सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

એક નામ જે સેવાનો પર્યાય બન્યો-વિષ્ણુકુમારજી

ડૉ. જનક દવે | મધ્યપ્રદેશ

parivartan-img

50 ના દાયકામાં શુગર ટેક્નોલોજીની ઇન્જીનિયરીંગની ડિગ્રી લઇ હિન્દુસ્તાન એરક્રાફ્ટ  લિમિટેડમાં જોડાયાનો પત્ર હાથમાં લઇ 23 વર્ષના યુવક માટે કેરિયરની શરુઆત આથી વધુ સારી શું હોઇ શકે? પરંતુ કદાચ બંગ્લુરથી 90 કિ.મી દૂર અક્કીરામપુરથી શ્રીમંત એવા રાજૌરિયા પરિવારના સાતમા સંતાન વિષ્ણુના સપના બધાથી અલગ હતા. તે ઝુંપડપટ્ટીમાં વસતા નિર્ધન લોકોનું જીવન સુધારવા માંગતો હતો. સડક પર ત્યજી દીધેલા અણમાનીતા શિશુઓને સન્માનજનક જીવન આપવા માંગતો હતો. આથી  1962માં  વિષ્ણુ રાજૌરિયાએ જ્યારે પોતાના પિતા શ્રી અનંત રાજૌરિયા પાસે સંઘના પ્રચારક બનવા અનુમતિ માંગી, ત્યારે તેઓ સમજી ગયા હતા કે તેમનો દિકરો ક્યારેય પાછો ઘરે નહી આવે.

દક્ષિણ ભારતની ધરતી પર જન્મ લઇ ઉત્તર ભારતમાં દિલ્હીથી લઇ ભોપાલ સુધી સેવાકાર્યોની વિશાળ શૃંખલા ઉભી કરવાવાળા વિષ્ણુજીના જીવનનો અંતિમ દાયકો સેવાનો પર્યાય થઇ ગયો. ગરીબોને દવા નથી મળતી, મળે છે તો દહાડી(એક દિવસની કમાણી)ના ભોગે. વિષ્ણુજીના મનની આ ચિંતાના કારણે દિલ્હીમાં ફરતા દવાખાનાનો જન્મ થયો અને આજે આખા દેશમાં સેવાભારતીના માધ્યમથી સેંકડો મોબાઇલ વાન આવી બસ્તીઓમાં જઇ દવા અને પ્રાથમિક સારવાર આપે છે. સડકો પર ત્યજી દીધેલા નિર્દોષ શિશુઓને સન્માનજનક જીવન આપવા તેમની પ્રેરણાથી પહેલા દિલ્હીમાં પછી ભોપાલમાં માતૃછાયાની શરુઆત થઇ આજે લગભગ 36 માતૃછાયાપ્રકલ્પોનામાધ્યમથી સેંકડો અનાથ બાળકોને માતા-પિતાનો ખોળો મળ્યો અને નિ:સંતાન દંપતિઓને સંતાનનું સુખ મળ્યું છે.


આ જ પ્રમાણે બસ્તીના યુવાઓ માટે રોજગાર તાલિમ કેન્દ્ર, બહેનો માટે સીવણ અને ભરતગૂંથણ કેન્દ્ર અને બાળકો માટે સંસ્કાર કેન્દ્ર ખોલવામાં આવ્યાં. વિષ્ણુજી દિલ્હીથી મધ્યપ્રદેશ પહોંચી ત્યાં લોકોને જોડી મધ્યપ્રદેશના ખૂણે ખૂણે સેવાના પ્રકલ્પ ઉભા કર્યા. મધ્યક્ષેત્રના ક્ષેત્ર સેવાપ્રમુખ ગોરેલાલજીના કહેવા પ્રમાણે ગુરુજી (વિષ્ણુજીને  બધા ગુરુજી તરીકે ઓળખે છે)ની  પ્રેરણાથી મધ્યપ્રદેશમાં 21 છાત્રાવાસ 6 માતૃછાયા સહિત 400 સેવાકાર્ય ચાલુ થયા.જ્યારે વિષ્ણુજી કાનપુરથી દિલ્હી પહોંચ્યા ત્યારે સંઘનો નિર્દેશ મળ્યો કે તમણે વંચિત વર્ગો માટે કામ શરુ કરવાનુ છે.

જ્યાં સુધી એમના માટે કોઇ યોજના બને, તે પહેલા પોતે ફૂટ્પાથ પર વૃક્ષ નીચે ચટ્ટાઇ પાથરી બાળકોને ભણાવવા માંડ્યા. વિષ્ણુજીને ભણાવતા જોઇ જે સજ્જન તેમના માટે ખુરશી લાવ્યા હતા, તે લાલાસિંહ રામગુપ્તાના આર્થિક સહયોગથી આજે દિલ્હીમાં સાવનપાર્ક વિસ્તારમાં નિર્ધન મેધાવી બાળકો માટે ત્રણ માળનું છાત્રાવાસ બન્યું જેમાં વર્તમાનમાં દિલ્હી સેવાભારતીના માધ્યમથી કેટલાય પ્રકલ્પો ચાલે છે. કહેવાય છે કે 5 ફૂટના સુકલકડા વિષ્ણુજીના શરીરમાં વિરાટ વ્યક્તિત્વ સમાયેલું છે જેનાથી પ્રભાવિત થઇ કોઇ તન-મનથી કોઇ પોતાના જીવનથી સેવાને સમર્પિત થયા.

વિશ્વ હિન્દુ પરિષદના અન્તર્રાષ્ટ્રીય મહામંત્રી શ્યામજી ગુપ્ત, સ્વાન્તરંજનજી જેવા કેટલાય યુવા વિષ્ણુજીની પ્રેરણાથી સંઘ પ્રચારક બન્યા અને અદભુત કાર્ય ઉભુ કર્યું. વિષ્ણુજીની સાથે કેટલાય વર્ષો વીતાવનાર વરિષ્ઠ પ્રચારક અને સેવા ઇન્ટરનેશનલના આન્તર્રાષ્ટ્રીય સંયોજક શ્યામ પરાંડેજીના મન્તવ્ય પ્રમાણે વિષ્ણુજી દાનદાતાઓના હૃદયમાં રાજ કરે છે, તેઓ જેની પાસે જેટલું માંગતા તેટલું મળી જતુ. દિલ્હીના ગોપાલધામ છાત્રાવાસ હોય કે ભોપાલનું સેવાધામ મંદિર વિષ્ણુજીના કહેવાથી કોઇએ મફતમાં લોખંડ, કોઇએ ઇંટો, કોઇએ સળિયા અને કોઇએ આખી જમીન જ સેવાપ્રકલ્પ માટે દાનમાં આપી. ગંભીર બીમારીમાં મૃત્યુ શૈયા પર પણ તેઓ સેવાપ્રકલ્પ માટે ફોન પર વાત કરી  ધનની વ્યવસ્થા કરતા રહ્યા.


વિષ્ણુજી સેવામાં એટલા મગ્ન હતા કે સેવાભારતી સિવાયનો પરિચય તેમનો સ્વીકાર્ય નહતો. દિલ્હીના જુના સ્વયંસેવક માયારામ મતંગજીએ જ્યારે તેમના ઉપર પુસ્તક લખવા ઈચ્છા કરી ત્યારે તેમણે સાફ નકારીને કહ્યું કે  મારાં જીવતા આ શક્ય નથી, જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી મારો એકમાત્ર પરિચય સેવાભારતી”. આ જ સમર્પણ અને સેવાભાવથી વિષ્ણુજી દ્વારા વાવવામાં આવેલું બીજ આજે વિશાળ વૃક્ષ બની ચુક્યું છે અને આખા દેશમાં જરુરતમંદ લોકોના વિવિધ પ્રકલ્પોના માધ્યમથી સેવા આપી રહ્યું છે. 

વિષ્ણુજીને સમજવા હોય તો ભૈયાજી જોશીના આ શબ્દોમાં સમજી શકાય છે. સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશી કહે છે કે વિષ્ણુજી સાધનો માટે રોકાયા નહી, સહયોગના અભાવમાં થાક્યા નહીં. પરિસ્થિતિઓની  સમક્ષ ઝુક્યા નહીં

1445 Views
अगली कहानी