सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

એક અહર્નિશ સેવાયાત્રી-દામોદર ગણેશ બાપટ

ડૉ. જનક દવે | છત્તીસગઢ

Play podcast
parivartan-img

તેઓ ન તો કુષ્ઠરોગી હતા ન તેમના કોઇ સ્વજનને પોતાનું શરીર ગાળી, હાથ પગને ઠુંઠા કરવાવાળા આ રોગથી ઝઝુમતા જોયા. છતાં પણ જીવનના 46 વર્ષ એક સ્વસ્થ વ્યક્તિએ એ કુષ્ઠ રોગીઓની વચ્ચે વીતાવ્યું કે જેમને જોઇ લોકો ઘૃણાથી મોં ફેરવી લે છે. માતા હોય કે બેટી હોય કે પત્ની આ બધાંથી નજીકના સગા વ્હાલા છોડી દે છે એવા અભિશાપિત રોગીઓને મલમ પટ્ટીથી માંડી આર્થિક અને સામાજિક પુનર્વસનની શ્રી દામોદર ગણેશ બાપટજી એ લાંબી લડાઇ લડી. છત્તીસ્ગઢના ચાંપા જીલ્લાનામાં આવેલું 125 એકરમાં ફેલાયેલું ભારતીય કુષ્ઠ નિવારક સંઘ ચાંપામાં બાપટજીએ કુષ્ઠ રોગીઓને આત્મ સન્માન અને સ્વાવલંબી જીવન જીવવાની રાહ બતાવી. જીવનભર સેવાપથ પર ચાલીને 2018 માં પદ્મશ્રીથી સન્માનિત આધુનિક સંતે મરણોપરાંત પોતાનું શરીર મેડિકલ રિસર્ચ માટે દાન આપ્યું.

મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના નાનકડા ગામ પથરોટમાં 29 એપ્રિલ 1935ના દિવસે જન્મેલ બાપટજી નાનપણથી જ સંઘના સ્વયંસેવક હતા. પિતા ગણેશ વિનાયક બાપટ અને માતા લક્ષ્મીદેવી સંઘના સ્થાપક ડૉ હેડગેવારજીને ઈશ્વરનો અવતાર માનતા હતા કારણકે બાલ્યકાળમાં ઘોર ગરીબીથી ઝઝુમતા ગણેશ વિનાયકજીના રહેવાની, ભોજનની અને  ભણવાની બધી નિઃશુલ્ક વ્યવસ્થા પૂજ્નીય ડૉક્ટર સાહેબે જ કરી હતી. આ જ ભાવ આ દંપતિના ત્રીજી સંતાન ગણેશમાં હતો. બી.કોમ  કરીને ગણેશનું મન વ્યવસાયમાં ન લાગવાના કારણે 32 વર્ષની આયુમાં વનવાસી કલ્યાણ આશ્રમથી જોડાઇને વનવાસી ગામ જશપુરમાં બાળકોને ભણાવવા માંડ્યાં.


કાત્રેજી અને બાપટજીનું મળવું જાણે નિયતિએ રચેલો પ્રસંગ હતો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવી રીતે કોલકાતામાં નરેન્દ્રની રાહ  જોઇ રહ્યા હતા બરાબર તે જ પ્રમાણેની અવસ્થા ભારતીય કુષ્ઠ નિવારક સંઘ ચાંપાના સંસ્થાપક કાત્રે ગુરુજીની હતી જેમના હાથ પગ  કુષ્ઠ રોગના પ્રકોપથી ઠુંઠા થઇ ગયા હતા. તે કાત્રે ગુરુજી દસ વર્ષથી આશ્રમની વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. બાપટજી 1972માં  પહેલીવાર જ્યારે આશ્રમ જોવા આવ્યા ત્યારથી જ ત્યાંના બની  રહી ગયા. સમય જતા કાત્રેજી શારીરિક રીતે નબળા પડતા ગયા અને બાપટજીએ સેવાશ્રમનો વહીવટ હાથમાં લઇ કાત્રેજીના સ્વપ્ન સાકાર કરવા લાગી પડ્યા. યુવાન બાપટજી આગળ ઘણાં પડકારો હતા. તે સમયમાં કુષ્ઠ રોગથી સાજા થયેલાઓ માનસિક અવસાદના ભોગ બનતા હતા કારણકે તેઓ પોતાની જાતને નકામી અને સમાજ માટે શાપીત માનતા હતા. છતાં પણ  બાપટજી રોગીઓને પોતે જાતે જ મલમપટ્ટી કરીને સમાજમાં એવો સંદેશ આપ્યો કે, કુષ્ઠ સ્પર્શ કરવાથી ફેલાતો રોગ નથી.

તેઓ સમગ્ર દેશમાં ફરીને માત્ર ધન જ એકત્ર નહોતા કરતા પરંતુ કુષ્ઠ વિશેની ભ્રાંતિઓ દૂર કરવા નિરંતર પ્રયાસ કરતા રહ્યા. રોગી માનસિક રીતે પૂરી રીતે સ્વસ્થ થાય તે માટે આશ્રમમાં શાકભાજી ઉગાડવા, ચૉક બનાવવા, શેતરંજી અને દોરડા બનાવવા જેવા કાર્યો શરુ કર્યા. જે લોકો પોતાને આશ્રમ માટે બોજારુપ માનતા હતા તે પોતે કમાવવા માંડ્યા તો તેમના ચહેરા સંતોષથી ખિલી ઉઠ્યા.


બાપટજીની સાથે વર્ષો સુધી આશ્રમની વ્યવસ્થા જોનાર સંઘના પ્રચારક શ્રી સુધીરદેવજીના કહેવા પ્રમાણે 4 એકર ભૂમિ પર બનેલું માધવસાગર તળાવ કુષ્ઠ રોગીઓએ ઘણાં દિવસો મહેનત કરી બનાવેલ છે. આજે  આશ્રમવાસીઓના સહયોગથી 65 એકર ભૂમિ પર ખેતી અને 5 એકર ભૂમિ બાગવાની કરવામાં આવે છે.  ખેતી માત્ર આશ્રમવાસીઓની આવશ્યક્તાઓ પૂરી થતી નથી પરંતુ તે ઉપરાંત વાર્ષિક 13 લાખ  રૂપિયાની આવક પણ થાય છે. 

બાપટજી એક કુશળ વ્યવસ્થાપકની સાથે સાથે એક પ્રખર ચિંતક પણ હતા.  આથી જ કુષ્ઠ આશ્રમની ક્ષમતા વધી તો ત્યાં કુષ્ઠ રોગીઓની સાથે ક્ષયરોગની સારવાર માટે 20 પથારીની સંત ઘાસીદાસ હોસ્પીટલ પણ શરુ કરી. આ હોસ્પીટલમાં શિબીર કરી નિઃશુલ્ક મોતીયાનું ઓપરેશન પણ કરવામાં આવે છે. અત્યાર સુધી 10,000થી વધુ સફળ ઓપરેશન કરવામાં આવ્યા. ગરીબ વનવાસી બાળકો માટે સુશીલ બાલગૃહના નામથી છાત્રાવાસ શરુ કરવામાં આવ્યું.

જીવનભર પુરસ્કારોથી દૂર રહેનાર સાદગીપૂર્ણ જીવન વીતાવનાર બાપટજીએ પદ્મશ્રી મળવા પર કહ્યું કે, “મારા માટે કુષ્ઠ રોગની સારવાર લઇ સાજા થઇ પોતાના પરિવારમાં જતો વ્યક્તિ જ સાચું પુરસ્કાર છે.”


1424 Views
अगली कहानी