सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

સુયશ ચેરિટેઅબલ ટ્રસ્ટે વહેવડાવી સેંકડો ગામોમાં વિકાસની ગંગા અને જીત્યો ગરીબી સામેનો જંગ

મહારાષ્ટ્ર

parivartan-img

ઢગેવાડી મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ. આપમાંથી મોટેભાગે કોઇ ઢગેવાડી ગયા નહી હોય, શક્ય છે કે તેનું નામ સુદ્ધાં પણ સાંભળીયું નહી હોય. પરંતુ 32 વર્ષ પૂર્વ એક દંપતિ ત્યાં પહોંચી અને પોતાની સંકલ્પ શક્તિ દ્વારા આ અનામી ગામનું ચિત્ર જ બદલી નાખ્યું. 1985ના વર્ષની વાત છે. મહારાષ્ટ્રના અકોલા નગર (અહમદનગર જીલ્લા)થી પાંત્રીસેક કિ.મી દૂર 55 ઘરોના નાનકડા ગામની બધી જ જમીન ઉજ્જડ હતી. પાણી માટે માંડ એક નાનકડું તળાવ હતું, તે પણ ગામથી 35 કિ.મી દૂર. ત્યારે મોહનરાવ ઘૈસાસજી અને તેમના પત્ની સ્મિતાજીએ આ ગામને પોતાની કર્મભૂમિ બનાવી. ઢગેવાડીમાં આ દિવસોમાં ઉગાડવા માટે કશું નહોતું અને કમાણીનું બીજું કોઇ સાધન નહોતું.

પરિસ્થિતિ એ હતી કે બધાં પુરુષો વર્ષના 9 માસ કમાણી માટે બહાર જતા રહેતા અને પાછળ માત્ર ઘરડાં, બાળકો અને બહેનો રહી જતા. પણ આજે ચારે તરફ લીલોતરી જ લીલોતરી છે. કોઇ સમયમાં પાણીની અછત અનુભવતા આ ગામમાં આજે 26 કુવા અને 35 ચેકડેમ છે. જે લોકો એ ક્યારેય કોબીજ, ટામેટા જોયા નથી તે લોકો હવે દર અઠવાડીએ કોબીજ અને ટામેટાથી ભરેલા ટેમ્પો શહેરમાં વેચણ માટે જાય છે. આ ચમત્કાર ખરેખર સુયશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિકસિત અને પ્રગતિશીલ ખેતીના જ્ઞાનનો છે. જેનાથી હજારો ખેડૂતોનું ભાગ્ય બદલાઇ ગયું છે. ઘૈસાસ દંપતિએ ટ્રસ્ટના માધ્યમથી વનવાસી વિદ્યાર્થીઓને પ્રગત ખેતીની તાલિમ આપી. જ્યારે આ વિદ્યાર્થીઓના પરિવાર વર્ષમાં ઉજ્જડ એવી એકર જમીન દીઠ 40,000 રુ. કમાવવા માંડ્યા ત્યારે સજીવ ખેતીના આ મૉડેલને આજુબાજુના બાકીના ગામોએ પણ અપનાવ્યું.

મેલઘાટ ગામના બાપુ કાળે અને શ્યામ બેલસરેએ પોતાના ખેતરોમાં દર દસ એકરે 10 ક્વિન્ટલ સોયાબીન અને 1 ક્વિન્ટલ જુવારની મિશ્ર ખેતી કરી કુલ 47000 ની ઉપજ કરી. બાપૂ કાળેના બતાવ્યા પ્રમાણે આજે તેમની ઉજ્જડ જમીન ફળદ્રુપ બની ગઇ છે. બીબા ગામના મોતીલાલ બાવનેએ એક ચેકડેમ બનાવડાવ્યો અને તેનાથી ચાર ખેડૂતો સામૂહિક રૂપથી તેનો સિંચાઇ માટે ઉપયોગ કરી એકરે 18000 રૂ. નો મબલખ પાક લીધો. વિહીર ગામના દાદારાવ ખંગારેના જણાવ્યા પ્રમાણે નવીરીતે ખેતી કરવાથી તેમને એકરે 10.5 ક્વિન્ટલ કપાસની અત્યાર સુધીની સૌથી વધુ ઉપજ થઇ. આજે ટ્રસ્ટના પ્રયત્નોથી મહારાષ્ટ્ર,મ.પ્ર., છત્તીસગઢ, રાજસ્થાન અને ઓરિસ્સામાં 2600 ગામોમાં એક લાખ લોકો ગરીબીના અભિશાપથી મુક્ત થઇ ચૂક્યા છે. 


ઇલેક્ટ્રીકલની સાથે જ મીકેનિકલ ઇંજિનિયરિંગ ભણેલા મોહનરાવજીએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું સંઘના સ્વયંસેવક તરીકે અકોલાના વનવાસી કલ્યાણ આશ્રમના બાળકોના વાલી જવાબદારી તેમના જીવનની દિશા બદલી કાઢશે. કેટલાય વર્ષ પૂણે નગરના સંઘચાલક રહેલા મોહનરાવજીની વનવાસી વિદ્યાર્થીઓને સ્વનિર્ભર બનાવવાની વૈચારિક ભૂમિકાએ ધીરે ધીરે ગામોના વિકાસનો પાયો નાંખ્યો. ટ્રસ્ટના કાર્યકર્તાઓ ખેડૂતોને સુધારેલ બીજ અને સજીવ ખેતીની તાલિમની સાથે સાથે ગોમૂત્રથી ખાતર બનાવવાની રીત પણ શીખવાડે છે. આ આખા પ્રકલ્પના અંતર્ગત ટ્રસ્ટ દ્વારા નાના નાના ચેકડેમ અને કુવા ખોદી પરંપરાગત જળ સરંક્ષણ કરી પાણી સંગ્રહીત કરવામાં આવે છે. આ કાર્ય એટલું સરળ  નહોતું. નાસિકના ઉમ્બરપાડા ગામનું ઉદાહરણ જ હોઇએ, પ્રારંભમાં ગામવાળાઓએ ટ્રસ્ટના કાર્યકર્તાઓને બેસવા સુદ્ધાં દીધા નહી.

ગામવાળાઓએ કહ્યું કે, જો ગામમાં પાણી લાવો તો જ અમે તમારી વાત સાંભળીશું. આજે  આ જ ગામના એકનાથ ગાયકવાડે 3 એકર જમીનમાં સ્ટ્રોબરીની ખેતી કરી એક વર્ષમાં 1,60,000 ની કિર્તીમાન વાળી કમાણી કરી, તો ટી.વી  ચેનલવાળા તેમનો સાક્ષાત્કાર પહોંચી ગઇ. ટ્રસ્ટે કેટલાય વર્ષો સુધી બીજ ખરીદીથી માંડી કુવા ખોદવા સુધીના કામ માટે આર્થિક મદદ કરવામાં આવતી હતી. ઉપજ થતાં જ તેઓ ઋણ ચૂકવી દેતા હતા. હવે આ આર્થિક સહાયતા ગામે ગામ સ્વ સહાયતા જૂથના માધ્યમથી થાય છે. પ્રથમ નાનાજી દેશમુખ પુરસ્કારથી સન્માનિત પૂણેના આ સુયશ ચેરિટેબલ ટ્રસ્ટ ગો-આધારિત પ્રગત ખેતીનું નવું મોડેલ વિકસાવી લાખો વનવાસી પરિવારોને આત્મનિર્ભર કરી તેમના જીવનમાં સ્મૃદ્ધિના નવા રંગ  ભરવાનું કામ કરી રહ્યું છે.

896 Views
अगली कहानी