सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

આશાઓનું સર્જન

દિલ્હી

parivartan-img

5 વર્ષના રાજુને ભૂખ લાગી, તો માતાએ એક ચમચી લોટ્ને પાણીમાં ગાળીને પીવડાવી દીધો. ત્યાં જ પાસે  રહતા રામુના પરિવાર બે દિવસથી રોટલીના 5 ટુકડા કરી જેમ તેમ કરી પોતાનો પેટ ભરી રહ્યો હતો. 6 મહિનાના બાળકની માતા છેલ્લા બે દિવસથી કશુંય ખાધું ન હોતું, હવે તો ધાવણ પણ સુકાઇ ગયું હતું. આ કલ્પના જ નથી, રાજધાની દિલ્હીમાં યમુના ખાદરની આ વસાહતની સત્ય ઘટના છે, જ્યાં આજ પણ લોકો વિજળી અને  પાણી જેવી મૂળભૂત સુવિધાથી દૂર, શહેરથી અલગ નદીની વચ્ચો વચ ટાપુ પર પોતાનું જીવન વીતવી રહ્યા છે. અહીંયા પીવાનું પાણી પણ 5 કિ.મી. દૂર ઓખલાથી કન્ટેનરોમાં ભરીને લાવવામાં આવે છે. બાળકો ભણવા માટે નાવમાં બેસીને સ્કૂલમાં જાય છે. માછલીઓ અને શાકભાજી વેચવાવાળા માટે દિલ્હીની સંપૂર્ણ તાળાબંધી (લૉકડાઉન)એ ભૂખમરો લાવી દીધો.

સેવાભારતીના પ્રાંત સંગઠન મંત્રી સુખદેવજી સ્વયંસેવક સાથીઓ અને બહેનોની સાથે નાવ પર રાશન, કપડાં, સેનેટરી નેપકિન, દવાઓ, પીવાનું પાણી લઇ યમુના ખાદર પહોંચ્યા તો ત્યાંની સ્થિતિ કાઇંક એવી હતી. નાવ હજુ તો કિનારા પર લાગી જ હતી ત્યાં આબાલ વૃદ્ધ લગભગ 60-65 લોકોની આશા ભરી આંખો તેમને જોઇ રહી હતી.


વસાહતની ઝુંપડીઓમાં રોજની કમાણીથી સળગતાં ચૂલા સૂના પડ્યાં હતાં. વાસણો ભૂખમરાની કથની કહી રહ્યાં હતાં. નાનકડા બાળકો કહી રહ્યા હતા બસ એક કોળીયો આપી દો. આજે તો કોઇ ખાવાનું આપો. ધીરજના આંસુ સુકાઇ ગયાં હતાં. બધાંની આંખો ભીની થઇ ગઇ. એક તરફ  સ્વયંસેવકોને મોડા પહોંચવાનો પસ્તાવો હતો, તો બીજી બાજુ 3 દિવસથી ભૂખ્યાં વસાહતના લોકોની આંખોમાં રાહત હતી, કે ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી.....

જ્યારે નાવ પર સવાર થઇ 5-6 સીવણની મશીનો આ વસાહતમાં પહુંચી અને દિલ્હી સેવાભારતીના પ્રાંતકાર્યાલય મંત્રી અંજુદીદી અને ઉપાસના દીદીએ પોતે પોતાના હાથોથી ત્યાંની મહિલાઓને માસ્ક સીવતા શીખવાડ્યું, જોતા જોતા આ વસાહતમાં સ્વાભિમાનની રોટલીની સોડમ દરેક ચૂલાઓમાંથી આવવા માંડી. કષ્ટો હજુ પણ ઘણાં છે,  પરંતુ સેવાને સૌભાગ્ય માનવા વાળા આ સેવાદૂતોના સહારથી માત્ર આ વસાહતના લોકો જ નહીં પરંતુ  ઝંડેવાલા મંદિર (દિલ્હી)ની આસપાસ ભીખ માંગતા લોકોને પણ આત્મનિર્ભરતાની કળા શીખવા મળી. માટી અને ગોબરના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓમાં રંગ પૂર્યા. આજે ભીખ માંગવાવાળા હાથ 200 થી 300  રૂ. પ્રતિદિન મહેનત કરીને કમાઇને પગભર થઇ રહ્યા છે. ક્યારેક ભીખ માંગીને કમાવવાવાળી 57 બહેનો લોકલ ટુ વૉકલ કેમ્પમાં હવે કરવાચોથની થાળીઓ સજાવતી જોવા મળે છે.


સેવાભારતી દિલ્હી પ્રાંતના પ્રચાર મંત્રી ભૂપેન્દ્રજી બતાવે છે, માત્ર દિલ્હીમાં12500 થી વધુ સ્વયંસેવકો અને સેવાભારતીના કાર્ય્કર્તાઓને મળી 1,91,000 રાશનકીટ અને 91 લાખ લોકો સુધી તૈયાર ભોજનના પેકેટ વહેંચ્યાં. જેમની પીડા કહેવાતો સભ્ય સમાજ ક્યારેય સમજવા નથી માંગતો, વેશ્યાવૃત્તિના કાદવમાં ફસાયેલી દિલ્હીની જીબી રોડના રેડલાઇટ વિસ્તારની 986 મહિલાઓ, જેમને કોરોનાકાળમાં ખાવાના સાંસા હતા તેમને જ્યારે સ્વયંસેવકોએ બહેનજી અને માતાજી કહીને સંબોધ્યા ત્યારે તેઓ રડી પડી. રાશનકીટ લઇ વિનંતી કરવા માંડી કે અમને આટલું સન્માન ન આપો. તે જ પ્રમાણે મયૂરવિહાર કૉલોનીમાં વર્ષોથી રહેતા કિન્નર સમાજે કાર્યકર્તાઓ સાથે માત્ર સન્માનજનક વ્યવહાર જ નહી પરંતુ સ્વયંસેવકોએ રાશન પહોંચાડ્યું એટલે ઘણાં બધાં આશીર્વાદ આપ્યાં અને આભાર પ્રગટ કર્યો.


તેઓ હિન્દુ હોવા છતાં તેમની પાસે ભારતીયતાની ઓળખાણ નથી, પાકિસ્તાનથી આવેલા આ શરણાર્થીઓની પીડા યમુનાના કિનારા પાસે ગીચ જંગલ વિસ્તારમાં લાગેલા શિબિરોમાં જઇને અનુભવી શકાય છે. સેવાભારતી માતૃમંડળની ટોળી જ્યારે ત્યાં રાશનકીટ લઇને પહોંચી તો ખબર પડી કે આ શિબિરોમાં 20 - 25 મહિલાઓ ગર્ભવતી છે, હોસ્પિટલોમાં ઓ.પી.ડી બંધ છે અને આપાત્કાલીન સેવાઓ પણ એકલ દોકલ જ ચાલી રહી છે, સાધારણ ભોજન પણ દોહ્યલું હતું. વળી ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક આહાર મળવું અશક્ય જેવું હતું. માતૃમંડળની બહેનોનું હૃદય ભરાઇ આવ્યું. તેમણે ખાસ કરીને આ મહિલાઓ માટે ગુંદરના લાડુ, સુકો મેવો, દાળીયા, ચણા, દેશી ઘી, દૂધનો પાવડર અને અન્ય જરુરી સામાન મેળવી મેળવી એક પોષક આહારની કીટ તૈયાર કરી. હવે સેવાભારતી દ્વારા ચલાવવામાં આવતી વેન ડૉક્ટરની સાથે દર 15 દિવસે આ મહિલાઓ અને તેમના પરિવારના બાળકો અને વડિલોની સાર સંભાળ, યોગ્ય દવા અને પરામર્શ આપવામાં આવે છે.

  એક સુદૃઢ સંગઠન ખરાબથી ખરાબ પરિસ્થિતિમાં  હાર માનતું નથી. જેટલા કષ્ટ એટલા ઉપાય. હૃદયમાં સેવાની જ્યોતિ જલાવી નિરંતર વધી રહેલા કદમ દરેક અડચણો પાર કરી સ્વયંસેવક આગળ વધતાં જઇ રહ્યાં છે.

1406 Views
अगली कहानी