नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
15 | મહારાષ્ટ્ર
સરકારી નોકરી કરતા કોઇ પણ શિક્ષક માટે નિવૃત્તિનો દિવસ તેના માટે ઘણો બધો મનપસંદ રીતનો આરામ લઇને આવે છે. કેટલાક લોકો સદા યુવાન હોય છે, જે જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહે છે. સ્વ. કિશાભાઊ પટવર્ધન પણ આવા જ વિરલા વ્યક્તિ હતા. પૂનાની એક સરકારી વિદ્યાલયથી પ્રાચાર્ય પદથી નિવૃત્ત થતા જ તેમણે પોતાના માટે કર્મ ક્ષેત્ર પસંદ કર્યું. જીવનના બીજા દાવમાં કિશાભાઊએ મેધાવી બાળકોને ભણાવવા અને આગળ વધવા માટે સ્વરૂપ વર્ધિની નામની સંસ્થાનો પ્રારંભ કર્યો. કિશાભાઊએ સ્વરૂપ વર્ધિનીને શાખાના શિક્ષણ આયામ સાથે જોડી તેને બહુમુખી બનાવી. તેમણે પોતાના જીવનના 10 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કાઢ્યા. 25 ડીસેમ્બર 1920 ના દિવસે જન્મેલા કિશાભાઊ બાળપણથી જ બહુમુખી પ્રતિભા હતી.
યુવાવસ્થામાં કૉલેજનુ ભણતર અધુરુ છોડી ગુરુ ગોળવલકરજીના રાષ્ટ્ર નિર્માણના આહવાન પર તેઓ પ્રચારક બન્યા. લગભગ 10 વર્ષ મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં કાર્ય કર્યા બાદ પાછા આવી એમ.એસ.સી અને બી.એડ કરી સરકારી શાળામાં પ્રાચાર્ય બન્યા. શિક્ષક હોવા છતાં પણ તેમણે પોતાની અંદર વિજ્ઞાનના વિદ્યાર્થીને હંમેશા જીવતો રાખ્યો. કદાચ આથી જ જીવનભર શિક્ષણના ક્ષેત્રમાં નવા પ્રયોગ કરતા રહ્યા. નોકરી દરમ્યાન તેઓ મેધાવી છાત્રોને નિખારવા અને તેમને સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે કાર્ય કરતી જ્ઞાનપ્રબોધિનીનો મહત્વનો હિસ્સો બની રહ્યા. ત્યાં કામ કરતા તેમના મનમાં વિચાર આવ્યો કે યોગ્યતા કોઇ પણ વર્ગનો ઇજારો નથી. ઝુંપડપટ્ટીમાં રહેતા નિર્ધન પરિવારોના યોગ્ય બાળકો માત્ર કોઇ દિશા બતાવનાર ન હોવાના કારણે તેઓ આગળ વધી શકતા નથી. ફી ન ભરી શકવાના કારણે લાચારીના કારણે ભણવાનું છોડી દેવું પડે છે તે તેમની પ્રતિભાને અન્યાય છે. એક શિક્ષકના આ જ વિચારના કારણે 13 મે 1979ના દિવસે સ્વરૂપ વર્ધિનીએ જન્મ થયો.
પૂણેના મંગળવાર પેઠ કસબામાં રામકૃષ્ણ થ્રેડ વાઇંડીગ ઇંડસ્ટ્રીજના વર્કશોપના શેડમાં 12 બાળકોની સંસ્થાની પહેલી શાખા લાગી. આજે પૂણેમાં સ્વરૂપવર્ધિની 16 શાખાઓ લાગે છે, તેમાં 800થી વધુ બાળકો દંડ અભ્યાસ, દેશ ભક્તિ ગીતની સાથે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભણે છે. આ ઉપરાંત સંસ્થા કેટલાય ક્ષેત્રોમાં કામ કરી રહી છે.
1988માં સંસ્થાનું પોતાનું ભવન બન્યા બાદ કિશાભાઊએ પરિસરમાં પાકોલી નામની શિશુશાળા શરુ કરી, જેમાં બાળકો (જેના માતા-પિતા મજૂરી કરે છે.) 3 થી 5 વર્ષ ત્યાં પ્રાથમિક જ્ઞાન મેળવે છે.વય વધતાં કિશાભાઊની કાર્ય પ્રત્યેની ઉત્કટતા અને સ્વરૂપ વર્ધિનીમાં નવાનવા આયામ જોડાતા ગયા. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણ, ભરત ગુંથણની સાથે નર્સિંગનું કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવ્યું. આજુબાજુના ગામોથી છેલ્લા 10 વર્ષોમાં 3000થી વધુ દીકરીઓ નર્સ બની ચુકી છે. આ યાત્રા અહીં સુધી જ નથી રોકાણી, પટવર્ધનજીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે ના માત્રની ફી થી કોચિંગ ક્લાસ શરુ કર્યા. આ ક્લાસીસથી છેલ્લા 17 વર્ષોમાં 200થી વધારે ઑફિસરો નીકળ્યા છે.
કિશાભાઊની સંગઠન ક્ષમતાનો પ્રભાવ તેમના વિરોધીઓ પણ સ્વીકારે છે. સ્વરૂપવર્ધિનીના ભવનનું શિલાન્યાસ સંઘના સરસંઘચાલકજીના વરદ હસ્તે કરાવવાવાળા આ સ્વયંસેવકે સંઘના ઘોર વિરોધી લોકોને પણ સ્વરૂપવર્ધિની સાથે જોડ્યા. સંઘના સેવાવિભાગના પાલક અધિકારી શ્રી સુહાસરાવ હિરેમઠજીના કહેવા પ્રમાણે કિશાભાઊ એક સમર્પિત અને ધ્યેયનિષ્ઠ કાર્યકર્તા હતા. પોતાના આચરણ અને વ્યવહારથી લોકોને ખૂબ ઝડપથી પોતાના બનાવી લેતા હતા.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।