नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
ડૉ. જનક દવે | કેરલ
વર્ષ 2018 જુલાઇના મધ્યમાં ચોમાસુ હજું શરુ જ થયું હતું, દેશના બાકી ભાગોમાં વરસાદ રાહતની હેલી વરસાવતો હતો ત્યાં કેરલમાં કાંઇ ઠીક નહોતું. કેરલ જેને Gods on country (દેવોનો પોતાનો દેશ)પણ કહેવાય છે ત્યાં વરસી રહેલો વરસાદ ભૂતકાળના બધાં જ કિર્તીમાન તોડી રહ્યો હતો. હવામાન શાસ્ત્રીઓના માથે ચિંતાની રેખાઓ ખેંચાવા માંડી. આખરે 8 ઑગષ્ટ 2018ના રોજ સાંજ પડતાં પડતાં કેરલના બધાં 54 બાંધનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું હતું. અને....... માત્ર 24 કલાકમાં 34 બાંધના દરવાજા ખોલી નાખવા પડ્યાં હતાં. 26 વર્ષોમાં પહેલીવાર ઈડદુકુ બાંધના પાંચેય દરવાજા એકી સાથે ખોલી નાખવા પડ્યાં હતાં. હવે લગભગ અર્ધું કેરલ જલપ્રલયમાં ઘેરાઈ ગયું હતું.
ચેંગન્નૂર, પંદાનદ, એદાનદ, અરણમુલા, કોંજહંચેરી, અયિરૂર, પંડાલમ, કુટ્ટનદ, અલુવા અને ચલાકુદયી જેવા વિસ્તારો તો જાણે દેખાતા જ નહોતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. 380થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. એવું લાગી રહ્યું હતું કે જાણે દેવભૂમિ કેરલને પૂર રૂપી દૈત્યે ગ્રસી લીધી હોય. બધી બાજુ ત્રાહિ મામ્ ની ચિત્કાર, વિધ્વંસ, મૃત્યુ અને માનવીય લાચારીનું દારુણ દૃશ્ય હતું. ત્યારે પુરાણમાં આવતી ક્થામાં વર્ણન આવે છે કે જેમ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામે વાસુકિને કેરલભૂમિની રક્ષા કરવા નિયુક્ત કરેલ તેમ સંઘના સ્વયંસેવકો આ અભૂતપૂર્વ પૂરની સામે બાથ ભીડવા મેદાનમાં આવી ગયાં.
રાષ્ટ્રીય સેવાભારતીથી સંબદ્ધ દેસીય સેવાભારતીના માર્ગદર્શનમાં હજારો સ્વયંસેવકો ખભેથી ખભો મેળવી રાહત કામમાં લાગી ગયાં. ચેંગન્નૂર જીલ્લાના 24 વર્ષીય વિશાલ નાયર પણ આ સ્વયંસેવકોમાંના એક હતાં, જેણે પરહિત સરસ નો ધર્મ ભાઈ ના સંસ્કાર શાખામાંથી મેળવ્યાં હતાં. આ જાનદાર યુવકે પૂરમાં ડૂબતાં લોકોને કાઢતા પોતાનું બલિદાન આપ્યું. કેરલમાં ચાલી રહેલા રાહતકાર્યોનું સંચાલન કરતા સેવાભારતી ત્રિવેન્દ્રમના ખંડ સચિવ શ્રી એસ. જય કૃષ્ણનજી બતાવે છે કે વિશાલ તેના પિતા વેણુગોપાલ નાયર, માતા જયશ્રી અને બહેન અથિરા નાયરને સુરક્ષિત સ્થાને પહોંચાડી 16 ઑગષ્ટની વહેલી સવારે 4વાગ્યાની આસપાસ પૂરમાં ફસાયેલાં 50 પરિવારોને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની અગ્રિમ પંક્તિના સ્વયંસેવકોની સાથે જોડાઇ ગયો. ત્યારે જ નજીકમાં જ મુરિયપ્પા બ્રીજને સામેના છેડે એક વ્યક્તિને ડૂબતો જોયો. વિશાલ વિજળી વેગે તે તરફ દોડી ઉભરાતી જળરાશીમાં છલાંગ લગાવી.
પ્રત્યક્ષદર્શિઓના કહેવા પ્રમાણે પૂરનું પાણી એટલું તેજ હતું કે વિશાલ તેથી ઘેરાઇ ગયો. ગ્રામીણોએ પેલા ડૂબતાને તો બચાવી લીધો પણ વિશાલને કાઢી શકાયો નહીં. ત્રણ દિવસ પછી વિશાલનું પાર્થિવ દેહ ઘટનાસ્થળથી માંડ 100 મીટર દૂર પાણીમાં ડૂબેલું મળ્યું. વિશાલની બહેન અથિરાના કહેવા પ્રમાણે “નિ:સંદેહ મારા ઘરડાં માતા-પિતાએ એક્માત્ર દીકરો હતો તે ગુમાવ્યો છે, પણ તે અમારા હૃદયમાં હંમેશા જીવતો રહેશે. મને તેમા બલિદાનનો ગર્વ છે”.
દેસીય સેવાભારતીના માર્ગદર્શનમાં કેરલમાં ચાલેલા આ અભૂતપૂર્વ રાહત કાર્યમાં 85,000 સ્વયંસેવકોએ દિવસ-રાત પોતાના જીવની બાજી લગાવી પીડિતોની સહાયતા કરી. સૌથી વધુ પૂરથી પ્રભાવિત અલાપુજહા જીલ્લામાં સેવાભારતી દ્વારા 25 મેડિકલ કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યાં. તેમના સીવાય અન્ય સ્થાનો પર 125 રાહત કેમ્પો ચલાવ્યાં. 150 હોડી અને 70 એમ્બ્યુલંસ વાળી સ્વયંસેવકોની ટુકડીઓ 24 કલાક બચાવકાર્ય કરતા રહ્યા. અત્યાર સુધી 70 હજાર પીડિતોને સ્વયંસેવકોએ સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યાં. પૂરગ્રસ્તોની સહાય માટે થિરિસસુર જીલ્લામાં એક કેન્દ્રીકૃત હેલ્પ ડેસ્કની પણ સેવાભારતી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.
વળી ભારત સરકારે કેરલમાં આવેલા પૂરને લેવલ-3 કેલેમીટી તરીકે જાહેર કરી તેને અત્યંત ગંભીર આપત્તિ માની હતી. આપતિ અને બચાવકાર્યનું સંઘર્ષ તો પૂર્ણ થઇ ગયું. ત્યાર બાદ સ્વયંસેવકો બેઘર થયેલાં લોકોના પુનર્વસનના કામમાં લાગી ગયાં હતાં
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।