सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

એક અપૂર્ણ યાત્રા ચરખી દાદરી

નીરજ પટેલ | હરિયાણા

Play podcast
parivartan-img

દરેક યાત્રા પોતાના ગન્તવ્ય પર જ સમાપ્ત થાય તે આવશ્યક નથી, કેટલીક યાત્રા અધુરી જ રહી જાય છે. 12 નવેંબર 1996ની સાંજે પણ આવું જ કાંઇક બન્યું હતું. હરિયાણાની ચરખી દાદરી જીલ્લો એક ભયાનક દુર્ઘટનાની સાક્ષી બન્યું. કાળજું કંપાવી દેતા અવાજની સાથે ભયાનક વિજળી ચમકી અને જોતજોતામાં ભયંકર આગના ગોળાઓ તીવ્રગતિથી ગામના ખેતેરોમાં વરસવા માંડ્યા. આ આગના ગોળા કોઇ ઉલ્કાપિંડ નહોતા પરંતુ દિલ્હીથી અરબસ્તાન અને કજાકિસ્તાનથી આવતુ એરલાઇન્સનું માલવાહક વિમાનના ટુકડા હતા. બન્ને વિમાનોની ટક્કર પછી અણીદાર ટુકડા ધરતી પર પડ્યા, તે પૈકી એક ટુકડો ધરતીમાં 16 ફૂટ નીચે ખાડામાં ઘુસી ગયો હતો. હાય રે નિયતિ ક્ષણભરમાં સાઉદી વિમાનના 312 અને કજાકિસ્તાનના 37 લોકો કાળના ગર્તમાં સમાઇ ગયા. ચરખી દાદરીની આસપાસ ચાર પાંચ કિલોમીટરમાં ઢાણી ફોગાટ, ખેડી સોનાવાલ અને માળિયાવાસ ગામના ખેતરોમાં અર્ધ બળેલી ચીંથરેહાલ 351 લાશો વિખરાયેલી પડી. દુર્ઘટનાના સમાચાર મળતા જ સરકારી તંત્ર પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો જ પહોંચ્યા. 

ટુકડાઓમાં વિખરાએલી મોતની વચ્ચે જીવન શોધતા ભિવાની જીલ્લાના તત્કાલીન સંઘચાલક શ્રી જીતરામજી સ્વયંસેવકોની સાથે ત્યાં પહોંચ્યા તો તેમની આંખો અવાક્ થઇ ગઇ. એક પળ પણ રોકાયા વગર એક કલાક્માં પેટ્રોમેક્સ, જનરેટર, પાણી વગેરે આવશ્યક સામગ્રીઓની વ્યવસ્થા કરી. ઠંડી રાતે નીરવ અંધકારમાં એક હાથને બીજો હાથ ન્હોતો દેખાતો ત્યારે પેટ્રોમેક્સના અજવાળે સ્વયંસેવકોએ જીવિત લોકોને શોધવા માંડ્યાં. માત્ર બે જ લોકોને મોતથી ઝઝુમતા મળ્યા પરંતુ સમયસર હોસ્પીટલમાં ન પહોંચી શકવાના કારણે ડૉ હેડગેવાર ચિકિત્સાલયની ટીમને બચાવી ન શકી.


23 વર્ષ પહેલા જોયેલ આ ભયજનક ઘટનાક્રમની વાત નીકળતા જ સંઘચાલક શ્રી જીતરામજી આજે પણ ભાવુક થઇ જાય છે. તેઓ બતાવે કે કેવીરીતે સ્થાનીય ખેડૂત શ્રી ચન્દ્રભાનજીના ટ્રેક્ટરમાં સ્વયંસેવકોએ ખરાબ રીતે બળેલી લાશોને ઉઠાવી. મૃતદેહ સડે નહી તે માટે રાત્રે 11 વાગે બરફના કારખાના ચાલુ કરાવ્યા. ભિવાની, ઝજ્જર અને રેવાડી જેવા આસપાસના વિસ્તારોમાંથી બરફની પાટો મંગાવવામાં આવી. ત્યાં ઉપસ્થિત એસપી પણ મુસલમાન હતા. તેમની મદદથી અંત્યેષ્ટીની આવશ્યક વસ્તુઓની યાદી બનાવી. ગામવાળાઓના સહયોગથી કફનના કાપડની વ્યવસ્થા રાત્રે જ કરવામાં આવી.

મરનારમાં મોટેભાગે મુસ્લિમ હતા અથવા ખ્રિસ્તી હતા આથી ભિવાનીના સ્વયંસેવક સંતરામજીની ફેક્ટ્રીના આરા મશીનથી તાબૂત બનાવવામાં આવ્યા. સવારે 5:00 વાગ્યા સુધી 159 મૃતદેહ સિવિલ હોસ્પીટલ, ભિવાની પહોંચાડવામાં આવ્યા. ત્યાં સુધી શ્રી જીતરામજીના નેતૃત્વમાં ‘વિમાન દુર્ઘટના પીડિત સહાયતા સમિતિ’ બનાવવામાં આવી. આ સમિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ, આર્યસમાજ, વિદ્યાર્થી પરિષદ અને ગુરુદ્વારા સમિતિ સહિત અનેક સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓને જોડવામાં આવ્યા અને યુદ્ધસ્તરે કાર્ય  શરુ કરવામાં આવી. 

સવાર થતાજ આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઇ, તો મૃતકોના સંબંધીઓ, મીડિયા અને પોલીસ પ્રશાસન પણ પહોંચી ગયું. સમિતિએ બધા માટે ચા,  પાણી અને ભોજન વગેરેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી.જે યાત્રીના કોઇ સગા સંબંધી પહોંચી શક્યા ન હતા તેમને દફનાવવાનું કાર્ય પણ સ્વયંસેવકોએ કર્યું. આમાં સ્થાનીય મૌલવી અને દિલ્હીથી આવેલા ઇસ્લામિયા પ્રતિનિધી મંડળની મદદ લેવામાં આવી.

સમિતિના કાર્યકર્તાઓએ ત્રણ દિવસો સુધી રાત-દિવસ કામ કર્યું. સ્થાન પર ઉપસ્થિત તત્કાલીન ક્ષેત્ર પ્રચારક મા. પ્રેમજી ગોયલના કહેવા પ્રમાણે પહેલી વાર કોઇ મસ્જિદમાં સ્વયંસેવકોએ સ્વયંસેવકોનું સન્માન સ્થાનીય મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું. આ અવસર પર ત્યાંના મૌલવી મુહમ્મદ હમીદના શબ્દોમાં કહીએ તો તેમણે સ્વયંસેવકોની સુખાકારી માટે દુઆ કરી. તેમણે કહ્યું કે, “સંઘના સ્વયંસેવક માત્ર અને માત્ર ઇંસાનિયત માટે કામ કરે છે.” એટલું જ નહી પરંતુ દુર્ઘટનાના સમાચાર મળતાં જ ઘટના સ્થળ પર તત્કાલીન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ઇબ્રાહિમે સ્વયંસેવકોની પ્રસંશા કરતા કહ્યું કે આ બધા જાતી ધર્મથી પર માનવતાના પુજારી છે.

1229 Views
अगली कहानी