सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

એક અનોખી તપસ્યા દિવ્ય પ્રેમ સેવા મિશન – હરિદ્વાર

ડૉ. જનક દવે | ઉત્તરાખંડ

parivartan-img

હરિદ્વારના ચંડીઘાટ પર ગંગા સ્નાન કરવા આવતા લાખો શ્રદ્ધાળુઓમાં એક  એવો પણ યુવક હતો. જેણે અલકનંદાની આંખોમાં આંસુ જોયા, મા ગંગાની આ પીડા તેના ઘાટ પર જીવન ગુજારતા કુષ્ઠ રોગીઓની હતી. વાંકુ ચૂંકુ શરીર, શરીરના ઘામાંથી નીકળતું પરું અને તેના પર બણબણતી માખીઓ જાણે જીવતા નરકની પીડા ભોગવી રહેલા શાપીતોની પીડા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા પ્રચારકથી જોવાઇ નહી.  

ઓક્ટોબર 1996ની રાત્રે વિશ્રામ માટે આશીષ ગૌતમ હરિદ્વારના જે ચંડીઘાટ પર રોકાયા તે જ તેમનું કર્મક્ષેત્ર બની ગયું. ઘાટની પાસે કુષ્ઠ રોગીઓની વસાહત હતા. આમાં કોઇનો હાથ ગળીને તૂટી ગયો હતો, તો કોઇનો પગ, આઠ રોગીઓ એવા પણ હતા જેમને કાંઇ દેખાતું નહોતું, પરંતુ જ્યારે તેમણે તેમની સારવાર કરાવી તો તેમાં સાત જણને આંખોની રોશની પાછી આવી ગઇ. તેને પ્રભુનો સંકેત માની આજથી 22 વર્ષ પહેલા 12 જાન્યુઆરી 1997 શ્રી સંજય ચતુર્વેદી, પ્રશાંત ખરે, વિશ્વાસ શર્મા અને અર્પિત સહિત આશીષજીએ આઠ યુવા સ્વયંસેવક સાથીઓની સાથે મળી  કુષ્ઠ રોગીઓ માટે પાંચસો રૂપીયામાં ખરીદી કરી એક ઝુંપડીમાં દિવ્ય પ્રેમ સેવા મિશનનો પાયો નાંખ્યો.


શરુઆતમાં આ જ ઝુંપડીમાં રહી કુષ્ઠ રોગીઓની મલમ પટ્ટીનું કાર્ય શરુ કર્યું. આ સંસ્થાને છેલ્લા 22 વર્ષોમાં હજારો કુષ્ઠ રોગીઓની સારવાર અને તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખ્યો. આજે  કુષ્ઠ રોગીઓના 300 થી વધુ  બાળકો માટે વન્દેમાતરમ્ કુંજ છાત્રાવાસ અને ભણવા માટે માધવરાવ દેવલે શિક્ષા મંદિર જે સરકારી સહાયતા વગર ચાલે છે. અહીંથી ભણી હિમાંશુ આજ એસ.એસ.આર મેડિકલ કૉલેજ મોરેશીયસથી એમ.બી.બી.એસ કરી કરી રહ્યો છે. 

આ કથા ઉત્તર પ્રદેશના હમીરપુર જીલ્લાના નેવાદા નામના કસબામાં 22 ઓક્ટોબર 1962 જન્મેલા શ્રી આશીષ ગૌતમની છે. અલાહાબાદ વિશ્વવિદ્યાલયથી રાજનીતિ શાસ્ત્રમાં એમ.એ, એલ.એલ.બી કરીને સંઘના પ્રચારક બન્યા. 1988 થી 1997 સુધી 8 વર્ષ પ્રચારક રહ્યા બાદ ઈશ્વરની શોધમાં હિમાલયની કંદરાઓમાં નીકળી પડ્યા. તે દરમ્યાન ગંગોત્રીમાં તેમને મળવા આવેલા કેટલાક સ્વયંસેવક સાથીઓને શ્રી આશીષ ગૌતમ મુકવા માટે આવ્યા ત્યારે હરિદ્વારના ચંડીઘાટની એક ધર્મશાળામાં રોકાયા. ત્યાં જ તેમના જીવનની દિશા બદલાઇ ગઇ. નર સેવા ને જ નારાયણ સેવા માની તેમણે ત્યાંના કુષ્ઠ  રોગીઓમાં ઈશ્વરની જોઇ  પોતાનું જીવન આ કાર્ય માટે સમર્પિત કરી દીધું. આ તે સમય હતો જ્યારે લોકો કુષ્ઠરોગને સ્પર્શથી ફેલાય છે તેવું માનવામાં આવતું હતું. સમાજ ન તો આ રોગીઓને સ્વીકારતો હતો ન તેમના બાળકોને. મજબૂરીથી પોતાના બાળકોને ખ્રિસ્તી મિશનરીઓને સોપી દેતા હતા અને કહેતા કે  અમે અમારા બાળકોને જમા કરાવી દીધા હતા.


પરંતુ આ બાળકોને આગળ વધવાની જવાબદારી મિશનરીએ પણ ન ઉઠાવી. તેવામાં 15 બાળકો સાથે વન્દેમાતરમ્ કુંજની સ્થાપના કરવામાં આવી. આ 23 વર્ષોમાં સેંકડો બાળકો અહીંથી શિક્ષિત અને સંસ્કારિત થઇ પોતાના ઉજ્જવળ ભવિષ્યનો પાયો રાખ્યો. દિવ્ય પ્રેમ સેવા મિશનના સંયોજક સંજય ચતુર્વેદી બતાવે છે કે, અહીં જ ઉછેર પામેલ મનોહર આ જ વિદ્યાલયના કમ્પ્યુટર સેક્શનનો ઇન્ચાર્જ છે.  અહીંયા બાળકોના શિક્ષણ અને સંસ્કારની સાથે દેશના સારા નાગરિક બનવાની પ્રેરણા પણ આપવામાં આવે છે. 

કુષ્ઠ રોગીઓ માટે શરુ કરેલ સમિધા રૂપ સેવાર્થ દવાખાનામાં હવે સામાન્ય ગરીબ રોગીઓની પણ નિઃશુલ્ક સારવાર થાય છે, જ્યાં નગરના જાણીતા ચિકિત્સકો સેવા આપે છે.  એટલું જ નહી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સન્માન સહિત 23 પુરસ્કારથી સન્માનિત દિવ્ય પ્રેમ મિશન દ્વારા કુષ્ઠ રોગી મહિલાઓની સાથે સાથે અન્ય નિર્ધન પરિવારોની મહિલાને પણ સ્વાવલંબન કેન્દ્રીત પ્રશિક્ષણ આપી તેમને પગભર બનાવવામાં આવે છે. સેવાને પોતાનું સદ્ભાગ્ય માનતા આશીષજી કહે છે કે કુષ્ઠ રોગીઓના બાળકોને સમાજે સ્વીકારી લીધા તે જ અમારી સૌથી મોટી સફળતા છે. વંદેમાતરમ્ કુંજમાં હરિદ્વારના સંપન્ન પરિવારના લોકો પોતાના બાળકોના જન્મદિવસ ઉજવે છે. 


સંકલન કર્તા    સંપર્ક :- સંજય ચતુર્વેદી

પારિતોષ બંગવાલ    98370 88910

1130 Views
अगली कहानी