બાળકો પોતપોતાના ગામોમાં પરિવર્તનના વાહક બની રહ્યાં છે. પ્રાંતીય સમિતિના 15 વર્ષ સુધી સચિવ અને વર્તમાનમાં પ્રાંત વ્યવસ્થા પ્રમુખ સોમકાંત ઉમાલકરજીના કહેવા પ્રમાણે અહીંથી ભણીને જતું બાળક પોતાના પરિવારની સાથે આખા ગામાને વ્યસનમુક્ત કરવામાં ઘણાં બધાં સફળ થયા છે. 

સંપર્ક સૂત્ર : અનુજકાંત ઉદૈનિયા 

મો. નં 9713085865

990 Views
अगली कहानी