सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

જીવન પથ પર પરિશ્રમની સુવાસ

રાજસ્થાન

parivartan-img

સેંથામાં સિંદૂર, હાથોમાં મહેંદી અને પાનેતરમાં શોભતી ઉષા અને સીમાના અરમાનો નવાજીવનની રાહ જોઇ રહ્યા છે. ભૂતકાળમાં અનૂપગઢની શેરીઓમાં ભીખ માંગતી તે દિકરીઓ જ્યારે નવોઢા બની તે જ શેરીઓમાંથી વિદાય થઇ ત્યારે તેના માતા પિતા જ નહી પરંતુ મહોલ્લાવાળાઓએ પણ સેવાભારતીના કાર્યકર્તાઓને શુભ આશીર્વાદની હેલીથી ભિંજવી કાઢ્યા.

ભીખ માંગીને પોતાની રોજી કમાવનાર આ પરિવારોની દિકરીઓને અનૂપગઢ સેવાભારતી સ્વાવલંબન કેન્દ્ર દ્વારા સીવણકામ,મહેંદી, બ્યુટીપાર્લર જેવી અને બીજી રોજગારી વાળી તાલીમ આપી તેમને આત્મનિર્ભરતાનો માર્ગ ચીંધવામાં આવ્યો. ખાવા માટે જે ઘરોની સામે હાથ ફેલાવતી સીમા તિરસ્કાર અને અપમાન સહન કરતી, તે જ ઘરોમાં અરમાનો સેવતી નવોઢાના હાથોમાં મહેંદી લગાવવા જાય છે. વર્ષોથી ઘર ઘરમાં દાળ માંગતી પૂનમનું નામ જ દાળ પડી ગયું હતું તે જ પૂનમ સ્વાવલંબન કેન્દ્રમાં સીવણકામ શીખીને “પૂનમ બૂટીક” ખોલવાની તૈયારી કરી રહી છે. 

અનૂપગઢમાં આ વસ્તીઓમાં સાંસી, બિહારી, ઢોલી, નટ વસ્તીમાં 110 જેટલા પરિવારો રહે છે. જે ભૂતકાળમાં શેરીઓમાં આટો, દાળ, ચોખા માંગતા અને તેમની આંખો અને હાથ હંમેશા કચરાના ઢગલાઓ મંડાયેલા રહેતા, આથી શિક્ષણ, રોજીરોટી અને સભ્ય સમાજની રહેણીકરણીથી જોજનો દૂર બસ પોતાનું ગોબરું અને રસકસ વગરનું જીવન વેંઢારી રહ્યાં હતાં.  શ્રી દિનકર પારીક (પ્રાંત સ્વાવલંબન પ્રમુખ, સેવાભારતી-જોધપુરપ્રાંત) અને શ્રી ગોવિંદકુમારજી (ક્ષેત્રીય પ્રશિક્ષણ પ્રમુખ)ના સાત-આઠ વર્ષોના પ્રયત્નોથી આ બધા પરિવારોના જીવન પથ પર મહેનતની સુવાસ ફેલાવી સ્વાભિમાનથી વસ્તીના લોકોએ જીવવાનું શીખી લીધું.ફુલ લગાવવા વાળા માળીને ખબર નથી તેની ફુલોની સુગંધ કેટલે દૂર સુધી જશે.


આઠમા ધોરણમાં ભણતા અનાથરામ સ્વયંસેવકોના સહયોગથી સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી પોતાની કુશળતાથી ભવિષ્યની દિશા નિશ્ચિત કરી રહ્યો છે. તે ભણતા ભણતા ગેરેજમાં વાહનોની સીટ બનાવવાની કુશળતા કેળવી પોતાના કામથી મહિનામાં £ 7000 કમાવે છે. આ જ વસ્તીમાં સીમા ફિજિયોથેરેપીસ્ટની તાલીમ લઇ રહી છે. તો વળી સુનિતા બી.એ કરતી કરતી બાળકોને ટ્યુશન આપી ભણાવી રહી છે. 

ગોવિંદજી બતાવે છે, કે અજ્ઞાનના અંધારામાં,નશામાં ડુબેલા અને બે સમય ખાવા માટે ફાંફાં મારતા આ વસ્તીના લોકો માટે બાળકોને ભણાવવાની કલ્પના કરવી કઠિન હતી. કાર્યકર્તાઓના સતત પ્રયત્નોના કારણે અત્યારે 250 થી વધુ બાળકો નજીકની સરકારી શાળામાં ભણી રહ્યાં છે. કિશોરી કેન્દ્રોમાં કિશોરીઓના પ્રશિક્ષણ પર ધ્યાન આપતા શ્રીમતિ જય વિજય ચૌધરી (તાલુકા અધ્યક્ષ, મહિલા મંડળ-અનૂપગઢ) એ પોતાના સેવાકાર્ય દરમ્યાન આ વસ્તીની મહિલાઓના જીવનમાં આવેલા પરિવર્તનના સાક્ષી છે. સેવાભારતી સ્વાવલંબન કેન્દ્ર દ્વારા 17 પ્રકલ્પ વર્ષ દરમ્યાન ચાલે છે.  જ્યાં મહિલાઓ બનીયાન, થેલા, ॐઅંકિત ધજા પતાકાઓ અને લંગોટ નિરંતર બનાવી રહી છે. શ્રાવણ માસમાં રાખડીઓ અને દીવાળીમાં દીવા તેમજ લક્ષ્મી ગણેશ બનાવી તેઓ પોતાના પરિવારને આર્થિક યોગદાન આપી રહી છે. 


આ વિકાસગાથા 8 વર્ષ પૂર્વે શરુ થઇ, જ્યારે સંઘના સ્વયંસેવક શ્રી દિનકર પારીકજી અનૂપગઢથી દિલ્હી જઇ રહ્યા હતા. તેમણે બે નાનકડા બાળકોને કચરાના ડબલામાંથી કાંઇક ખાવાની વસ્તુ શોધતા જોયા, તેઓ બસમાંથી ઉતરી ગયા. તેમના હૃદયમાં જન્મેલી વેદના અને આ વસ્તી માટે કાંઇક કરી છૂટવાની ભાવનાના કારણે એક લાંબી સેવાયાત્રાને જન્મ થયો. ભજન સંધ્યા અને સંસ્કારશાળાથી શરુ કરેલ કાર્ય આજે દરેક ઘરમાં સ્વાવલંબન દ્વારા આત્મસામ્માનના અજવાળા પાથરી રહ્યા છે. 

દિનકર ભૈયા અને રામરત્નજી (તાલુકા અધ્યક્ષ,અનૂપગઢ)ના પ્રયત્નોથી આ વસ્તીઓ કાયદાકીય જાણકારીની શિબિરો થઇ. જેનાથી આ પરિવારોને ઓળખ મળી. પવન નામનો વ્યક્તિ જેને ચાર બેટીઓ હતી અને તે તેમને ભારરૂપ માનતો હતો, તે અને તેના જેવા બીજા 5 પરિવારોને સરાકારી યોજનાઓનો લાભ મળ્યો. પુરુષોને કૌશલ્ય વિકાસને અંતર્ગત નાયીની તાલીમ લીધી. આજ તેઓ જેલના કેદી અને બીએસએફના જવાનોના દાઢી-વાળનું કામ અને કેટલાક પોતાની દુકાન ખોલી પોતાનું ગુજરાન ચલાવે છે. પવન નામના દિવ્યાંગે પણ પોતાની દુકાન ખોલી કમાણી કરે છે.


તમે પગલું તો માંડો રસ્તો પોતાની મેળે જ દેખાઇ આવશે. સોમદત્તજી કચોરિયાજી (જીલ્લા સહમંત્રી,સૂરતગઢ) ના કહેવા પ્રમાણે પોતાના બાળકોને શાળાએ ભણવા મુકવા, કામ કરતી વખતે નશો ન કરવો અને દર માસે પોતાના ખાતામાં £ 1000 ની બચત કરવાની આ ત્રણ શરત માન્ય હોય તેવા કેટલાંય યુવાનોને હાથલારી આપવામા આવી. જેમાં રાકેશ, કાલૂરામ, ઓમજી અને પવન ઢોલી વગેરે છે, જે ઢોલ વગાડવાનું કામ, મોચીકામ, પ્લાસ્ટિક ભેગું કરવાનું વગેરે કામો કરે છે. 


શ્રીમતિ ભગવતીજી પારીક (સહ વિભાગ સંયોજિકા મહિલા મંડળ, શ્રી ગંગાનગર વિભાગ)ની પહેલ અને વિચારથી આજે આ યુવાનો સ્વાભિમાનથી હાથલારી ચલાવી પોતાના પરિવારને પાળી રહ્યા છે. લોઢું પીટીને જેમ તેમ ગુજારો કરી રહેલા ગાડલીયા લુહારોના કિસાન કાર્ડ બનાવવામાં આવ્યા. જે ગંજબજારમાં ખેત ઓજાર બનાવી સ્વાભિમાન પૂર્વક જીવન વીતાવી રહ્યા છે. જો મનમાં સાચો સંકલ્પ હોય અને પૂર્ણ પરિશ્રમ લાગે, તો સમય બદલતા વાર નહી લાગે. સમાજનો સહયોગ અને સારુ માર્ગદર્શન પરિસ્થિતિ બદલવા પર્યાપ્ત છે. જે લોકો પોતે ભોજન માટે હાથ લંબાવતા હતા તે લોકોએ જ 2019 ના ડિસેમ્બરમાં લાગેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રાથમિક શિક્ષા વર્ગ અનૂપગઢમાં 7 દિવસ સુધી 100 સ્વયંસેવકોને ખુશી ખુશીથી ભોજન કરાવ્યું. બધાં પ્રકારના ભેદભાવ ભુલીને સમરસતાનો આદર્શ સ્થાપી સ્વાવલંબનની દિશામાં આ વસ્તીઓ આગળ ધપી રહી છે. 

1415 Views
अगली कहानी