नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
મધ્યપ્રદેશ
જીવન અને મરણ સૌથી વધુ નજીકથી જોતા ડૉક્ટર હંમેશા રોજ એક નવી પરીક્ષામાંથી પસાર થતાં હોય છે. પરંતુ ડૉ ઋષિ માટે આજે જીવનની સૌથી મોટી પરીક્ષા હતી. 23 નવજાત શિશુઓનું જીવન દાવ પર લાગેલું હતું. વૉર્ડમાં આગ લાગી હતી અને અગ્નિશામક સિલિન્ડરના બધાં પ્રયત્નો અફળ રહ્યાં હતાં. મધ્યપ્રદેશના છતરપુર જીલ્લાની હોસ્પીટલના નવજાત શિશુ આઇ.સી.યુ વૉર્ડમાં આગ લાગી હતી, જેણે બધાં નવજાત શિશુઓનું જીવન સંકટમાં નાખી દીધું. ત્યારે ફરજ બજાવતા સંઘના પ્રથમ વર્ષ શિક્ષિત ડૉક્ટર ઋષિ દ્વિવેદીએ પોતાના જીવનની ચિંતા કર્યા વગર પોતાના અદમ્ય સાહસ અને ત્વરિત બુદ્ધિથી આ કુમળાં બાળકોનું જીવન આગને ભેટ ચઢવાથી બચાવી લીધું.
11 જુલાઇ સાંજે સાત વાગ્યા સુધી છતરપુરની જીલ્લા હોસ્પીટલમાં બધું જ ઠીક હતું. બાળકોના વૉર્ડથી ક્યારેક ક્યારેક શિશુ ક્રંદન સંભળાતું હતું. ત્યારે જ વોર્ડના એ.સી માં આગ લાગવાથી વીજળી જતી રહી અને ગાઢ અંધારુ છવાઇ ગયું. આના પહેલા આગ વિકરાળ સ્વરૂપ પકડે ત્યાં ઉપસ્થિત ચિકિત્સા અધિકારી ડૉ. ઋષિએ અગ્નિશામક સિલિન્ડરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સિલિન્ડરનો ગેસ સમાપ્ત થવાં છતાં આગ ઓલવાઇ નહિં અને વોર્ડમાં શ્વાસ ગુંગળાવતો ધુમાડો ફેલાવા માંડ્યો. ફરજ પર લાગેલી નર્સો સંગીતા અને જયાની હિંમત પણ જવાબ આપી દીધો અને તેમને પોતાનો જીવ બચાવવા બહાર નીકળવાની આજીજી કરવા માંડી.
પરંતુ ડૉ. ઋષિના હૃદયમાં રહેલો સ્વયંસેવક આ બાળકોને છોડીને બહાર જવા તૈયાર નહતો. શાખામાં ગવાતું ગીત તેમના કાનમાં ગુંજતું હતું "જીવ બનીને દીવાની જેમ બળીને સર્વનો નાશ કરી કર્તવ્યનિષ્ઠ બનો. " . તે પરિચારિકાઓની મદદથી બધાં જ બાળકોને તેડીને બીજા વૉર્ડમાં ખસેડવા માંડ્યા. ત્યાં સુધી સ્વજનો પણ મદદ માટે આવી ગયાં અને બધાં નવજાતોને કુશળ ક્ષેમ બહાર કાઢ્યાં.
ડૉ. ઋષિના કહેવા પ્રમાણે આ કપરી પરિસ્થિતિમાં જે કાંઇ પણ તે કરી શક્યાં તે બધામાં સંઘના સંસ્કારોનો જ પ્રભાવ છે. તેઓ બતાવે છે કે, તેમના પિતાજી વિપિન બિહારીજી મહોબામાં સંઘના જીલ્લા બૌદ્ધિક રહેલા છે અને મોટા ભાઇ રજનીશ પાંચ વર્ષ પ્રચારક રહેલા છે.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।