सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

ચિત્તાગ્નિ - મોબાઈલ ફ્યુનરલ યુનિટ (કેરળ)

કેરલ

parivartan-img

લગભગ 6 માર્ચ, 2021ની વાત છે, જ્યારે કેરળના આંડોરકોણમના નાના ગામમાં એક વૃદ્ધ માણસ રંગરાજન (નામ બદલવામાં આવ્યું છે) કોરોના સામે જીવનની લડાઈ હારી ગયા. તેમના પરિવાર માટે આ રોગ સામે લડવા કરતાં મોટી લડાઈ તેમના પ્રિયજનના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે હતી . પરિવારના સભ્યોએ તમામ પ્રયાસો કર્યા પરંતુ તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કોઈ સ્મશાનભૂમિમાં જગ્યા ન મળી. તે પરિવાર થાકી હારીને સેવાભારતી કેરળ પાસે મદદ માંગી. પરિણામે થોડાક જ કલાકોમાં એક મોબાઈલ ફ્યુનરલ યુનિટ વાન એક વાહનના સ્વરૂપે તેમના દરવાજે આવ્યું. રંગનાથનના પરિવારના સભ્યોએ માત્ર બે LPG સિલિન્ડરનો ઉપયોગ કરીને કાર્યકર્તાઓની મદદથી તેમના અંતિમ સંસ્કાર કર્યા. જેઓ પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર ઘરના પછવાડે કરવા મજબૂર છે, તેવા કેરળ રાજ્યના 13 જીલ્લાના પરિવારો માટે સેવા ઇંટરનેશનલના સહયોગથી ચાલતો સેવાભારતી કેરળનો આ ચિતાગ્નિ પ્રોજેક્ટ વરદાન બનીને આવ્યો છે. સેવાભારતી કેરળના અધ્યક્ષ કિરણકુમાર કહે છે કે ચિત્તાગ્નિ પર્યાવરણને અનુકૂળ એક અનોખો પ્રોજેક્ટ છે જેમાં અંતિમ સંસ્કાર માટે લાકડાની જરૂર પડતી નથી.


મૃત્યુ હંમેશા દુઃખ લાવે છે. જ્યારે પણ પરિવારમાંથી કોઈ વ્યક્તિ કાયમ માટે વિદાય લે છે ત્યારે આખો પરિવાર શોકના સાગરમાં ડૂબી જાય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ પોતાના પરિવારને ગૌરવપૂર્ણ રીતે જોઈને આ કઠોર કર્મકાંડ કરવું એ મનુષ્યનું દુર્ભાગ્ય છે. પરંતુ વિડંબના ત્યારે થાય છે જ્યારે પ્રિયજનના અંતિમ સંસ્કાર કરવા માટે બે ગજ જમીન પણ ઉપલબ્ધ ન હોય. કેરળમાં નાની વસાહતોમાં રહેતા લોકો ઘણા વર્ષોથી આ હૃદયદ્રાવક પીડામાંથી પસાર થઈ રહ્યા છે.  તેમની પાસે સ્મશાનગૃહમાં પ્રવેશ નથી. આવી સ્થિતિમાં, તેઓ તેમની નાની જમીન પર તેમના પ્રિયજનોને અંતિમ વિદાય આપે છે, તો કેટલાકને 10 કિલોમીટર દૂર જઈને નિર્જન સ્થળે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે છે.


કોરોના સમયગાળા દરમિયાન આ સમસ્યા વધુ તીવ્ર બની હતી.  મૃત્યુઆંક એટલો વધી ગયો હતો કે તેઓને ત્રણ દિવસ સુધી મૃતદેહોને ઘરમાં રાખવાની ફરજ પડી હતી. આથી સેવાભારતી કેરળે સેવા ઇન્ટરનેશનલની મદદથી આવા પરિવારોને મદદ કરવા માટે વર્ષ 2019 માં ચિત્તાગ્નિ પ્રોજેક્ટ શરૂ કર્યો. સેવાભારતી કેરળ હવે આ અનોખા 'મોબાઇલ સંસ્કાર યુનિટ' જે પરિવારમાં અંતિમ સ્વજનના અંતિમ સંસ્કારની આવશ્યક્તા છે તેઓ માટે 13 જિલ્લાઓમાં લગભગ મફતમાં ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહી છે.  દક્ષિણ ક્ષેત્રના ક્શેત્ર સેવાપ્રમુખ શ્રી પદ્મકુમારજી કહે છે કે, કેરળમાં સેવાભારતી કેરળ આ હેતુ માટે જ એક અલગ હેલ્પલાઇન ચલાવી રહી છે, જીની પર વર્તમાન સમયમાં લોકો ફોન દ્વારા અંતિમ સંસ્કાર માટે મદદ માંગી રહ્યાં છે. તેઓ જણાવે છે કે ગીચ વિસ્તાર હોય કે સુદૂર જંગલ વિસ્તાર, આ મોબાઈલ સ્મશાન વિલંબ કર્યા વિના ત્યાં પહોંચી જાય છે.


જો ઈતિહાસની વાત કરીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોટ્ટયમ વિભાગના સંઘચાલક ડો. પી. ચિદમ્બરનાથ આ સમસ્યાના ઉકેલ માટે 'મોબાઈલ સંસ્કાર યુનિટ'ની સ્થાપના માટે વર્ષો સુધી પ્રયાસ કરતા રહ્યા. જે કામ તેમના જીવનકાળ દરમિયાન શક્ય ન હતું, તેમના મૃત્યુના એક વર્ષ પછી, ત્યાંના સ્વયંસેવકોએ પહેલું 'મોબાઈલ અંતિમ સંસ્કાર યુનિટ' શરૂ કર્યું અને તેમનું સ્વપ્ન પૂરું કર્યું.  ચિતાગ્નિ એ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહનું એક સ્વરૂપ છે. આમાં મૃતદેહને બાળવા માટે માત્ર એક કે દોઢ એલ.પી.જીના સિલિન્ડર ઉપયોગ કરવામાં આવે છે જેની કિંમત માત્ર 2000 થી 2500 રૂપિયા થાય છે. એટલું જ નહીં લાકડાનો ઉપયોગ ન થવાથી પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે.  અત્યંત ગરીબ પરિવારો માટે, સેવાભારતી કેરળ દ્વારા 13 જિલ્લામાં ચલાવવામાં આવી રહેલી આ યોજનાને ભવિષ્યમાં દક્ષિણ ભારતના 100 જિલ્લાઓમાં વિસ્તારવાની યોજના બનાવવામાં આવી છે.

593 Views
अगली कहानी