सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

બલિહારી ગુરુ આપને ગોવિન્દ દિયો બતાય

પરેશભાઈ રાજગોર | ગુજરાત

Play podcast
parivartan-img

ખરેખર આ અકલ્પનીય  લાગે છે કે લગાતાર પાંચ વર્ષ સુધી દેશની ઇન્ટરનેશનલ જુનિયર ફૂટ્બોલ ટીઁમને અમદાવાદના એક સરકારી શાળાએ ચાર પ્રતિભાશાળી ખેલાડી આપ્યા. જેમાં અરુણા ચૌહાણને 2019 માં  સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ઘોષિત કરવામાં આવી. ત્યાં 2012, 2016 અને 2019 માં ગુજરાત સરકાર દ્વારા અયોજીત ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનીમાં આ શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તર પર  પોતાનું પરાક્રમ બતાવ્યું. જાણીતી ખાનગી શાળાઓને પાછળ છોડી થલતેજની વિશ્વભારતી શાળા નં 1 ના વિદ્યાર્થીઓએ અમદાવાદમાં વિજ્ઞાનથી માંડી રમતના ક્ષેત્રમાં પોતાનુ નામ ઉજાગર કર્યું છે. 

અહીં ભણતા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભરવાવાળા અને દરેક પગલે માર્ગદર્શન આપવાવાળા બીજા કોઇ નહીં પરંતુ આ શાળામાં 2006થી કાર્યરત રાજ્ય સરકારથી શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત અને સંઘના સ્વયંસેવક શ્રી મહેશભાઇ ઠક્કર છે. 

શરુઆતથી જ સંઘની પદ્ધતિથી જ શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રવાદનું બીજારોપણ પોતાના વિદ્યાર્થીઓમાં કરી એક સફળ મનુષ્ય અને રાષ્ટ્રભક્ત નાગરિક બનાવવા પ્રેરિત કરતા મહેશભાઇના કાર્યકાળમાં માટીના ફ્રીજનું સારું મોડલ બનાવી ઊર્જા ઉત્સવ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીથી સન્માનિત થઇ બોપલ સ્કૂલના બાળકોએ ઇતિહાસ રચ્યો.


તેમણે એક શિક્ષક તરીકે 6 થી 14 વર્ષના અનેક મજુરો અને ઝુંપડપટ્ટીના બાળકોને નિ:શુલ્ક અને ફરજીયાત શિક્ષણ માટે શાળામાં જવા પ્રેરિત તો કર્યા જ, સાથે સાથે બાળકોના વાલીઓને વ્યસન મુક્ત જીવન જીવવા માટે નિયમિત પરામર્શ પણ કર્યું. વર્ષ 2000માં પાટણ જીલ્લાના દાતરવાડા ગામમાં શિક્ષક હતા ત્યારે દાતરવાડા ગામને વ્યસનમુક્ત બનાવવા મહત્વપૂર્ણ ભજવી. 

ઈશ્વરે દરેક બાળકમાં અદભુત વિશેષતા અને યોગ્યતા આપેલી છે. તેમની પ્રતિભા ઓળખી અને ઉંચાઇ સુધી પહોંચાડે તેવા ઉત્તમ શિક્ષકની જરુરિયાત છે. છઠ્ઠા ધોરણમાં આવેલી સંગીતા પ્રજાપતિનો પ્રવેશ તેની માનસિક નિર્બળતાને કારણે કોઇ પણ શાળામાં નહતો થતો.સરકારી નિયમ પ્રમાણે મહેશભાઇએ પ્રધાનાચાર્યથી વાત સંગીતાને પોતાની જાળવણીમાં રાખી. તેની ચિત્રાકળાની રુચિને જાણી તેને પ્રોત્સાહિત કરી. આઠમું ધોરણ પાસ કરતા કરતા સંગીતા પૂર્ણ રીતે સામાન્ય થઇ ગઇ. સંગીતાની અભિનવ પરિયોજના IIM દ્વારા તેની સાઇટ પર લગાવવામાં આવી. ધોરણ 10 પાસ સંગીતા ચિત્રશિક્ષિકા બનવાના સપના જોઇ રહી છે. 

અમદાવાદની બધી સ્પર્ધાઓમાં સ્કૂલના બાળકોની પ્રતિભાનો ધ્વજ દરેક ક્ષેત્રમાં કેવી રીતે લહેરાવી શકાય? આ ચિંતન અને ઉદ્દેશ્યની સાથે પોતાની શાળાના ધોરણ 5 થી 8 સુધીના બધાં બાળકો માટે વર્ષ 2012માં  આ જ સરકારી શાળામાં ભણીને વૈજ્ઞાનિક બનેલા શ્રી કનકભાઇ પટેલના સહયોગથી કમળાબા નિ:શુલ્ક પાઠદાન કેન્દ્રનો પ્રારંભ કર્યો. સેવા બસ્તીમાં રાશન વિતરણ કરવા આવેલી પ્રયાસ ક્લબની ચાર બહેનો મહેશભાઇથી પ્રભાવિત થઇ નિ:શુલ્ક સમય આપવાનો નિર્ણય કર્યો. આજ આ જ કેન્દ્રમાં વિજ્ઞાન, ગણિત, હિન્દી, અંગ્રેજી, કોમ્પ્યુટર અને ચિત્રકલા જેવા બધા વિષયોને પ્રયાસ ક્લબની 43 બહેનો માત્ર નિ:શુલ્ક જ નથી ભણાવતી પરંતુ પોતાના બાળકોની જેમ દરેક જરુરિયાતોની કાળજી પણ  કરે છે. આખું વર્ષ કોઇ પણ રજા વગર ચાલતું આ પાઠદાન કેન્દ્ર સંપૂર્ણ નિ:શુલ્ક અને બાળકોના વિકાસ માટે સમર્પિત છે. સૈદ્ધાન્તિકની સાથે પ્રાયોગિક જાણકારી મળે તે માટે આ બધાં બાળકોને સુંદરવન, ઇસરો, સાયન્સસીટી, સેરીનિટી બૉટનિકલ ગાર્ડન વગેરે વિભન્ન સ્થાનો પર  વર્ષમાં કેટલીય વાર નિ:શુલ્ક ફરવા માટે લઇ જવામાં આવે છે.

1614 Views
अगली कहानी