सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

સેવાની ગંગોત્રી-ડૉ. માધવરાવ પરલકર

મહારાષ્ટ્ર

parivartan-img

બેભાન બાળકના શરીર પર જેમ જેમ ડૉક્ટરની આંગળીઓ ફરી રહી હતી, બાળકમાં થઇ રહેલું હલન ચલન જોઇ માતાની આંખોમાં તેજ વધી રહ્યું હતું. બેટાની સારવાર માટે પૈસો પાણીની વ્હેવડાવ્યા પછી સાજા થવાની કોઇ આશા નહોતી. ડૉ. પરલકરે ફીનો એક પણ રૂપીયો નહોતો લીધો. આ ચમત્કાર ડૉ. પરલકરજીના હાથના માલિશનો હતો  કે એ નિ:સ્વાર્થ સેવાભાવનો જે માધવરાવજીની ધમનીઓમાં લોહી બની વહી રહ્યો હતો. ગંભીર પક્ષાઘાતથી પીડાતો બાળક 6 કલાકમાંજ ઉઠી બેસી ગયો. આજ તે જ બાળક મુંબઇના સૌથી પ્રતિષ્ઠિત ચાર્ટડ એકાઉન્ટન્ટમાંના એક છે. સી.એ કંચન નારંગ જેવા કેટલાય રોગી અને તેના સ્વજનો માટે માધવરાવજી ઈશ્વરના અવતાર હતા. ડૉ. પરલકર સંઘના એવા પ્રચારક હતા, જેમનું જીવન સેવાની અવિરલ ગંગોત્રી છે, જેમણે કેટલાય રોગીઓ અને તેમના સ્વજનોના કષ્ટ દૂર કર્યા. મુંબઇમાં સારવાર કરાવવા વાળા ગરીબ રોગીઓ માટે નાના પાલકર રુગ્ણ સેવાસદન એક વરદાન છે જેની સ્થાપના ડૉ પરલકરજીએ કરી હતી.

બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક માધવરાવ પરલકર એક મેધાવી છાત્ર હતા. 1947માં આયુર્વેદની ડીગ્રી પ્રાપ્ત કરી  ક્લીનિક ચલાવ્યા બાદ તેઓ સંઘના પ્રચારક બન્યા. આ દિવસોમાં બાંદ્રાથી વિરાર અને ચેમ્બુર સાઇકલથી પ્રવાસ કરતા હતા. પોતાના વાક્ચાતુર્ય અને આકર્ષક વ્યક્તિત્વવાળા પરલકરજી યુવાઓમાં અત્યંત લોકપ્રિય હતા. તેઓ કેટલાય વર્ષો સુધી વિદ્યાર્થી પરિષદના અખિલ ભારતીય સંગઠન મંત્રી રહ્યા. પરંતુ તેમના મનમાં રોગી માટે સેવાભાવ જોઇ તત્કાલીન સરસંઘચાલક પરમ પૂજ્ય શ્રી ગોળવલકર ગુરુજીએ ડૉ. પરલકરને ગરીબ રોગીઓ અને તેમના સ્વજનોને રહેવા અને ખાવાની સુવિધા માટે સેવાસદન સ્થાપિત કરવાની જવાબદારી આપી.

કેન્સર અને ટી.બી. જેવા ગંભીર અસ્વસ્થતાની સારવાર મોંઘી અને લાંબી હોય છે. રોગીને તો હોસ્પીટલમાં જ ભોજન મળી જાય, પરંતુ તેમનાસ્વજનોને આ મહાનગરમાં રહેવાની અને ભોજનનો ખર્ચ ઉપાડવો કઠીન હોય છે. આજે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પીટલથી અડધો કિલોમીટર દૂર પર દસ માળનું ભવન નાના પાલકર સ્મૃતિ રુગ્ણ સેવાસદન સેંકડો રોગીઓ માટે ઘર અને સ્વજનોની ભૂમિકા નિભાવે છે. 10 રૂ માં ભોજન અને 1 મહિના સુધી નિ:શુલ્ક રહેવાની સુવિધા આ પરિવારો માટે ખુબ મોટો સહારો છે. પોતાના સતત પરિશ્રમ અને નિ:શ્છલ સેવાભાવના આધારે ઈંટથી ઈંટ જોડી પરલકરજીએ સેવાસદન ઉભું કર્યું છે.


પરલકરજીએ સમાજના દરેક વર્ગથી સહયોગ લીધો છે. સામાન્ય સ્વયંસેવક પરિવારોથી વર્ષના 500 રૂ અને બિરલા ફાઉન્ડેશનના માલિક આદિત્ય બિરલા પાસેથી 75 લાખની લીથોટ્રીપ્સી મશીન દાનમાં લીધા. વળી ડૉ. અજીત ફડકેને પોતાની હોસ્પીટલમાં રાખવા અને ગરીબ રોગીઓના લેજર ઓપરેશન મફત કરવા માટે મનાવી લીધા. પરલકરજીની અણથક મહેનતથી શરુ થયેલ ગોખલે ડાયાલિસિસ સેન્ટરમાં આજે 14 મશીનો પર કેટલાય ગરીબ રોગીઓને મફત  ડાયાલિસિસ સુવિધા આપવામાં આવે છે.

સેવાસદનના ટ્રસ્ટી અને પરલકરજીના રહેલા સહયોગી વિવેક છત્રેના કહેવા પ્રમાણે મુંબઇના મેડિકલ ક્ષેત્રમાં  પરલકરજી સૌથી પ્રતિષ્ઠિત લોકોમાંના એક હતા. તેમના આ અવર્ણનીય સેવાભાવના કારણે મુંબઇ હોસ્પીટલના ડીન ગોયલથી લઇ બધા મોટા ડોક્ટરો આ ધોતી કુર્તાવાળા આયુર્વેદ ચિકિત્સકને દરેક પ્રકારની મદદ કરવા તૈયાર રહેતા હતા. ગોખલે ડાયાલિસિસ સેન્ટરમાં માધવરાવજીએ પોતાના જીવનના એક એક પળનો ઉપયોગ સમાજના ભલા માટે કરતા હતા. કટોકટીના સમયે જેલવાસ દરમ્યાન કેદીઓને યોગ શીખવ્યું અને માલીશની અદભુત કળાથી સેંકડો રોગીઓને વગર પૈસે સાજા કર્યા. 22 ફેબ્રુઆરી 2008માં 81 વર્ષની વયમાં છેલ્લા શ્વાસ લેતા પહેલા નાનાપાલકર સ્મૃતિ સંસ્થાનને સાત માળનું બનાવી ચુક્યા હતા.

1437 Views
अगली कहानी