सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

આશાઓનું નવું પ્રભાત-વાત્સલ્ય વિદ્યામંદિર કાનપુર

ડૉ. જનક દવે | ઉત્તરપ્રદેશ

parivartan-img

કાળના ક્રૂર પ્રહારે તેમનાથી તેમના સ્વજનો છીનવાઇ ગયા હતા. વનવાસી (જનજાતિ) ક્ષેત્રોના આ નિર્ધન અનાથ બાળકોનું બાળપણ ક્યારેય ખતમ ન થવાવાળી લાચારીની અંધારી ગુફામાં વીતી જાત જો વાત્સલ્ય મંદિરમાં તેમને સ્નેહભર્યો છાંયડો અને શિક્ષણનો પ્રકાશ ન મળ્યો હોત. આજે તેમની આંખોમાં સોનેરી ભવિષ્યના સપના પણ છે અને તેને પૂરા કરવાનો વિશ્વાસ પણ છે. આઇઆઇટીની આખા ભારતના રેંકિંગમાં 320મો નંબર પ્રાપ્ત એમએનઆઈટી થી એન્જીનિયરીંગ કરી રહેલા વ્રજેશ થારુ હોય કે એનડીએની તૈયારી કરતો પવન પાલ બન્ને અહીં 4 વર્ષની નાની ઉંમરમાં આવ્યાં હતાં. 


સંઘના એક તરુણ વ્યવસાયિ સ્વયંસેવક સ્વ. યતીન્દ્રજીત સિંહજી અનાથ બાળકોને પોતાનું ઘર આપવાની ઈચ્છાથી 2004માં વાત્સલ્ય મંદિરનો પાયો નંખાયો. યતીન્દ્રજી  ઇચ્છતા હતા અહીં આવનાર બાળકોના પરિવારને કોઇ કમી ન લાગવી જોઇએ. બાળકીઓની ડોલી પણ અહીથી જ ઉઠે અને વાત્સલ્ય મંદિર જ તેમનું પીયર બને. ઉત્તરપ્રદેશના કાનપુરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય સનાતન ઇન્ટર કૉલેજના પરિસરમાં બનેલા આ છાત્રાવાસમાં બાળકોને ભણાવવાની સાથે તેમના વ્યક્તિત્વ વિકાસ માટે રમત-ગમતથી લઇ કોમ્પ્યુટર, સંગીત બધાં પ્રકારની પ્રવૃત્તિઓની તાલિમ આપવામાં આવે છે. 


પૂર્વી ઉત્તરપ્રદેશના ક્ષેત્ર સેવાપ્રમુખ નવલકિશોરજી બતાવે છે કે આ પ્રકલ્પ પર દર માસે 50,000 થી 75,000 રૂપીયા ખર્ચ થતો હતો. યતીન્દ્રજીના અકાળ મૃત્યુ પછી તેમના પત્ની સમાજસેવિકા નીતૂસિંહે સહર્ષ જવાબદારી ઉઠાવી રહી છે. વાત્સલ્ય મંદિરમાં આવેલ બાળકો પ્રાય: બલરામપુર, લખીમપુર, બહરાઈચ, મણિક્પુર જેવા જનજાતીય ક્ષેત્રોથી આવેલ છે. ગોંડ, કોલ, થાર જેવી વિલુપ્ત જનજાતિઓએ આ નાના શિશુઓને વનવાસી કલ્યાણ આશ્રમના કાર્યકર્તા અહીં લાવ્યાં હતાં. ગ્રેજ્યુએશન કર્યા પછી દીનદયાલ વિદ્યાલયની ઑફિસમાં નોકરી કરવાવાળી સોનમ અહીં સૌથી પહેલા આવનાર બાળકોમાંની એક છે.


તેને તો તે યાદ પણ નથી કે તેના માતા-પિતા ક્યારે જંગલી જાનવરના શિકાર થયા અને તે તેના બન્ને ભાઇ-બહેનો સાથે પહોંચી હતી. ક્યારેક સંઘના પ્રચારક રહેલા સુરેશ અગ્નિહોત્રીજી અને તેની પત્ની મીનાજી એ પહેલા દિવસથી આ બાળકોને માતા-પિતા જેવો સ્નેહ આપ્યો, કઠોર અનુશાસન અને પરિશ્રમ શીખવ્યો. છાત્રાવાસની દિનચર્યામાં યોગ-શિક્ષા અને સંસ્કારોની સાથે પરિસરની સંપૂર્ણ જવાબદારીઓનું વહન પણ બાળકો પોતે કરે છે. અહીં બાળકોને રમત-ગમતનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જય, પવન અને સાધ્યે 2000 મીટર રેસની સાથે સંગીતમાં મેડલ જીતી વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. 

સંપર્ક સૂત્ર : નીતૂસિંહ  

મો.નં 8009336677

823 Views
अगली कहानी