सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

ખેડૂતોનો સાચો સાથી-શેતકારી વિકાસ પ્રકલ્પ

મહારાષ્ટ્ર

Play podcast
parivartan-img

ખેતી કાંઇ રમત વાત નથી. સૈકાઓથી ખેડૂત લાચાર જ રહ્યો છે. ખેડૂતે નાનકડા ખેતરમાં ખેતી કરી પેટ્યું રળવું કપરું છે. પડયા પર પાટાની જેમ ચોમાસાની અનિયમિતતા અને પાકમાં થતા રોગો પોતાની કસર પૂરી કરે છે. આ સચ્ચાઈને મહારાષ્ટ્રની કોંધારા ગામની સુનીતા જાધવ સિવાય કોણ સમજી શકે? મહારાષ્ટ્રના યવતમાળ જીલ્લાના કોંધારા ગામની આ યુવતીના પતિ ખેતીની બદહાલીના કારણે આત્મહત્યા કરી લીધી હતી, ત્યારે તેના કોંખથી ત્રીજી બેટીએ જન્મ લીધો હતો. ભારતના સેંકડો ખેડૂતો દર વર્ષે માત્ર આ કારણે આત્મહત્યા કરે છે તેમના ખેતરમાં ઉભેલો પાક પરિવારનું પેટ પાળવા અને કરેલ દેવું પૂરું કરવા સક્ષમ હોય.


ખેડૂતોની આત્મહત્યાના ચઢતા આલેખથી ચિંતિત થઇ શેતકારી વિકાસ પ્રકલ્પની શરુઆત કરવામાં આવી. યવતમાળ જીલ્લામાં તત્કાલીન વિભાગ પ્રચારક (વર્તમાનમાં અ.ભા.સહ સંપર્ક પ્રમુખ)ના પ્રયાસોથી 1997માં શરુ થયેલ આ પ્રકલ્પ દ્વારા સંસ્થાએ શૂન્ય ખર્ચ વાળી ખેતીની તાલિમ આપી મધ્યમ પ્રકારના ખેડૂતોની આવક વધારી. વળી આત્મહત્યા કરી ચૂકેલા ખેડૂતોના પરિવારોની આવક વધારવા રોજગાર ઉપલબ્ધ કરાવી તેમને પગભર કર્યાં. સંસ્થા દ્વારા પીડિત ખેડૂતપરિવારોના બાળકોને ભણાવવા મફત છાત્રાવાસ પણ ચલાવવામાં આવે છે. અત્યારે આ છાત્રાવાસમાં 65 બાળકો છે અને પહેલી બેચના કેટલાક બાળકો એન્જીનિયરીંગ ભણી ચૂક્યાં છે.


સંસ્થાનું આખું નામ દીનદયાલ બહુઉદ્દેશીય પ્રસાર મંડલ છે, જેનો એક પ્રકલ્પ શેતકારી એટલે ખેતી વિકાસ પ્રકલ્પ છે. સંસ્થાના સમન્વયક શ્રી ગજાનનજી પરસોડકર કહે છે કે, અત્યાર સુધી જુદાં જુદાં સ્તરના 400 જેટલા ગરીબ ખેડૂત પરિવારોને સ્વાવલંબી બનાવ્યાં છે. આપણે કોંધારા ગામની સુનીતા જાધવને જ લઇએ. પતિની આત્મહત્યા પછી ત્રણ બેટીઓનું પાલન પોષણ અઘરું હતું, આ માટે જીવને બધાં બારણાં બંધ કરી દીધાં હતાં. તે સમયે શેતકારી પરિવાર મદદ માટે આગળ આવ્યો. સંસ્થાની સહાયતાથી પોતાનો જનરલ સ્ટોર ચલાવી રહી છે. સુનીતા બતાવી રહી છે કે સંસ્થાની મદદથી તેની ત્રણેય બેટીઓ સારી શાળામાં ભણી રહી છે. 


ગજાનનજી ના કહેવા પ્રમાણે ખેડુતોની દશા અને દિશા સુધારવા કેટલાય સ્તર પર કામ ચાલી રહ્યું છે. સંસ્થાએ મફત ઉત્તમ બીજ વિતરણ, સજીવ ખેતીની તાલિમ સ્વ સહાયતા જૂથ બનાવવા અને  જળ વ્યવસ્થાપન દ્વારા સમગ્ર પરિવર્તનનો પાયો નાખ્યો. વળી સંસ્થાએ આત્મહત્યા કરી ચુકેલા ખેડૂતોના બાળકોને ભણાવવા અને પરિવારના જવાબદાર સદસ્યને રોજગારી આપી સ્વાવલંબી બનાવવા મદદ કરી છે. દર વર્ષે સમાજમાં નિ:સ્વાર્થ ભાવથી સેવા કરનાર લોકોને સંસ્થા દ્વારા 25 સપ્ટેમ્બરે દીનદયાલ ઉપાધ્યાય પુરસ્કાર પણ આપવામાં આવે છે.

સંપર્ક સૂત્ર : શ્રી ગજાનન પરસોડકર 

મો. નં 8605542650

984 Views
अगली कहानी